AHMEDABAD : શહેરકોટડા વિસ્તારમાં મહિલાની હત્યા, શંકાસ્પદ હાલતમાં મળ્યો મૃતદેહ

|

Sep 01, 2021 | 4:23 PM

Murder in Ahmedabad : શહેરમાં એક બાદ એક હત્યાના બનાવો બની રહ્યા છે.તાજેતરમાં અમરાઈવાડી, રામોલ, દાણીલીમડામાં હત્યા બાદ હવે શહેરકોટડામાં હત્યાની ઘટના સામે આવી છે.

AHMEDABAD : શહેરકોટડા વિસ્તારમાં મહિલાની હત્યા, શંકાસ્પદ હાલતમાં મળ્યો મૃતદેહ
Ahmedabad : Woman killed in Shaherkotda area, body found in suspicious condition

Follow us on

AHMEDABAD : શહેરમાં હત્યાનો સિલસિલો યથાવત છે. બે જ માસમાં શહેરમાં પાંચથી વધુ હત્યાના બનાવો બની ચુક્યા છે. ત્યારે શહેરકોટડા વિસ્તારમાં ફરી એક વાર હત્યાનો બનાવ બનતા પોલીસે તપાસ શરૂ કરી છે. શહેરકોટડા વિસ્તારમાં મહિલાનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે હત્યાનો ગુનો નોંધો છે. આ કેસમાં પ્રેમી પર પોલીસની પ્રબળ શંકા સેવાઈ રહી છે. પોલીસ આગળની કાર્યવાહી માટે પીએમ રિપોર્ટ અને ફોરેન્સીક રિપોર્ટની રાહમાં છે.

આડાસબંધને કારણે હત્યાની આશંકા
કહેવાય છે કે આડાસબંધ નો અંત હંમેશા ખરાબ જ હોય છે.અમદાવાદના શહેરકોટડામાં આવી જ એક ઘટના બની છે. એક મહિલાનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવવા મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો, જેમાં મહિલાનો પ્રેમી શકમંદ છે. તેનો પ્રેમી..પણ તપાસ અને પીએમ રિપોર્ટ તથા એફ.એસ.એલ રિપોર્ટ પરથી મહિલાનું મોત કયા કારણે થયું કેવી રીતે થયું અને હત્યા છે કે આત્મહત્યા એ તમામ બાબતોનું તથ્ય સામે આવશે.

ઘરમાંથી મળ્યો મહિલાનો મૃતદેહ
મૃતક મહિલાનું નામ હસુમતીબેન છે. આ મહિલાના ઘરમાંથી જ તેનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો.મૃતકના પાડોશમાં રહેતા લોકોને મૃતકના ઘરમાંથી દુર્ગંધ આવી રહી હતી જેથી શહેરકોટડા પોલીસ ને જાણ કરાઇ હતી. જેમાં તપાસ કરતા હસુમતીબેન મૃત મળી આવ્યા હતા અને મોતનું સાચું કારણ જાણવા માટે પીએમ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

હસુમતીબેનની લોહીથી લથબથ હાલતમાં અને કાનના ભાગે ઈજાઓ પામેલી હાલતમાં લાશ મળી હતી.આટલું જ નહીં શરીરના અનેક ભાગો અને ગુપ્ત ભાગ જ્વલનશીલ પ્રવાહી નાખતા ફોલ્લા પડી ગયા હોવાનું પોલીસના ધ્યાને આવ્યું છે, પણ જ્વલનશીલ પ્રવાહીથી જ ફોલ્લા પડ્યા કે કેમ તે બાબતે પીએમ અને એફ.એસ.એલ ની મદદ લેવાશે.પ્રાથમિક રીતે તો 36 કલાકથી વધુ સમય વીતી ગયો હોવાથી આવું બન્યું હોવાનું પોલીસનું માનવું છે.

6 વર્ષથી અલગ રહેતા હતા પતિ-પત્ની
પોલીસ તપાસમાં સામે આવ્યુ છે કે મૃતક મહિલા હસુમતીબેન અને તેનો પતિ છ વર્ષથી અલગ રહેતા હતા.મહિલાના એક વ્યક્તિ સાથે આડા સંબંધ હોવાની જાણ પણ તેના પતિને થઈ હતી. પતિએ પોલીસને જણાવ્યું કે હસુમતીબેનને એક વ્યક્તિ સાથે આડા સંબંધો હતા..પોલીસે તે વ્યક્તિની તપાસ કરી તો તેની ભાળ મળી ન હતી. જેથી હવે પ્રેમીએ હત્યા કરી કે અન્ય કોઈ કારણથી મોત થયું અને મોડી જાણ થઈ જેવા મુદ્દાઓ પર પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસને કોઈ મહત્વની કડી મળી નથી. જેથી મહિલા પીએમ રિપોર્ટ આવ્યાં બાદ હત્યાનું ચોક્કસ કારણ જાણી શકશે. ત્યારે તપાસમાં ખરું કારણ શું સામે આવે છે તે જોવાનું રહેશે.

અમદાવાદ શહેરમાં એક બાદ એક હત્યાના બનાવો બની રહ્યા છે.તાજેતરમાં અમરાઈવાડી, રામોલ, દાણીલીમડામાં અને હવે શહેરકોટડા હત્યા બનાવ લઇ પોલીસ કામગીરી પર અનેક સવાલો ઉભા થઈ રહ્યાં છે.

Next Article