Ahmedabad : ધુળેટીના દિવસે બપોરના સમયે ગોમતીપુર (Gomtipur) મુસા સુલેમાનની ચાલી પાસ આવેલ જૈન મંદિર પાસે બાળકો ધૂળેટી (DHULETI) રમી રહ્યા હતા. તે સમય દરમિયાન આરોપી અફઝલના મિત્ર પર પાણી છંટાઈ જતા ઉગ્ર બોલાચાલી અને માથાકૂટ થઈ હતી. પરંતુ માથાકૂટ ઉગ્ર બની ગઈ કે બંને જૂથો જ છે છુટા હાથે પથ્થરમારો થયો હતો. અને જેમાં બે લોકોને ઇજા પહોંચી હતી. તેટલું જ નહીં પકડાયેલા આરોપી અને તેમના સાગરીતો દ્વારા ચાલીની બહાર પડેલા વાહનોને પણ ભારે નુકસાન પહોંચાડી ભાગી ગયા હતા. જોકે પોલીસે (POLICE) ગણતરીના કલાકોમાં જો આરોપીઓને ઝડપી પાડયા છે.
આરોપીઓની પૂછપરછ કરતા તમામ આરોપીઓ ગોમતીપુર પાસે આવેલ નુરભાઈ ધોબીની ચાલીમાં રહે છે. આરોપીઓની પૂછપરછ કરતા ઝઘડા પાછળનું કારણ ધુળેટી દરમિયાન કલર ઉડતા બાળકો સાથે થયેલી મારામારી અને બોલાચાલીનું હતું. જોકે આરોપીઓએ ટોળે વળી વાહનોમાં તોડફોડ કરી પથ્થરમારો કર્યો હતો. જેથી કાયદો અને વ્યવસ્થાની બગડે તેઓ માહોલ ઉભો થયો હતો. જેથી પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી. અન્ય ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે.
હાલ તો પોલીસે છ આરોપીઓની ધરપકડ કરી છે. સાથે જ સીસીટીવીના આધારે અન્ય 10 જેટલા આરોપીના નામ સામે આવ્યા છે. સાથે જ ઝડપાયેલા આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે કે કેમ, તેને લઈને તપાસ શરૂ કરી છે. જોકે આ બનાવમાં જે વાહન ચાલકોના વાહનોને નુકશાન પહોંચ્યુ છે. તેમને પણ પોલીસે સાક્ષી બનાવી તેમણે નુકસાનીનુ વળતર મળે તે માટે કાર્યવાહી હાથ ધરી છે.
આરોપીઓની પૂછપરછ કરતા તમામ ગોમતીપુર પાસે આવેલ નુરભાઈ ધોબીની ચાલીમાં રહે છે. આરોપીઓની પૂછપરછ કરતા ઝઘડા પાછળનું કારણ જૈન મંદિર પાસે ધુળેટી રમતા બાળકોએ પાણી છાંટ્યું હોવાનું સામે આવ્યું છે. પણ ફરી એકવાર પૂર્વ વિસ્તારમાં આવું છમકલું થતા જ પોલીસને દોડવું પડ્યું હતું. અને પરિસ્થિતિ કાબુમાં લેવી પડી હતી. આ બનવામાં લોકો પથ્થર મારો કર્યો હતો. જેના સીસીટીવી સામે આવ્યા છે.
આ પણ વાંચોઃ Rajkot: RMCના જનરલ બોર્ડમાં પ્રોપર્ટી ટેક્સને લઇને શાસક-વિપક્ષ સામસામે, UP ચૂંટણી રિઝલ્ટની પણ ઉઠી ગુંજ