Ahmedabad : ઓઢવ સામુહિક હત્યા કેસમાં ખુલ્યો રાઝ, પત્નીના અનૈતિક સંબંધોમાં હત્યાને આપ્યો અંજામ

બે બાળકો અને વડ સાસુની હત્યા નિપજ્યા બાદ પોતાની સાસુ સજુબેન પણ ઘરે બોલાવી હત્યાના ઈરાદે ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે ઘા માર્યો હતો. પરંતુ ચાર હત્યાનો પસ્તાવો થતા સાસુ સાથે આખી રાત્રે ઘરે બેસી વહેલી સવારે ઘરે મૂકી આવ્યો

Ahmedabad : ઓઢવ સામુહિક હત્યા કેસમાં ખુલ્યો રાઝ, પત્નીના અનૈતિક સંબંધોમાં હત્યાને આપ્યો અંજામ
Ahmedabad: Odhav gang murder case: Secrets revealed, wife killed in immoral relationship
| Edited By: | Updated on: Mar 31, 2022 | 2:44 PM

Ahmedabad : ઓઢવમાં (Odhav)સામુહિક હત્યા કેસમાં (Murder)હત્યારો ઘરનો મોભી ઝડપાયો. જેણે પત્નીના અનૈતિક સંબંધોને સામે આવતા પત્ની હત્યા બાદ બે બાળકો અને વડ સાસુની ઈરાદા પુર્વક હત્યા કરી આરોપી ફરાર થઈ ગયો. પરંતુ પત્નીના પ્રેમી હત્યા કરવાનું કાવતરું ઘડ્યું હતું. અને આરોપી વિનોદ અમદાવાદ પરત પત્નીના પ્રેમી મારવા આવતા જ ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધો. કોણ છે હત્યારો જેણે ચાર-ચાર સભ્યોની હત્યા કરીને ઘર વેરવિખર કરી નાખ્યું. વાંચો આ ક્રાઇમ રિપોર્ટમાં.

ક્રાઇમ બ્રાંચની ગિરફતમાં ઉભેલો વિનોદ ઉર્ફે બાળા ગાયકવાડએ ઘરના ચાર સભ્યોની કરૂણપિત હત્યા કરી દીધી છતાં મોઢા પર કોઈ અફસોસ જોવા નથી મળી રહ્યો. વિનોદને પોતાના પુત્ર દ્વારા પત્નીના આડાસંબંધની જાણ થઈ અને બસ પત્નીની હત્યા કરવા માટે પ્લાન બનાવ્યો. શનિવારના રોજ વિનોદે પત્નીને સરપ્રાઈઝ આપવાનું કહી આંખ અને મોઢા પર પટ્ટી બાંધીને મોતની સરપ્રાઈઝ આપીને હત્યા કરી દીધી. હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હોવાથી બે બાળકોને વિનોદે વસ્તુ ખરીદવા બહાર મોકલ્યા હતા. જે બજારમાંથી વસ્તુ ખરીદી ઘરે પહેલા 15 વર્ષની દીકરી પ્રગતિ આવી જેની હત્યા કરી દીધી અને બાદમાં 17 વર્ષીય ગણેશ નામના દીકરો આવતા જ હત્યા નિપજાવી. બાદમાં વડસાસુની હત્યા નિપજાવી.

ગણતરીની મિનિટો પત્ની ,બે બાળકો અને વડ સાસુની હત્યા નિપજ્યા બાદ પોતાની સાસુ સજુબેન પણ ઘરે બોલાવી હત્યાના ઈરાદે ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે ઘા માર્યો હતો. પરંતુ ચાર હત્યાનો પસ્તાવો થતા સાસુ સાથે આખી રાત્રે ઘરે બેસી વહેલી સવારે ઘરે મૂકી આવ્યો અને જે હથિયાર વડે હુમલો કર્યો તે ઓઢવ નજીક ફેંકી દીધું હતું. સાસુ પર થયેલ હુમલાને અકસ્માત ખપાવી પોતે ઘર બંધ કરી ફરાર થઈ ગયો હતો.જો કે પત્નીનો પ્રેમી જીવિત હોવાથી તેની હત્યા માટે પત્નીનું મંગળસૂત્ર વેચવા વિનોદ અમદાવાદ આવ્યો. પણ મંગળસૂત્ર ન વેંચતા સુરતથી મધ્યપ્રદેશ ઇન્દોર નાસી છૂટ્યો હતો. પરંતુ મધ્યપ્રદેશથી અમદાવાદ પત્નીના પ્રેમીની હત્યા કરવા આવી રહ્યો હતો. ત્યાં દાહોદ બોર્ડર પાસે એસટી બસમાંથી પકડી લીધો હતો.

આરોપી વિનોદની પુરપરછમાં સામે આવ્યું કે તેની પત્ની સોનલ બે વર્ષથી એક યુવક જોડે આડાસબંધ હતા. જે સોનલ નોકરી કરતી તેના જ માલિક સાથે સંબંધ હતા. જે આડા સંબંધમાં પરિવારની હત્યા કરી. 26મીની રાત્રે પત્ની ,બાળકો સહિત ચાર હત્યા કર્યા બાદ આરોપી પોતાના ઘરમાં રહેલ લોહીના ડાઘ સાફ કર્યા અને ઘરમાં જ બેસી દારૂનો નશો કર્યો હોવાનો ખુલાસો કર્યો છે. જો કે પ્રેમીના હત્યાનું કાવતરું ઘડ્યું હોવાના પર્દાફાશ થયા બાદ આરોપી વિરુદ્ધ વધુ કોઈ ગુનો નોંધાય છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો : Surat : અસહ્ય મોંઘવારી અને ભાવવધારાના વિરોધમાં શહેર કોંગ્રેસ દ્વારા ધરણાં પ્રદર્શન, 25થી વધુની અટકાયત

આ પણ વાંચો : OMG! સસલાને જીવતું ગળી ગયું આ પક્ષી, વીડિયો જોઈને તમને પણ થશે આશ્ચર્ય