Ahmedabad: નરોડા પાટિયા કેસના આરોપીની થઈ હત્યા, પોલીસે કરી 2 લોકોની ધરપકડ

|

May 02, 2021 | 10:19 PM

અમદાવાદ શહેરમાં હત્યાના એક બાદ એક બનાવ સામે આવી રહ્યા છે, ત્યારે વધુ એક બનાવ નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સામે આવ્યો છે. જેમાં નરોડા પાટિયા આરોપીની જ બે લોકોએ તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી છે. જે ઘટનામાં નરોડા પોલીસે એક સગીર સહિત બે લોકોની ધરપકડ કરી છે.

Ahmedabad: નરોડા પાટિયા કેસના આરોપીની થઈ હત્યા, પોલીસે કરી 2 લોકોની ધરપકડ
પ્રતિકાત્મક તસવીર

Follow us on

અમદાવાદ શહેરમાં હત્યાના એક બાદ એક બનાવ સામે આવી રહ્યા છે, ત્યારે વધુ એક બનાવ નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સામે આવ્યો છે. જેમાં નરોડા પાટિયા આરોપીની જ બે લોકોએ તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી છે. જે ઘટનામાં નરોડા પોલીસે એક સગીર સહિત બે લોકોની ધરપકડ કરી છે.

 

નરોડા પોલીસે કમલેશ ચુનારાની હત્યાના ગુનામાં ધરપકડ કરી છે અને માત્ર કમલેશ નહીં પણ એક સગીરને પણ હત્યાના ગુનામાં પકડવામાં આવ્યો છે. ગત રાતે પોલીસને બાતમી મળી હતી કે નરોડા પાટિયા પાસે સંજય નગર છાપરા પાસે નવાબ કાળુ ઠાકોરની તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરાઈ છે. જે બાતમીના આધારે પોલીસ સ્થળ પર પહોંચી હતી અને તપાસ કરતા સામે આવ્યું કે મૃતકને પકડાયેલા આરોપીઓએ 12થી 15 જેટલા ઘા મારી મોતને ઘાટ ઉતારી નાખ્યો.

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

 

 

પોલીસ તપાસ કરતા સામે આવ્યું કે મૃતક થોડા વર્ષ પહેલા આરોપી કમલેશના પરિવારમાંથી એક મહિલાને ભગાડી ગયો હતો. જેની અદાવત હતી. સાથે જ નાણાંની લેવડ દેવડ અને તાજેતરમાં જ મહિલા સાથે બોલા ચાલી થઈ હતી. જે તમામ બાબતોની અદાવત રાખી કમલેશ અને સગીર નવાબ ઉર્ફે કાળુ ઠાકોર પાસે ગયા હતા. જ્યાં વાતચીત ચાલુ હતી અને તરત સગીર તીક્ષ્ણ હથિયાર સાથે તૂટી પડ્યો અને બાદમાં કમલેશે પણ હાથ સાફ કર્યો.

 

જે ઘટનામાં નવાબ ઉર્ફે કાળુ ઠાકોરનું મોત નિપજતા બંનેની પોલીસે ધરપકડ કરી. તેમજ તપાસમાં આરોપી નોકરી કરતો હોવાનું અને મૃતક નરોડા પાટિયા કાંડમાં આરોપી હોવાનું સામે આવ્યું. જે થોડા સમય પહેલા સાબરમતી જેલમાંથી પેરોલ પર બહાર આવ્યો હતો. હાલ તો પોલીસે સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. તેમજ સગીર સહિત બેની ધરપકડ પણ કરી લીધી છે.

 

ત્યારે પોલીસ હવે એ પણ તપાસ કરી રહી છે કે હત્યા પાછળ હાલ આજ કારણ જવાબદાર છે કે પછી અન્ય કોઈ કારણસર નવાબ ઉર્ફે કાળુ ઠાકોરને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો. જે પોલીસ તપાસમાં જ સામે આવશે. જે માટે પોલીસે તપાસ તેજ કરી છે.

 

આ પણ વાંચો: અમદાવાદ પોલીસે બાંગ્લાદેશના રેમડેસિવિરની કાળા બજારી કરતા વ્યક્તિની કરી ધરપકડ

Next Article