TAPI : ઉકાઈ પોલીસે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો, 7 લાખના મુદ્દામાલ સાથે બે લબરમૂછિયા ચોરની ધરપકડ

|

May 26, 2021 | 10:49 PM

ચોરી થયેલ 7.90 લાખના મુદ્દામાલ માંથી 7.08 લાખનો મુદ્દામાલ રિકવર પણ કરવામાં આવ્યો છે. આરોપીઓએ ઘરના દરવાજાને લોખંડ ના  કોઈ ભાગ વડે તાળા તોડી ઘરમાં પ્રવેશ કરી ચોરી કરી હતી.

TAPI : ઉકાઈ પોલીસે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો, 7 લાખના મુદ્દામાલ સાથે બે લબરમૂછિયા ચોરની ધરપકડ
પ્રતિકાત્મક તસવીર

Follow us on

TAPI : તાપી જિલ્લામાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકાઈ પોલીસે ઉકેલ્યો છે, જેમાં પોલીસે સાત લાખથી વધુના મુદ્દામાલ સાથે બે લવરમૂછિયા ચોરોને ઝડપી પાડ્યા છે. અને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.

સોનગઢના ઉકાઈ પોલીસ હદ વિસ્તારમાં આવતા વર્કશોપ કોલોનીમાં રહેતા મેહુલ મિશ્રા ગત 30મી એપ્રિલ થી 13 મેં સુધી સામાજિક કામ અર્થે બહારગામ ગયા હતા.તે દરમ્યાન કોઈ ચોર દ્વારા ઘરના તાળા તોડીને સોના ચાંદીના ઘરેણાં, રોકડ, લેપટોપ સહિતના સરસામાન મળી કુલ 7.90 લાખની ચોરી કરીને પલાયન થઇ ગયા હતા.

આ અંગેની ફરિયાદ મેહુલ મિશ્રા એ ઉકાઈ પોલીસમાં નોંધાવતા પોલીસે આઇપીસી ની કલમ 457, 454, 380 મુજબનો ગુનો નોંધી વિવિધ મુદ્દે તસ્કરોના પગેરું શોધવાની તજવીજ હાથ ધરી હતી. જેમાં આરોપીઓ ગણતરીના દિવસોમાં પોલીસ સકંજા માં આવી ગયા હતા.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

પોલીસની ઘનિષ્ઠ તપાસમાં સમગ્ર ઘટના પરથી પરદો ઊંચકાયો હતો, જેમાં આરોપીઓ ઉકાઇના જ લબરમૂછીયા યુવકો નીકળ્યા હતા. જેમાં પોલીસે ઉકાઇની પાથરડા કોલોનીમાં રહેતા 19 વર્ષીય નિલેશ રામદાસ કોટવાડીયા અને ઉકાઇની વર્કશોપ કોલોનીમાં રહેતા 22 વર્ષીય સંજય દિલીપ ગામીતની અટક કરીને કડકાઈથી પૂછપરછ કરી હતી.

જેમાં આરોપીઓએ ગુનો સ્વીકાર્યો હતો. બાદ પોલીસે ચોરીનો 7.08 લાખનો મુદ્દામાલ પણ રિકવર કર્યો હતો. આર. એલ. માવાણી ( DYSP, TAPI ) Tv9 સાથે વાત કરતાં જણાવ્યુ છે કે, ‘આરોપી સંજય અને નિલેશ વિરુદ્ધમાં ફરિયાદ મળી હતી અને તેમના પર શંકા જતા તેમને અટક કરવામાં આવી છે. અને બન્ને એ ગુનાની કબૂલાત કરતા અટક કરી છે.

ચોરી થયેલ 7.90 લાખના મુદ્દામાલ માંથી 7.08 લાખનો મુદ્દામાલ રિકવર પણ કરવામાં આવ્યો છે. આરોપીઓએ ઘરના દરવાજાને લોખંડ ના  કોઈ ભાગ વડે તાળા તોડી ઘરમાં પ્રવેશ કરી ચોરી કરી હતી. હાલમાં આરોપીઓ અન્ય કોઈ ગુનામાં સામેલ હોય છે કે કેમ તે અંગે તપાસ કરી રહ્યા છીએ’

તાપી જિલ્લા ની ઉકાઈ પોલીસે ગણતરીના દિવસોમાં ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢીને ગુનાની દુનિયામાં પ્રવેશ કરતા બે લવરમૂછિયા યુવકોને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે ત્યારે,  જિલ્લામાં ભૂતકાળમાં થયેલી અન્ય ચોરીઓના ભેદ ક્યારે ઉકેલાશે તે જોવું રહ્યું.

આ પણ વાંચો : 52 વર્ષનાં થયા ‘Jethalal’ : હવે ઘર-ઘરમાં બનાવી એક ઓળખ, ક્યારેક કોઇ રોલ ન મળતા કરતા હતા 50 રૂપિયામાં કામ

Next Article