AHMEDABAD : બોગસ બિલિંગ મામલે સ્ટેટ GST વિભાગે બે શખ્સોની ધરપકડ કરી
AHMEDABAD : State GST department nabs 2 over bogus billing charges

AHMEDABAD : બોગસ બિલિંગ મામલે સ્ટેટ GST વિભાગે બે શખ્સોની ધરપકડ કરી

| Edited By: | Updated on: Aug 03, 2021 | 6:35 AM

બોગસ બિલીંગ કરીને કરચોરી કરવાના આરોપસર મોહંમદ અબ્બાસ મેઘાણી ઉર્ફે MM તેમજ શબાના અસલમ કલીવાલાની ધરપકડ કરાઈ છે.

AHMEDABAD : રાજ્યના GST વિભાગે બોગસ બિલિંગ મામલે બે શખ્સોની ધરપકડ કરી છે. બોગસ બિલીંગ કરીને કરચોરી કરવાના આરોપસર મોહંમદ અબ્બાસ મેઘાણી ઉર્ફે MM તેમજ શબાના અસલમ કલીવાલાની ધરપકડ કરાઈ છે. આરોપી મોહમ્મદ અબ્બાસ દ્વારા 25 પેઢીઓમાં 739 કરોડના બોગસ બિલ ઈસ્યુ કરાયા હતા. આ બોગસ બીલિંગ થકી 135 કરોડની ટેક્સ ક્રેડીટ મેળવી સરકારને નુકસાન પહોચાડ્યું હતું. તો શબાનાએ 87 કરોડની કરચોરી કરી 16 કરોડની ટેક્સ ક્રેડીટ મેળવી સરકારને આર્થિક નુકસાન પહોચાડ્યું હતું.

આ પણ વાંચો : AHMEDABAD : : વાસણા વિસ્તારમાં આવેલી જ્વેલર્સમાંથી તસ્કરો લાખો રૂપિયાના દાગીના ચોરીને ફરાર