Ahmedabad: 10 કિલો ચાંદીના દાગીનાની થઈ હતી લૂંટ, જવેલર્સના કર્મચારીએ જ રચ્યું લૂંટનું ષડ્યંત્ર, જાણો સમગ્ર મામલો

|

Oct 20, 2021 | 4:33 PM

દારૂ અને નશાની લતમાં કર્મચારીએ કરી દગાખોરી. મિત્રો સાથે મળી લૂંટના ષડયંત્રને અંજામ આપ્યો. પરતું ક્રાઇમ બ્રાંચની તપાસમાં જવેલર્સનો કર્મચારી જ આરોપી નીકળ્યો.

Ahmedabad: 10 કિલો ચાંદીના દાગીનાની થઈ હતી લૂંટ, જવેલર્સના કર્મચારીએ જ રચ્યું લૂંટનું ષડ્યંત્ર, જાણો સમગ્ર મામલો
Robbery of 10 kg silver jewelery

Follow us on

Ahmedabad: નિકોલમાં થયેલ ચાંદીના દાગીનાની લૂંટ કેસમાં ક્રાઇમ બ્રાંચે ગુનાનો ભેદ ઉકેલી દીધો છે. જવેલર્સમાં કામ કરતો કર્મચારીને દેવું થઈ જતા મિત્રો સાથે લૂંટ કરવાનું ષડ્યંત્ર રચ્યું હતું. જેમાં ક્રાઇમ બ્રાંચની તપાસમાં ભાંગી પડતા ફરિયાદી જ આરોપી નીકળ્યો હતો.

શહેરના નિકોલ વિસ્તારમાં 16 ઓક્ટોમ્બરના રોજ મોડી રાત્રે અર્હમ જવેલર્સના કર્મચારી સંકેત ખટીકને 10 કિલો ચાંદીના દાગીના ભરેલો બેગ એક્ટિવામાં આવેલ 3 લૂંટારુઓ લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. ત્યાર બાદ ક્રાઇમ બ્રાંચે ફરિયાદી સંકેત ખટીકની ઉલટ પૂછપરછ કરતા ભાંગી પડ્યો અને લૂંટ કરવાનો પ્લાન સંકેત જ બનાવ્યો હોવાનું સામે આવ્યું. જે બાદ બાતમીના આધારે ક્રાઇમ બ્રાંચે લૂંટના મુદ્દામાલ સાથે નિલેશ ખટીક અને સતીષ ઠાકોર નામના બે આરોપીની ધરપકડ કરી હતી.

લૂંટનું તરકટ રચનાર આરોપી સંકેત ખટીક ઓનલાઇન રમી રમવામાં દેવું થઈ ગયું હતું. જે બાદ 10મી ઓક્ટોમ્બર રોજ આરોપી સંકેત ઉર્ફે ચીન્ટુએ મિત્રો સાથે લૂંટનો પ્લાન બનાવવા પ્રેમદરવાજા ઈદગાહ સર્કલ પાસે ભેગા થયા હતા. બાદમાં 16મી ઓક્ટોમ્બર રોજ લૂંટ કરવાનું નક્કી કર્યું હતું..જેથી આરોપી સંકેત ખટીક માણેકચોકથી ચાંદીના દાગીનાનો માલ સેંલીગ કરવા નિકોલ પહોંચ્યો ત્યાં તેના મિત્રોને ફોન કરી જાણ કરી દીધી.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

સંકેત જે રોડ પર ઉભો હતો ત્યાં મિત્રોને બોલાવી લૂંટનું તરકટ કર્યું હતું એ રીતે આરોપી નિલેશ, સતીષ અને શિવો એક જ એક્ટિવા પર નિકોલ સત્યમ પ્લાઝા રોડ પર રોગ સાઈડ પર ગયા અને આરોપી શિવાએ મરચું કાઢી નિલેશ આંખમાં નાખી ચાંદીનો માલ લઈ ફરાર થઈ ગયા હોવાનું આખું ષડ્યંત્ર રચ્યું હતું. જેમાં ફરિયાદી જ સંકેત માસ્ટર માઈન્ડ હતો. જો કે ક્રાઇમ બ્રાંચની ગિરફતમાં રહેલ આરોપીની પૂછપરછ સામે આવ્યું કે આરોપીઓ દેવું થઈ હોવાથી તમામ લોકો લૂંટના પ્લાનમાં જોડાયા હતા.

ક્રાઇમ બ્રાંચે 3 આરોપી પાસે 9.500 કિલો ચાંદીનો 10 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જો કે, અન્ય એક ફરાર શિવા નામનો આરોપી પકડવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.

આ પણ વાંચો: T20 World Cup, Ind vs Aus Warm-up, Live Streaming: ક્યારે ,ક્યાં અને કેવી રીતે લાઈવ મેચ જોઈ શકશો

આ પણ વાંચો: Kidney Transplant: માનવ શરીરમાં સૂવરની કિડનીનું કરાયું સફળ ટ્રાન્સપ્લાન્ટ, તબીબોને મળી મોટી સફળતા

Next Article