Ahmedabad : કાળઝાળ ગરમીથી લોકો ત્રસ્ત, ગરમીનો પારો વધતાં પાણીજન્ય રોગચાળાના કેસ વધ્યા
કોર્પોરેશનના એન્જિનિયરિંગ વિભાગ દ્વારા પાણીની પાઇપ લાઇન બદલવાની અને સાફ કરવાની કામગીરી કરવામાં આવે છે અને આરોગ્ય વિભાગ દ્વારા ક્લોરિનની ગોળીઓનું વેચાણ કરવામાં આવે છે. તો આ સાથે બહારના ફળ કે શેરડીનો રસ તેમજ શિકંજી પીવાનું બને ત્યાં સુધી ટાળવું જોઇએ તેવી અપીલ હેલ્થ વિભાગે કરી છે.
અમદાવાદ(Ahmedabad) શહેરમાં ગરમીનો (Heat Wave) પારો 40 ડિગ્રીને પાર સુધી પહોંચ્યો છે ત્યારે પાણીજન્ય રોગચાળામાં ( water borne diseases) વધારો નોંધાઈ રહ્યો છે.શહેરની અલગ અલગ હોસ્પિટલમાં ઝાડા-ઉલટીના કેસ વધી રહ્યા છે અને આગામી બેથી ત્રણ માસમાં દરમિયાન ખુબજ સાવચેતી રાખવા માટે હેલ્થ વિભાગે અપીલ કરી છે. શહેરમાં ચાલુ વર્ષે ઝાડા ઉલટીના 654 કેસ, કમળાના 360, કોલેરાનો 1 કેસ અને ટાઇફોઇડના 287 કેસ નોંધાયા છે… ચાલુ વર્ષે પાણીના 20 સેમ્પલ અનફિટ સામે આવ્યા છે. જ્યારે કોર્પોરેશનના એન્જિનિયરિંગ વિભાગ દ્વારા પાણીની પાઇપ લાઇન બદલવાની અને સાફ કરવાની કામગીરી કરવામાં આવે છે અને આરોગ્ય વિભાગ દ્વારા ક્લોરિનની ગોળીઓનું વેચાણ કરવામાં આવે છે. તો આ સાથે બહારના ફળ કે શેરડીનો રસ તેમજ શિકંજી પીવાનું બને ત્યાં સુધી ટાળવું જોઇએ તેવી અપીલ હેલ્થ વિભાગે કરી છે.
ત્રણ દિવસ રાજ્યના કેટલાક વિસ્તારમાં કાળઝાળ ગરમી પડશે
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આગામી ત્રણ દિવસ રાજ્યના કેટલાક વિસ્તારમાં કાળઝાળ ગરમી પડશે.આગામી 31 માર્ચ, એક અને બે એપ્રિલે હિટવેવની હવામાન વિભાગે આગાહી કરી છે.હવામાન વિભાગનું માનીયે તો આગામી 31 માર્ચે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હિટવેવ રહેશે જ્યારે 1 અને બે એપ્રિલે રાજકોટ, પોરબંદર, બનાસકાંઠા, સાંબરકાંઠા અને પાટણમાં પણ હિટવેવની આગાહી કરવામાં આવી છે.એટલું જ નહીં અમદાવાદ અને ગાંધીનગરમાં પણ અંગ દઝાડતી ગરમી પડશે.હિટવેવની આગાહીને પગલે લોકોને કામ સિવાય ઘરની બહાર ન નીકળવા હવામાન વિભાગે લોકોને અપીલ કરી છે.
આ પણ વાંચો : Surat : થીમ બેઇઝડ સાડીનું વધતું ચલણ , પુષ્પા બાદ હવે The Kashmir Files ની સાડી માર્કેટમાં આવી
આ પણ વાંચો : ગુજરાતમાં કોરોનાના માત્ર પાંચ કેસ નોંધાયા, 89 દર્દીઓ સાજા થયા