AHMEDABAD :જિલ્લા પંચાયતના નાયબ હિસાબનીશ સામે 7 કરોડની ઉચાપતની પોલીસ ફરિયાદ, કારંજ પોલીસે શોધખોળ હાથ ધરી
Ahmedabad Jilla panchayat deputy accountant alleged of fund embezzlement of Rs. 7 Crore

AHMEDABAD :જિલ્લા પંચાયતના નાયબ હિસાબનીશ સામે 7 કરોડની ઉચાપતની પોલીસ ફરિયાદ, કારંજ પોલીસે શોધખોળ હાથ ધરી

| Edited By: | Updated on: Jul 18, 2021 | 6:17 AM

શિક્ષકોની રજા અને બાળકોની ફી ના 7 કરોડ રૂપિયા બારોબાર સગેવગે થઈ ગયા હોવાની અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ ફરિયાદ નોંધાવી છે.

AHMEDABAD : અમદાવાદ જિલ્લા પંચાયત (AHMEDABAD JILLA PANCHAYAT) ના નાયબ હિસાબનીશ (Deputy A ccountant)સામે 7 કરોડની રકમ ચાઉં કરી ગયાની ફરિયાદ નોંધાઈ છે. શિક્ષકોની રજા અને બાળકોની ફી ના 7 કરોડ રૂપિયા બારોબાર સગેવગે થઈ ગયા હોવાની અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ ફરિયાદ નોંધાવી છે. અમદાવાદ જિલ્લા પંચાયતના નાયબ હિસાબનીશે ખોટા બિલો બનાવી 7 કરોડ ઉપર રકમ ચાઉ કરી મળતીયાઓના ખાતામાં જમા કર્યા હોવાની તેમજ સટ્ટામાં રૂપિયા ઉડાવ્યાની ચર્ચા છે.નાયબ હિસાબનીશ રાજેશ રામી (RAJESH RAMI)ની કારંજ પોલીસે શોધખોળ હાથ ધરી છે. અમદાવાદ જિલ્લા પંચાયત ના નાયબ હિસાબનીશ રાજેશ રામીએ નિવૃત્ત થતા શિક્ષકોના 300 રજા પગારના નાણા તેમજ RTE વિદ્યાર્થીઓને મળતા નાણા ફરી વાર ચેક બનાવી ઉપાડ્યા હોવાની અને મળતીયાઓના ખાતામાં જમા કર્યાની ફરિયાદ નોંધાઈ છે.