ANAND : આણંદની LCB પોલીસે નકલી RC બુક કૌભાંડ ઝડપી પાડ્યું છે. આણંદ પોલીસે શહેરની મહેન્દ્ર શાહ હોસ્પિટલ પાસેના પીકઅપ સ્ટેન્ડ ખાતેથી 2 શખ્સને ઝડપી પાડીને બનાવટી RC બુક કૌભાંડનો પર્દાફાશ કર્યો છે..બંને ઈસમો પાસેથી પોલીસે 52 નકલી RC બુક કબજે કરી છે.પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું છે કે મુખ્ય આરોપીએ અત્યાર સુધીમાં 1200થી વધુ બનાવટી સ્માર્ટ કાર્ડ બનાવીને લોકોને વેચ્યા છે. આ RC બુક કોને કોને વેચવામાં આવી છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.
નકલી RC બુક કૌભાંડમાં આણંદ પોલીસે ઉમરેઠના 1 અને રજોસણાના 1 શખ્સની ધરપકડ કરી છે. આરોપીઓએ નકલી RC બુક્સ કોને કોને વેચી તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે અને આ તપાસ ફાઈનાન્સર્સ અને સિઝર્સ સુધી પહોંચી શકે છે.
આણંદ LCB પોલીસે ઝડપેલા આ કૌભાંડના બંને આરોપીઓ RTO એજન્ટો કામ કરતા હતા. અ બંને આરોપીઓને ઝડપીને આણંદ પોલીસે નકલી RC બુકનું રાજ્યવ્યાપી કૌભાંડ પકડી પાડ્યું છે. આ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે. આ નકલી RC બુક થી કેટલાં વાહનોની લે-વેચ થઈ છે તેમજ ટુ વ્હીલર ફાઈનાન્સ કંપનીઓ અને તેની એજન્સીઓએ પણ આ બંને શખ્સોનો ઉપયોગ કરી નકલી RC બુકથી વેપાર કર્યો છે કે નહીં તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો : TAPI : હથનૂર ડેમના 30 દરવાજા ખોલવામાં આવતા ઉકાઈ ડેમની જળસપાટીમાં વધારો થયો, ઉકાઈ ડેમ ભયજનક સ્થિતિથી 8 ફૂટ દુર
Published On - 11:39 am, Fri, 10 September 21