Ahmedabad: મંદિરોમાંથી ચોરી કરતા બે આરોપીની ક્રાઈમ બ્રાંચે કરી ધરપકડ, આ કારણે બન્ને સાઢુ ચોરીના રવાડે ચડ્યા, જાણો સમગ્ર મામલો

|

Nov 30, 2021 | 9:00 PM

જમણ વારમાં લાડુ અને સગપણમાં સાઢુ જરૂરી છે. પરંતુ ક્રાઈમ બ્રાંચે બે એવા સાઢુની ધરપકડ કરી છે. જે સાથે મળી મંદિરમાં ચોરીના ગુનાને અંજામ આપતા હતા.

Ahmedabad: મંદિરોમાંથી ચોરી કરતા બે આરોપીની ક્રાઈમ બ્રાંચે કરી ધરપકડ, આ કારણે બન્ને સાઢુ ચોરીના રવાડે ચડ્યા, જાણો સમગ્ર મામલો
આરોપીઓ

Follow us on

Ahmedabad: જમણ વારમાં લાડુ અને સગપણમાં સાઢુ જરૂરી છે. પરંતુ ક્રાઈમ બ્રાંચે બે એવા સાઢુની ધરપકડ કરી છે. જે સાથે મળી મંદિરમાં ચોરીના ગુનાને અંજામ આપતા હતા. લોક ડાઉન બાદ સોનીના ધંધામાં મંદી આવ્યા બાદ બન્ને સાઢુ ચોરીના રવાડે ચડ્યા અને 16 મંદિરમાં ચોરીને અંજામ આપ્યો હતો. ક્રાઈમ બ્રાંચે આરોપી પાસેથી મંદિર ચોરીનો મુદ્દામાલ અને ગુનામાં વપરાયેલી ગાડી કબ્જે કરી છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાંચની કસ્ટડીમાં રહેલા આ બે આરોપીના નામ અતુલભાઈ સોની અને ભરત સોની છે. બન્નેની ધરપકડ મંદિરમાં ચોરીના ગુનામાં કરવામાં આવી છે. આરોપીની પુછપરછ કરતા સામે આવ્યુ કે, આરોપીએ છેલ્લા 7 મહિનામાં 16 જેટલા મંદિરને ટાર્ગેટ કરી ચોરીને અંજામ આપ્યો હતો. આરોપી દિવસના સમયે મંદિરમાં જતા અને સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમની ચોરી કરતા હતા. સાથે જ બન્ને આરોપી સોની હોવાથી દાગીના ગાળી તેની રણી બનાવી લેતા હતા.

આરોપીના ગુના અંગે પુછપરછ કરતા સામે આવ્યુ કે આરોપીઓ અમરેલી, ગારીયાધાર,માણસા,વિરમગામ, મહેમદાબાદ, સાણંદ, ધોળકા જેવા વિસ્તારમાં ચોરીને અંજામ આપ્યો હતો. અતુલ સોની અને ભરત સોની બન્ને સોનાના દાગીના બનાવવાનુ કામ કરતા હતા. પરંતુ કોરોના બાદ ધંધામાં મદી આવતા જમીન દલાલીનુ કામ ચાલુ કર્યુ હતુ. જોકે તેમાં પણ મંદી આવતા માથે દેવુ થયું. પરંતુ તે દેવામાંથી છુટવા માટે મંદિર ચોરીને અંજામ આપવા લાગ્યા હોવાનુ સામે આવ્યુ છે. જેથી પોલીસે આરોપી ચોરીનો મુદ્દામાલ કોને વેચતો હતો તે અંગે તપાસ હાથ ધરી છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ક્રાઈમ બ્રાન્ચે મહિલાની રિવોલ્વર, ઇમ્પોર્ટેડ કર્ટિઝ સોનાં ચાંદીનાં દાગીના સાથે કરી ધરપકડ

ક્રાઇમ બ્રાન્ચની ગીરફમાં ઉભેલ મહિલાનું નામ ધનલક્ષ્મી પરમાર ઉર્ફે મનીષા છારા. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની સ્કોડને બાતમી મળી હતી કે કુબેરનગરની મહિલા પાસે ઇમ્પોર્ટેડ કર્ટિઝ સોનાં ચાંદીનાં દાગીના મોબાઈલ છે. તે તમામ મુદ્દામાલ ચોરી નો છે. જેના આધારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે કુબેરનગર ખાતેના સિલ્વર જ્યોત સોસાયટીના મકાન ન 314/2 માં સર્ચ કર્યું હતું. જેમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમને એક ઇમ્પોર્ટેડ રિવોલ્વર, 9 કરતિઝ , સોનાનો હાર અલગ અલગ કંપનીના 7 ફોન એમ મળી કુલ ૧૧ લાખથી વધુ કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી.

આ પણ વાંચો: યુજીસીએ આપી સૂચના, યુનિવર્સિટી અને કોલેજોમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ જલ્દીથી ભરવામાં આવે

આ પણ વાંચો: UPSC Success Story: એક સમયે અભ્યાસથી દુર ભાગતા કુમાર અનુરાગ આ રીતે બની ગયા IAS ઓફિસર, વાંચો એમની રસપ્રદ કહાની

Published On - 8:45 pm, Tue, 30 November 21

Next Article