Ahmedabad: ઓઢવમાં પરિવારની હત્યા કેસની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાંચને સોંપાઇ, FSLની ટીમે પણ ઘટનાસ્થળે તપાસ કરી

|

Mar 30, 2022 | 1:15 PM

મકાનમાંથી દુર્ધંગ આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ કરતા મકાનના અલગ અલગ બેડરૂમ અને એક બાથરૂમમાંથી મૃતદેહ મળી આવ્યા હતા. મૃતકોની વાત કરીએ તો સોનલ વિનોદ મરાઠી, સોનલના 70 વર્ષના દાદી સુભદ્રાબેનની હત્યા કરાઈ છે. તો આ સાથે બે બાળકોમાં પ્રગતિ અને ગણેશની પણ હત્યા થઈ છે.

Ahmedabad: ઓઢવમાં પરિવારની હત્યા કેસની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાંચને સોંપાઇ, FSLની ટીમે પણ ઘટનાસ્થળે તપાસ કરી
4 family members stabbed to death in Viratnagar, Ahmedabad

Follow us on

અમદાવાદ (Ahmedabad)ના ઓઢવના વિરાટનગરમાં એક જ પરિવારના 4 સભ્યોની કરપીણ હત્યા (Murder)થવાની ઘટનાએ ચકચાર મચાવી છે. આ ઘાતકી હત્યા પરિવારના જ મોભી વિનોદ મરાઠીએ કરી હોવાનું સામે આવ્યુ છે. આ ચકચારી હત્યા કેસની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાંચને સોંપવામાં આવી છે. વડસાસુ, પુત્ર-પુત્રી અને પત્નીની કરપીણ હત્યા કરીને ફરાર વિનોદ મરાઠીને શોધવા અમદાવાદ ક્રાઈમ બ્રાંચે વતન સહિતના વિસ્તારોમાં તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ FSLની ટીમે પણ ઘટનાસ્થળે તપાસ કરી છે. મોડી સાંજે ઘટનાની માહિતી મળતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. તો ડેપ્યુટી પોલીસ કમિશનર (Deputy Police Commissioner) પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તપાસ હાથ ધરવામાં આવી હતી.

પત્નીના આડા સંબંધની શંકા હોવાથી વિનોદ અને તેની પત્ની વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. આ વારંવારના ક્લેશને પગલે વિનોદના માથા પર જાણે ખૂન સવાર થયું અને દીકરા-દીકરી સહિત પરિવારના ચાર સભ્યોને મોતને ઘાટ ઉતારી દીધા. ટેમ્પો ચલાવતો વિનોદ મરાઠી દારૂ પીતો હોવાનું સામે આવ્યો છે. મૂળ મહારાષ્ટ્રના બુરહાનપુરનો વતની વિનોદનો પરિવાર સાંગલીમાં સ્થાયી થયો છે. મૃતક દીકરીની માતાએ દીકરીનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો. દીકરીનો સંપર્ક ન થતાં માતાએ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરતા જ હત્યા થયાનું સામે આવ્યું. પોલીસની અત્યાર સુધીની તપાસમાં 4 દિવસ પહેલા જ પરિવારજનોની હત્યા થયાનો ખુલાસો થયો છે. આ પરિવાર દિવ્યપ્રભા સોસાયટીમાં પાછલા 15 દિવસથી જ રહેવા આવ્યો હતો.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

મકાનમાંથી દુર્ધંગ આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ કરતા મકાનના અલગ અલગ બેડરૂમ અને એક બાથરૂમમાંથી મૃતદેહ મળી આવ્યા હતા. મૃતકોની વાત કરીએ તો સોનલ વિનોદ મરાઠી, સોનલના 70 વર્ષના દાદી સુભદ્રાબેનની હત્યા કરાઈ છે. તો આ સાથે બે બાળકોમાં પ્રગતિ અને ગણેશની પણ હત્યા થઈ છે. મૃતદેહો પર તીક્ષ્ણ હથિયારના ઘા મળી આવ્યા હતા. કોહવાઇ ગયેલા મૃતદેહો મળી આવતા ચાર દિવસ પહેલા હત્યા કવામાં આવી હોવાની શંકા છે.

આ સમગ્ર ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે મૃતક સોનલની માતાએ દીકરી મળતી ન હોવાનો રિપોર્ટ લખાવ્યો હતો. જે બાદ તપાસ શરૂ થઈ અને સમગ્ર ઘટના સામે આવી. મહત્વનું છે કે અગાઉ નિકોલમાં આ પરિવાર રહેતો હતો પરંતુ પારિવારીક ઝઘડાને કારણે વિરાટનગર વિસ્તારમાં દિવ્યપ્રભા સોસાયટીમાં 15 દિવસ પહેલા જ રહેવા આવ્યો હતો.

આ પણ વાંચો-

Navsari: ધોરણ 12ના વિદ્યાર્થીનું પરીક્ષા પહેલા હાર્ટ એટેકથી મોત ,પરિવારે મૃતક વિદ્યાર્થીની આંખોનું કર્યું દાન

આ પણ વાંચો-

Surat : ગરીબોની મનાતી સિવિલ હોસ્પિટલમાં ગરીબ દર્દીઓ ભગવાન ભરોસે, સારવાર વિના રઝળતી હાલતમાં

Next Article