આણંદ : ક્યાંક નથી પોલીસનો ડર તો ક્યાંક નથી પોલીસને ડર ! મહિલા પોલીસ મથકમાં 10 દિવસના ગાળામાં બે અલગ અલગ ફરિયાદો

|

Feb 21, 2022 | 5:40 PM

પેટલાદ પાસે આવેલ લખાપુરામાં રહેતા જસોદાબેનના લગ્ન ૧૬-૧-૧૯૯૩ના રોજ ભાલેજ પાસે તાડપુરા ખાતે રહેતા મફત બકોરતળપદા સાથે થયા હતા. લગ્ન પછી જસોદાબેનને બે પુત્રો અને એક પુત્રી જન્મી હતી.

આણંદ : ક્યાંક નથી પોલીસનો ડર તો ક્યાંક નથી પોલીસને ડર !  મહિલા પોલીસ મથકમાં 10 દિવસના ગાળામાં બે અલગ અલગ ફરિયાદો
Anand: Two separate complaints in 10 days at Mahila police station (ફાઇલ)

Follow us on

ઘટના- 1- એક મહિલા ફરિયાદી પોતે પોલીસ કર્મચારી હોવા છતાં પતિના ત્રાસથી ફરિયાદ નોંધાવી

આણંદ પોલીસ મુખ્ય મથકમાં ફરજ બજાવતા અંકિતાબેનના લગ્ન ૨૬-૭-૨૦૨૦ ના રોજ પેટલાદ ખાતે રહેતા જયેશ અંબાલાલ પરમાર કે જેઓ પેટલાદ પાસેના ખડાણા ખાતે સીઆરસી શિક્ષક તરીકે નોકરી કરે છે તેમની સાથે થયા હતા ,લગ્ન પછી શરૂઆતનો સમય પતિ પત્ની પ્રેમથી પસાર કર્યો હતો. પણ થોડા સમય પહેલા જ પતિ જયેશ કે જે શિક્ષક હોવા છતાં રૂપિયાની લાલચ રોકી શક્યો ન હતો અને પોતાની પત્નીને બાળકના જન્મ પછી  જણાવી દીધું કે તારા પગાર પર મારો હક્ક છે અને તારા પિયરમાંથી દાગીનાઓ પણ લઇ આવ  અને તારી બેંકની ચેકબુકોમાં તું સહી કરી મને આપી દે. જેથી અંકિતાબેને પતિની આ વાતનો વિરોધ કરતા પતિ જયેશે જણાવ્યું હતું કે મેં સરકારી નોકરી કરતી પત્ની એટલે પસંદ કરી છે જેના માધ્યમથી મને રૂપિયા મળે ,જેથી અંકિતાબેન દ્વારા વિરોધ કરવામાં આવતા પતિ જયેશ અને સાસરીયા પક્ષનો ત્રાસ વધી જતા પોલીસ કર્મચારી અંકિતાબેન પોતાના પિયર ચાલી ગયા હતા. અને પોતાના પતિ અને સાસરિયા સામે  આણંદ મહિલા પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે અંકિતાબેનની ફરિયાદના આધારે પતિ જયેશ અને સાસરિયાઓ મળી કુલ પાંચ આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

એક મહિલા ફરિયાદી પોતે પોલીસ કર્મચારી હોવા છતાં પતિના ત્રાસથી ફરિયાદ નોંધાવી

ઘટના- 2- બીજી ફરિયાદ કરનાર મહિલાનો પતિ પોલીસમાં હોવા છતાં મહિલાને ત્રાસ આપતા પોલીસ ફરીયાદ

આજનું રાશિફળ તારીખ 17-05-2024
Cannesમાં જ્યારે તૂટેલા હાથ સાથે રેમ્પ વોક કરવા ઉતરી ઐશ્વર્યા રાય બચ્ચન, જુઓ-Photos
ધૃતરાષ્ટ્રને કૌરવો ઉપરાંત પણ હતો એક પુત્ર, જાણો કોણ હતો એ
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે

પેટલાદ પાસે આવેલ લખાપુરામાં રહેતા જસોદાબેનના લગ્ન ૧૬-૧-૧૯૯૩ના રોજ ભાલેજ પાસે તાડપુરા ખાતે રહેતા મફત બકોરતળપદા સાથે થયા હતા. લગ્ન પછી જસોદાબેનને બે પુત્રો અને એક પુત્રી જન્મી હતી. અને મફતભાઈ વર્ષો પહેલા દીવ દમણ પોલીસમાં નોકરી મળતા પરિવાર સાથે દમણ ખાતે પોલીસ ક્વાટરમાં રહેતા હતા. જોકે થોડા સમય પહેલા જસોદાબેનના પતિ મફતભાઈને દમણમાં હોમગાર્ડમાં ફરજ બજાવતી એક મહિલા સાથે પ્રેમ સબંધ બંધાયો હતો. જેથી પતિ મફતભાઈએ પ્રેમિકાને પામવા માટે પત્ની જ્સોદાબેનને શારીરિક માનસિક ત્રાસ આપવાનું શરુ કર્યું હતું. જેથી કંટાળી જસોદાબેન પોતાના બાળકો સાથે પિયરમાં રહેવા આવી ગયા હતા ,જોકે પતિ મફત તળપદા દ્વારા પિયરમાં રહેતી પત્નીને ધમકીઓ આપવાનું શરુ કરતા ન છૂટકે જ્સોદાબેને પોતાના પોલીસ પતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોધાવવાની ફરજ પડી છે.

બીજી ફરિયાદ કરનાર મહિલાનો પતિ પોલીસમાં હોવા છતાં મહિલાને ત્રાસ આપતા પોલીસ ફરીયાદ

આ પણ વાંંચો : આ સરકારી યોજનામાં રોકાણ કરવાથી દર મહિને થશે કમાણી, પૈસા પણ રહેશે સુરક્ષિત

આ પણ વાંચો : આ કેવી સુવિધા? ગુજરાતના 3 હાઇવે વેચી દેવામાં આવશે, હાઈવે ઓથોરિટીએ તૈયારીઓ શરૂ કરી

Next Article