Ahmedabad : એક્સિડેન્ટના બહાને ખેલાતો હતો નાણાં પડાવવાનો ખેલ, આ રીતે થયો પર્દાફાશ

|

Jan 07, 2022 | 5:15 PM

પૈસા પડાવવા અને ખંડણી ઉઘરાવવા અનેક ગેંગ સક્રિય હોય છે. પરંતુ અમદાવાદમાં વધુ એક ગેંગએ આંતક મચાવ્યો છે. એક્સિડન્ટ કરીને ફ્રેકચર થયું હોવાનું કહીને ઓપરેશનના નામે ખંડણી ઉઘરાવે છે.

Ahmedabad : એક્સિડેન્ટના બહાને ખેલાતો હતો નાણાં પડાવવાનો ખેલ, આ રીતે થયો પર્દાફાશ
Ahmedabad Accident (File Image)

Follow us on

જો તમારી સાથે કોઈ અકસ્માત સર્જે (Accident)અને ઓપરેશન (Operation) માટે નાણાં (Money)માંગે તો જરા ચેતજો. કેમ કે કેટલાક શખ્સો લોકો પાસે અકસ્માત કરીને પૈસા પડાવી રહ્યા છે. આવી જ એક ઘટનામાં એક ગેંગનો (Gang) પર્દાફાશ થયો છે. જેમાં અમદાવાદના (Ahmedabad)કુબેરનગરના એક ડોક્ટરની ગાડી સાથે અકસ્માત કરીને ફ્રેકચરના નામે નાણાં ઉઘરાવતા સમગ્ર પોલ ખુલી પડી. જે અંગે સરદારનગર પોલીસે એક આરોપીની અટકાયત કરી તપાસ શરૂ કરી.

ડોક્ટર ની કાર સાથે અકસ્માત કરવો ભારે પડ્યો

પૈસા પડાવવા અને ખંડણી ઉઘરાવવા અનેક ગેંગ સક્રિય હોય છે. પરંતુ અમદાવાદમાં વધુ એક ગેંગએ આંતક મચાવ્યો છે. એક્સિડન્ટ કરીને ફ્રેકચર થયું હોવાનું કહીને ઓપરેશનના નામે ખંડણી ઉઘરાવે છે. પરતું આ ગેંગએ એક ડોક્ટર ની કાર સાથે અકસ્માત કરવો ભારે પડ્યો અને ભાંડો ફૂટ્યો. જે ગેંગના ઉંમર પઠાણને પોલીસે ઝડપી લીધો છે.

એક્સરે ઓર્થોપેડિક ડોક્ટરને બતાવ્યો તો ગેંગનો ભાંડો ફૂટ્યો

આ ઘટનાની વાત કરીએ તો કુબેરનગરમાં રહેતા ડોકટર મનોજ કોડવાણી ક્લિનિકથી પોતાના કારમાં જઈ રહ્યા હતા. ત્યારે એક્સિડન્ટ ગેંગના બે વ્યકિત એક્ટિવા લઈને આવીને અકસ્માત કર્યો. જેમાં ઉમર પઠાણને હાથમાં ફ્રેકચર થયું અને ડોકટર પાસે સારવાર કરવા લઈ ગયા. જેમાં એક્સરેમાં ઇન્જરી બતાવી રૂપિયા 65 હજાર ઓપરેશનના માંગ્યા. હતા. જે એક્સરે ઓર્થોપેડિક ડોક્ટરને બતાવ્યો તો ગેંગનો ભાંડો ફૂટ્યો. અમે બાદમાં જે ડોકટર સાથે બનાવ બન્યો તેને સમાજના આગેવાનોની મદદ લઈને ગેંગના સભ્યને નાણાં લેવા બોલાવ્યા અને પોલીસને હવાલે કર્યા.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

પોલીસ ગેંગના સાગરીત મહેશ ઠાકોરને ઝડપી પાડ્યો છે. જે મહેશ ઠાકોર સાથે ઉમર પોતાનુ વાહન લઈને નીકળતા હતા અને ત્યાર બાદ કોઈ પણ વાહન સાથે અકસ્માત કરીને ફ્રેકચરનું નાટક રચતા હતા. ઉમરના હાથના ખભે પહેલેથી ફેકચર છે. પરંતુ આરોપીએ ઓપરેશન કરાવવાના બદલે આ ફેકચરથી લોકોને લૂંટવાનુ ષડયંત્ર શરૂ કર્યુ.

ચાર વર્ષથી આ ગેંગ અકસ્માત કરીને લોકો પાસેથી પૈસા પડાવી રહી છે

જેમાં તે અકસ્માત કરીને એકસરે કઢાવતો હતો. જયા ફ્રેકચર બતાવવા હતા. અને હોસ્પીટલમા સારવારના ખર્ચ પેટે પૈસા પડાવતા હતા. જેના કેટલાક સીસીટીવી પણ આવ્યા. તો આ પ્રકારે આ ગેંગ અનેક લોકોને ટાર્ગેટ કર્યા. પરંતુ જયારે એક ડોકટરને ઠગવાનો પ્રયાસ કર્યો તો ખબર પડી કે આ ફ્રેકચર 2018મા થયેલુ છે અને છેલ્લા ચાર વર્ષથી આ ગેંગ અકસ્માત કરીને લોકો પાસેથી પૈસા પડાવી રહી છે.

આ એકસીડેન્ટ ગેંગએ અનેક લોકો પાસેથી ફેકચરના નામે ખડંણી ઉઘરાવી છે. આ ગેંગનો માસ્ટર માઈન્ડ ઉમર પઠાણ હજુ ફરાર છે. જેથી પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે. સાથે જ આરોપી અન્ય ગુનાહિત ઇતિહાસ ધરાવે છે કે કેમ તે દિશામાં પણ પોલીસ તપાસમાં લાગી છે.

તો બીજી તરફ આ પ્રકારના બનાવને લઈને કુબેરનગરના રહીશોએ લોકોથી સાવધાન રહેવા અપીલ કરી છે. જો આવા બનાવ બને તો સામેની વ્યક્તિની ખરાઈ કરવી અથવા શંકા લાગે તો પોલીસનો સંપર્ક કરવા સલાહ આપી છે. જેથી ફરી કોઈ વ્યક્તિ આ પ્રકારની ઘટનાનો ભોગ ન બને.

આ પણ વાંચો : Ahmedabad : સ્કુલ બોર્ડનું વર્ષ 2022-23નું 887 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું, અંગ્રેજી-ગુજરાતી માધ્યમની શાળાઓ શરૂ કરવા જોગવાઇ

આ પણ વાંચો :  Surat: હવે ચેતી જવાની જરૂર, હોસ્પિટલમાં દાખલ થવાનો દર ધીમી રીતે વધી રહ્યો છે

Next Article