Ahmedabad: ફિલ્મી સ્ટોરીની જેમ ક્રાઈમ બ્રાન્ચે મહિલાની રિવોલ્વર, ઇમ્પોર્ટેડ કર્ટિઝ સોનાં ચાંદીનાં દાગીના સાથે કરી ધરપકડ

|

Nov 30, 2021 | 8:19 PM

Ahmedabad: ક્રાઇમ બ્રાન્ચની ગીરફમાં ઉભેલ મહિલાનું નામ ધનલક્ષ્મી પરમાર ઉર્ફે મનીષા છારા.

Ahmedabad: ફિલ્મી સ્ટોરીની જેમ ક્રાઈમ બ્રાન્ચે મહિલાની રિવોલ્વર, ઇમ્પોર્ટેડ કર્ટિઝ સોનાં ચાંદીનાં દાગીના સાથે કરી ધરપકડ
Crime Branch arrests woman

Follow us on

Ahmedabad: ક્રાઇમ બ્રાન્ચની ગીરફમાં ઉભેલ મહિલાનું નામ ધનલક્ષ્મી પરમાર ઉર્ફે મનીષા છારા. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની સ્કોડને બાતમી મળી હતી કે કુબેરનગરની મહિલા પાસે ઇમ્પોર્ટેડ કર્ટિઝ સોનાં ચાંદીનાં દાગીના મોબાઈલ છે. તે તમામ મુદ્દામાલ ચોરી નો છે.

જેના આધારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે કુબેરનગર ખાતેના સિલ્વર જ્યોત સોસાયટીના મકાન ન 314/2 માં સર્ચ કર્યું હતું. જેમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમને એક ઇમ્પોર્ટેડ રિવોલ્વર, 9 કરતિઝ , સોનાનો હાર અલગ અલગ કંપનીના 7 ફોન એમ મળી કુલ ૧૧ લાખથી વધુ કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી.

ક્રાઇમ.બ્રાન્ચની ટીમે મહિલા આરોપી ધનલક્ષ્મી પરમાર ઉર્ફે મનીષા છારાની તમામ મુદ્દામાલ વિશે સઘન પૂછપરછ કરતા ચોકાવનારી વિગતો સામે આવી હતી. ઈમ્પોર્ટેડ રિવોલ્વર, 9 કારતિઝ મૃતક દિયર રાજેશ પરમાર અને સાસુ શોભા પરમારે આપ્યા હતા.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

ક્રાઈમ બ્રાન્ચની ટીમે વધુ તપાસ હાથ ધરતા મૃતક સાસુ અને દિયર ઘરફોડ ચોરી કરતા હતા અને આ ઘરફોડ ચોરીનો તમામ મુદ્દામાલ મહિલા આરોપીને સાચવવા માટે આપ્યો હોવાનું પોલીસ સામે કબુલાત કરી છે. તેમાં સાસુ શોભા પરમાર 2003માં અને દિયર 2010માં મૃત્યુ પામ્યા છે. છેલ્લા 10 વર્ષ થી રિવોલ્વર અને ચોરીનો મુદ્દામાલ પોતાની પાસે છૂપાવી રાખ્યો હોવાની કબૂલાત કરી છે.

ત્યારે મહિલા આરોપીએ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારીને જણાવેલી થીયેરી શંકાસ્પદ લાગતા રિવોલ્વર , સોનાના હાર અને 7 મોબાઈલ અંગે તાપસ હાથ ધરી હતી જેમાં કુબેર નગરમાં દારૂ પીવા આવતા લોકોને પૈસાની જરૂર હોવાથી સસ્તા ભાવે ચોરીના મોબાઇલ લઈ ઉચાભવે વેચવાના ઇરાદેથી મોબાઈલ પોતાની પાસે રાખ્યા હતા. રિવોલ્વર કોની છે એ અંગે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે રિવોલ્વર નંબર પરથી મૂળ માલિક સુધી પહોંચવા માટેની તૈયારીઓ હાથ ધરી છે.

 

આ પણ વાંચો: યુજીસીએ આપી સૂચના, યુનિવર્સિટી અને કોલેજોમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ જલ્દીથી ભરવામાં આવે

આ પણ વાંચો: UPSC Success Story: એક સમયે અભ્યાસથી દુર ભાગતા કુમાર અનુરાગ આ રીતે બની ગયા IAS ઓફિસર, વાંચો એમની રસપ્રદ કહાની

Next Article