આમ તો મેટ્રો મોનિયલ સાઈટ (Metro Moniel site) પર કોઈ લાલચ આપી લાખો રૂપિયા પડાવ્યા હોવાની વાત કઈક અચરજ જેવી લાગે છે પણ આ હકીકત છે. અને આવી કિસ્સો અમદાવાદમાં (Ahmedabad) સામે આવ્યો છે.
કેવી રીતે આવ્યા સંપર્કમાં
સાઈબર ક્રાઇમની (Crime) ગીરફતમાં આવેલો ઈરફાન ખાન આમ તો યુપીનો રહેવાસી છે. અને તેના પર આરોપ છે કે ઈરફાન ખાને એક ગેંગ માટે અલગ અલગ લોકો પાસેથી આધાર કાર્ડ અને અન્ય દસ્તાવેજ મેળવી મેટ્રો મોનીયલ સાઈડ પર ડુપ્લીકેટ પ્રોફાઈલ બનાવી તેના બેંક એકાઉન્ટ ખોલી આપ્યા હતા. ઈરફાન ખાને એક ગેંગને મેટ્રો મોનીયલ સાઈટ માટે બનાવી આપેલા ડુપ્લીકેટ પ્રોફાઈલ દ્વારા આ ગેંગના સભ્યો યુવતીને વિશ્વાસમાં લઇને તેને પોતાનો શિકાર બનાવતા હતા.
કઈ રીતે યુવતીનો સંપર્ક કરતા
આ ગેંગ દ્વારા જીવનસાથી મેટ્રોમોની સાઇટમાં અમોલ દલવીનાં નામથી એક ડુપ્લીકેટ પ્રોફાઈલ બનાવી હતી. ઈરફાન ખાન દ્વારા બનાવેલી અમોલ દલવીની ડુપ્લીકેટ પ્રોફાઈલ 28 સપ્ટેમ્બરના અમદાવાદની એક યુવતીએ ચેક કરી હતી. અને યુવતીને પસંદ આવી હતી. અમોલ દલવીની પ્રોફાઈલમાં તેના પરિચયમાં લખવામાં આવ્યું હતું કે તે યુ.કેમાં ગ્લાસગો નામની સીટીમાં મોરીશન કન્ટ્રકશન લી. નામની કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરે છે. અને, પોતે પુણેનો રહેવાસી છે અને નાનપણથી યુકેમાં સ્થાઈ થયો છે. તે ભારતની છોકરી સાથે લગ્ન કરવા માગે છે. તેમજ ભારતમાં રહેવા માગે છે. જોકે આ અમોલ દલવીની ડુપ્લીકેટ પ્રોફાઈલથી યુવતી અંજાઈ ગઈ હતી. અને યુવતી સાથે ચેટ દ્વારા તેમજ વ્હોટસેપ ઓડીયો કોલીંગથી વાતચીત કરી તથા તેના ફોટાઓ મોકલી યુવતીને સાથે વિશ્વાસ કેળવ્યો હતો.
કંઈ રીતે યુવતીને ફસાવી
આ ગેંગના સભ્યએ અમોલ દલવી પ્રોફાઇલ ધારકે યુ.કે. થી પાર્સલ મોકલ્યું છે. જેમાં યુ.કે.ની કરન્સી છે જે ભારતીય ચલણ પ્રમાણે બે કરોડ જેટલી થાય છે. તે પાર્સલ છોડવવા માટેનું યુવતીને જણાવ્યું હતું. જે બાદમાં આરોપીઓએ મુંબઇ કસ્ટમ વિભાગમાંથી બોલાતા હોવાનું જણાવી યુ.કે થી પાર્સલ આવેલું છે તેમ યુવતીને જણાવ્યું હતું. આ ઉપરાંત આ ગેંગના સભ્યોએ મુબઇ બ્રિટીશ એમ્બેસીની ઓળખ આપી અમોલ દલવી વતી પાર્સલ છોડાવી આપશે તેવુ યુવતીને જણાવ્યું હતું.
