Ahmedabad: સાયબર ક્રાઇમે ગુજરાતમાં ચાલતા કોલ સેન્ટરનો કર્યો પર્દાફાશ, અમેરિકન એજન્સીની માહિતીના આધારે ઝડપાયા આરોપી

અમેરિકન એજન્સી દ્વારા મળેલી માહિતીના આધારે સાયબર ક્રાઇમે ગુજરાતમાં ચાલતા કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો છે

Ahmedabad: સાયબર ક્રાઇમે ગુજરાતમાં ચાલતા કોલ સેન્ટરનો કર્યો પર્દાફાશ, અમેરિકન એજન્સીની માહિતીના આધારે ઝડપાયા આરોપી
Cyber crime busts call center in Gujarat
| Edited By: | Updated on: Aug 27, 2021 | 11:09 PM

Ahmedabad: અમેરિકન એજન્સી દ્વારા મળેલી માહિતીના આધારે સાયબર ક્રાઇમે ગુજરાતમાં ચાલતા કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો છે. જેમાં કોલ સેન્ટરના પ્રોસેસિંગનું કામ કરતો માસ્ટર માઇન્ડ રવિ રામી (Ravi Rami) સહીત બે આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીની પૂછપરછમાં કોલ સેન્ટરના કાળા કારોબારમાં વધુ ખુલાસો થાય તેવી સંભાવના પોલીસ સેવી રહી છે.

 

સાઈબર ક્રાઇમ પોલીસના સકંજામાં દેખાતા આ બન્ને આરોપીઓના નામ છે રવિ રામી અને પાર્થ ગૌતમ ભટ્ટ. જેમાં માસ્ટર માઇન્ડ રવિ રામી અમેરિકન નાગરિકોના રૂપિયા ગુગલ પ્લે કાર્ડમાં તથા જુદા જુદા ગિફ્ટ કાર્ડનું પ્રોસેસિંગ કરવામાં માહેર છે. આરોપી પાર્થ ભટ્ટ અમેરિકન નાગરિકોને ફેક કોલ સેન્ટરમાંથી લોન આપનાર કંપનીના અધિકારી તરીકે ફોન કરી અલગ-અલગ ગીફ્ટ કાર્ડમાં રૂપિયા નાખવાનું કહેતો હતો.

અને બાદમાં તેને ભારતીય ચલણમાં કન્વર્ટ કરવા માસ્ટર માઈન્ડ રવિ રામીને કાર્ડ આપવામાં આવતા. પણ આ ભેજાબાજ આરોપીઓના કૌભાંડની માહિતી મળતા સાયબર ક્રાઇમના અધિકારીઓ દ્વારા તેમને ઝડપી પાડવામાં આવ્યા છે.

સાયબર ક્રાઈમને અમદાવાદથી લઈને અમેરિકા સુધીના બોગસ કોલ સેન્ટરના કનેક્શન મળ્યા છે. જેમાં બોગસ કોલ સેન્ટરના પ્રોસેસિંગનો માસ્ટરમાઈન્ડ રવિ રામીને ઝડપી લીધા બાદ કોલ સેન્ટરની દુનિયામાં ચકચાર મચી ગયો છે. આરોપી રવિ રામી અને તેનો સાગરીત પાર્થ ભટ્ટ સાયબર ક્રાઈમના સકંજામાં આવતા બોગસ કોલ સેન્ટરના અને મોટું કૌભાંડ સામે આવે તેવી ચર્ચા એ જોર પકડ્યું છે.

ત્યરે ગિફ્ટ કાર્ડમાં આવતા વિદેશી નાણાઓને ભારતીય નાણામાં રૂપાંતરિત કરવાનું એટલે કે પ્રોસેસિંગ કરવાનું કામ માસ્ટર માઇન્ડ આરોપી રવિ રામીનું છે. અગાઉ પણ આરોપી રવિ કોલ સેન્ટર કેસમાં ઝડપાઈ ચૂક્યો છે. પરંતુ આ વખતે આરોપી રવિને ઝડપીને સાયબર ક્રાઇમ દ્વારા અમદાવાદથી અમેરિકા સુધીના તમામ બોગસ કોલ સેન્ટરના કનેક્શન સામે આવ્યુ છે.

સાયબર ક્રાઇમ દ્વારા પકડવામાં આવેલા બોગસ કોલ સેન્ટરના બંને ભેજાબાજ શખ્સોની સાથે સાથે અમેરિકન નાગરિકોના ડેટા લઈ બોગસ કોલ સેન્ટર ચલાવતા બેંગ્લોરના વિશાલ પટેલ તથા હૈદરાબાદના રવી ક્રિશ્ચિયનના નામ તપાસમાં ખુલ્યા છે. તેને પકડવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે. નોંધનીય છે કે, બોગસ કોલ સેન્ટરનું કૌભાંડ આટલેથી અટકતું નથી.

રવિ રામીની પૂછપરછમાં અનેક બોગસ કોલ સેન્ટર અને આરોપીઓના નામ બેનકાબ થાય તેવું પોલીસ માની રહી છે. પણ હવે જોવાનું એ રહેશે કે, સાયબર ક્રાઇમ આ ભેજાબાજ આરોપીઓ પાસેથી માહિતી કેવી રીતે કઢાવે છે.

 

આ પણ વાંચો: Rajasthan : મુખ્યમંત્રી અશોક ગેહલોતની તબિયત લથડી, છાતીમાં દુખાવો થતા સવાઈ માનસિંહ હોસ્પિટલમાં કરાયા દાખલ

આ પણ વાંચો: ‘અમારા સૈનિકોએ હજારો લોકોના જીવ બચાવતાં પોતાના જીવનું બલિદાન આપ્યુ છે,’ આતંકી હુમલાને લઇને બોલ્યા કમલા હેરિસ

Published On - 5:39 pm, Fri, 27 August 21

Follow Us