Ahmedabad : રાતોરાત લખપતિ થવાની લાલચ યુવકને ભારે પડી, કાળાબજારી કરતાની સાથે જ પોલીસે દબોચી લીધો

|

Aug 31, 2022 | 11:20 AM

ઓછા સમયમાં પૈસા કમાવવાના ચક્કરમાં ખાલી ગેસ સિલિન્ડર લાવીને યુવક તેમાં ઓછો ગેસ ભરીને સિલિન્ડરની કાળા બજારી કરતો હતો.

Ahmedabad : રાતોરાત લખપતિ થવાની લાલચ યુવકને ભારે પડી, કાળાબજારી કરતાની સાથે જ પોલીસે દબોચી લીધો
Police Areested the accused

Follow us on

અગાઉ ગેસ એજન્સીમાં (Gas Agency) નોકરી કરતા યુવકે સિલિન્ડરની કાળા બજારી શરૂ કરતાની સાથે જ પોલીસે તેની ધરપકડ કરી છે. અમદાવાદમાં ઘરેલુ ગેસ સિલિન્ડરમાંથી ગેસની ચોરી કરી કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં ગેસ રિફિલ કરીને ઊંચા ભાવે કાળાબજારી કરવાની અનેક ઘટનાઓ પોલીસ (Ahmedabad police) ચોપડે નોંધાઇ છે, પરંતુ કાગડાપીઠ પોલીસ મથક વિસ્તારના બહેરામપુરામાં એક શાકભાજીની લારી લગાવતા યુવકે ઓછા સમયમાં વધુ પૈસા કમાવા માટે ગેસ સિલિન્ડરમાં (gas cylinder)ઓછો ગેસ કરી તેને સિલિન્ડરની મૂળ કિંમત કરતા પણ વધુ કિંમતે વેચી આવક મેળવવાનું શરૂ કર્યું હતું.

ઓછો ગેસ રિફિલ કરી સિલિન્ડરને ઊંચી કિંમતે વેચી નાખતો હતો

જોકે આ મામલે પોલીસને જાણ થતા જ પોલીસે બહેરામપુરા વિસ્તારમાં રહેતા અનિલ ઉર્ફે ટીનો પરમાર (Tino parmar)  નામના યુવકની ધરપકડ કરી છે. પોલીસે આરોપી અનિલ પાસેથી ત્રણ ભરેલા સિલિન્ડર અને ત્રણ ખાલી સિલિન્ડર કબજે કર્યા છે. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું કે પકડાયેલો આરોપી અનિલ પરમાર અગાઉ ગેસ એજન્સીમાં નોકરી કરતો હતો, ત્યાંથી નોકરી છૂટી જતા તે જમાલપુર શાકમાર્કેટમાં (Jamalpur market) શાકભાજીની લારી લગાવતો હતો પરંતુ ઓછા સમયમાં વધુ પૈસા કમાવવાની લાલચે તેણે પોતાની પાસે રહેલા ત્રણ ગેસના સિલિન્ડરમાંથી અન્ય ખાલી ગેસ સિલિન્ડરમાં એક નાની પાઇપથી ગેસ રિફિલ કરતો હતો. તો ઓછો ગેસ રિફિલ કરી સિલિન્ડરને બજારભાવ કરતા પણ ઊંચી કિંમતે વેચી નાખતો હતો જેમાં તે દરરોજના અંદાજે 600 રૂપિયા જેટલું કમાતો હોવાનું સામે આવ્યું છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

હાલ તો કાગડાપીઠ પોલીસે (kagdapitha police)  આરોપીની વધુ પૂછપરછ શરૂ કરી છે, ત્યારે આ ગુનામાં આરોપીની સાથે ગેસ એજન્સીનો કોઈ કર્મચારી સામેલ છે કે કેમ અથવા તેણે અત્યાર સુધીમાં કેટલા ગેસને રીફીલ કરીને કાળા બજારી કરી છે તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે.

Published On - 11:14 am, Wed, 31 August 22

Next Article