આ ગેંગના સભ્યોએ ભેગા મળી યુવતીને પોતાની જાળમાં ફસાવી હતી. અને બાદમાં રીલાયન્સ ડીલીવરી કંપનીનો ટ્રેક શિપમેન્ટ રેકોર્ડ, યલો ફિવર સર્ટિફિકેટ, દુબઇથી મુબઇની એમીરેટ્સ એર લાઇન ટીકીટ, બ્રિટીશ એમ્બેસી મુબઇનું આઇ.ડી. કાર્ડ વગેરે દસ્તાવેજો ઠગાઇ કરવાના હેતુથી ખોટા બનાવી યુવતીને મોકલી આપી પાર્સલ છોડાવવા માટે ઇન્કમટેક્સ, જી.એસ.ટી., ઇન્સ્યુરશન, આઇ.એમ.એફ., કોર્ટ, સહિતના ચાર્જીસ પેટે 21,79,500 રૂપિયા અલગ અલગ બેંક એકાઉન્ટોમાં ભરાવ્યા હતા. જોકે બાદમાં યુવતીને ખ્યાલ આવતા તેણે સાઈબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી.
જોકે આરોપી યુવતી સાથે અલગ અલગ મોબાઇલ નંબરોથી વાત કરતો હતો અને યુવતી સાથે છેતરપિંડી કરી અલગ અલગ બેંક એકાઉન્ટોમાં પૈસા મેળવ્યા હતા જેથી પોલીસે બેંન્કો માથી માહીતી મેળવી બેંક એકાઉન્ટમા રજીસ્ટર મોબાઇલ નંબરો તેમજ આ ગેંગના સભ્યો યુવતી સાથે વાતચીત કરેલા મોબાઇલ નંબરોની કોલ ડિટેલ મેળવી ટેકનિકલ એનાલીસીસ કરી તેમજ સોશીયલ મીડિયા દ્રારા તપાસ કરતા આરોપી ઇરફાનખાન બેચ્ચેખાન ખાનને દિલ્હીથી પક્ડી પાડવામાં આવ્યો છે.
આરોપીની પૂછપરછ દરમ્યાન તેણે ચોકાવનારી વિગત જણાવી હતી કે આરોપીએ તેના સાગરીતો સાથે મળી યુવતી સાથે ફ્રોડ કરવા માટે આરોપીએ પોતાના આધાર કાર્ડમાં તેના વતનનું એડ્રેસ હતુ તે બદલી ગૌતમબુધનગર, નોયડાનું કરાવી આ આધાર કાર્ડ ઉપર એક નવુ સીમ કાર્ડ ખરીદી કર્યું હતું અને યુવતીના ફ્રોડના નાણા મેળવવા માટે બેંકોમાં એકાઉન્ટો ખોલાવી તેમાં નવા સીમકાર્ડનો નંબર રજીસ્ટર કરાવ્યો હતો.
આ ગેંગ દ્વારા યુવતી સાથે ફ્રોડ કરી યુવતીના બેંક એકાઉન્ટ માથી આરોપીના કેનેરા બેંકના એકાઉન્ટમાં રૂપીયા 9,75,000 ફ્રોડના નાણા જમા થયેલાનું તપાસ દરમ્યાન સામે આવ્યું હતું. આરોપી એલ એન્ડ ટી કન્ટ્રકશન ન્યુ દિલ્હી ખાતે સાઇટ સુપર વાઇઝર તરીકે છેલ્લા એક વર્ષથી નોકરી કરે છે અને એફ.વાય.બી.એ સુધીનો અભ્યાસ કરેલ છે. જોકે પોલીસે હાલ ઈરફાન ખાનની વધુ પૂછપરછ હાથ ધરી ગેંગના અન્ય સભ્યોને પકડવાની કામગીરી હાથ ધરી છે.
આ પણ વાંચો :જંબુસરમાં કોંગી ધારાસભ્ય સી આર પાટીલને આવકારવા હેલિપેડ પહોંચ્યા!!! જોડ તોડની રાજનીતિ કે…?
આલિયા-રણબીરના લગ્ન પ્રસંગે એક NGOએ તેમને ઘોડો-ઘોડી ભેટમાં આપ્યા, નામ પણ છે અદ્ભુત!