Maharashtra: શ્રદ્ધા મર્ડર કેસ જેવી ઘટના ફરી આવી સામે, પતિએ પત્નીને છરીના ઘા મારી ઉતારી મોતને ઘાટ

|

Dec 06, 2022 | 7:06 PM

જ્યોતિ ગાયકવાડ પ્રસ્તુતિ બાદ ઘરે આવ્યાના થોડાક મહિનામાં જ તેના પતિએ તેને ચાકુના ઘા કરીને હત્યા કરી હતી અને નવજાત બાળકને માતાની છત્રછાયાથી દૂર કરી હતી. આરોપીએ સમ્રગ કેસની જાણ તેના લેન્ડ લોર્ડને કરી હતી અને લેન્ડ લોર્ડએ સમ્રગ કેસની જાણ હડપસર પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી.

Maharashtra: શ્રદ્ધા મર્ડર કેસ જેવી ઘટના ફરી આવી સામે, પતિએ પત્નીને છરીના ઘા મારી ઉતારી મોતને ઘાટ
Another incident like Shraddha murder case in pune

Follow us on

દેશમાં વધુ શ્રદ્ધા મર્ડર કેસ જેવી ઘટના સામે આવી છે, દિલ્લીમાં શ્રદ્ધા હત્યાકાંડ પછી પૂનામાં દિલ કંપાવનારી બીજો હત્યાનો કેસ સામે આવ્યો છે. જે મહારાષ્ટ્રના પૂનાના ફુરસુંગીના એક એન્જિનીયરે તેની પત્નીની બેરહેમીથી હત્યા કરી હતી .જેમાં પતિ રાજેન્દ્ર ગાયકવાડે તેની પત્ની જ્યોતિ ગાયકવાડને નિર્દયતાથી છરીના ઘા મારી મોતને ભેટ કરી હતી. 31 વર્ષના રાજેન્દ્રના લગ્ન બે વર્ષ પહેલા જ 28 વર્ષની જ્યોતિ સાથે થયા હતા. હજી લગ્નના બે વર્ષ થયા જ હતા કે ત્યા બંન્ને પતિ-પત્નિ વચ્ચે રોજ લડાઈ-ઝઘડા થતા હોવાનું સામે આવ્યુ છે. જ્યોતિ ગાયકવાડ પ્રસ્તુતિ બાદ ઘરે આવ્યાના થોડાક મહિનામાં જ તેના પતિએ તેને ચાકુના ઘા કરીને હત્યા કરી હતી અને નવજાત બાળકને માતાની છત્રછાયાથી દૂર કરી હતી. આરોપીએ સમ્રગ કેસની જાણ તેના લેન્ડ લોર્ડને કરી હતી અને લેન્ડ લોર્ડએ સમ્રગ કેસની જાણ હડપસર પોલીસ સ્ટેશમાં જાણ કરી હતી.

પત્નીના પગાર પર જલસા

હડપસર પોલીસ દ્વારા જાહેર કરેલા એક રિપોર્ટ મુજબ લગ્નના બે વર્ષ પછી જયોતિએ જૂન મહિનામાં બાળકને જન્મ આપ્યો હતો. પ્રસ્તુતિ બાદ ફુરસુંગીના ઘરે આવ્યા પછી તે બંન્ને પતિ-પત્ની વચ્ચે ઝઘડાની શરુઆત થઈ હતી. આ બંન્ને દંપતી આઈટી કંપનીમાં કામ કરતા હતા સાથે પોલીસે વધુ તપાસ કરતા જણાવ્યુ કે રાજેન્દ્ર પત્ની જ્યોતિનો પગાર પડાવી લેતો હતો અને વારંવાર દહેજની માંગણી કરતો હતો. દહેજ ન લાવતા તેના પર અત્યાચાર કરતો હતો. રાજેન્દ્ર તેની પત્નિના ચરિત્ર પર શંકા કરતો હતો અને વાત એટલી આગળ વધી ગઈ કે તેને પત્નીને છરીના ઘા મારી બેરહેમીથી હત્યા કરી હતી.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

પોલીસે કેસ નોંધી પતિની કરી ધરપકડ

પતિ-પત્ની વચ્ચે સતત ઝઘડા ચાલી રહ્યા હતા, ત્યાં સોમવારના દિવસે જ્યોતિના ચરિત્રને લઈને ફરી એક વાર પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતા રાજેન્દ્રએ જ્યોતિને પર છરીથી હુમલો કરીને મોતને ઘાટ ઉતારી હતી. જે ઘટનાની જાણ રાજેન્દ્રએ તેના ઘર માલિકને કરી હતી. જ્યોતીને તરત જ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, પરંતુ હોસ્પિટલમાં પહોંચે તે પહેલા તેનું મોત નિપજ્યુ હતું. આ ઘટનામાં પોલીસે જ્યોતિ મર્ડર કેસ નોંધીને રાજેન્દ્રની ધરપકડ કરવામાં આવી હતી.

Next Article