તાજેતરમાં સુરત કોર્ટે દુષ્કર્મ કેસમાં આરોપીને આજીવન કેદની સજા કરવામાં આવી. ત્યાં બીજી તરફ અમદાવાદ ખાતે વેજલપુરમાં 5 વર્ષ પહેલા થયેલ એક હત્યા કેસમાં 6 આરોપીઓને આજીવન કેદની સજા કરાઈ છે. વેજલપુરમાં હત્યા કેસ મામલે 5 વર્ષ બાદ કોર્ટે ચુકાદો આપ્યો હતો. આ ચુકાદામાં કોર્ટે આરોપીઓને આજીવન કેદની સજા આપી છે.
વર્ષ ૨૦૧૬માં વેજલપુરમાં હત્યા કેસમાં ન્યાય પૂર્ણ ચુકાદો આવી ગયો છે.જે કેસમાં પિતા અને ચાર દીકરા અને એક જમાઈ એમ 6 લોકોને હત્યા કેસમાં પકડવામાં આવ્યા હતા. જોકે આજ દિન સુધી કોર્ટમાં તારીખ પડતી રહી. પણ ગત રોજ હત્યા કેસમાં સેશન્સ કોર્ટ મહત્વનો ચુકાદો આપ્યો. જે ચુકાદામાં 6 આરોપીઓને સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે.
ઘટનાની જો વાત કરીએ તો,
મૃતક અમીતના ભાઈ મુકેશ ચુનારા સામાજિક કાર્યકર કે જેઓ ભાઠાના મકાન પડી ગયા તેમા મકાનની ફાળવણીમાં મુકેશભાઈ કામ કરતા. જેઓને વિઠલ વાલજી દંતાણીએ વધુ એક મકાન ફાળવવા દબાણ કર્યું. જોકે મુકેશ ચુનારાએ કામ ન કરતા મુકેશ ચુનારાના ઘરમાં જઈને વિઠલ અને તેના દિકરાઓએ મારામારી કરી. જે મારામારીની ઘટનામાં અમિત સહિત 4 ભાઈને માર મારતા અમિતનું મોત થયું જ્યારે અન્ય ત્રણ ભાઈ ઘાયલ થયા. જેમાં બેની હાલત તે સમયે ગંભીર હતી. જોકે તેઓ મોતને માત આપી બચી ગયા. ત્યારે 5 વર્ષ પહેલાં બનેલી આ ઘટનામાં મૃતક તરફી ચુકાદો આવતા મૃતકના પરિવારે મોડે મોડે પણ ન્યાય મળ્યાની ખુશી વ્યક્ત કરી. તો કોરોનાને કારણે કેસનો ચુકાદો આવવામાં સમય લાગયાનું વકીલ રમેશ પટણીએ જણાવ્યું.
5 વર્ષ બાદ પણ ન્યાય મળતા ચુનારા પરિવારે ખુશી વ્યક્ત કરી. જોકે દીકરો અને ભાઈ ગુમાવ્યો હોવાથી ન્યાયની ક્ષણે પણ પરિવારની આંખમાં આંસુ જોવા મળ્યા. જે પરિવાર જનોએ રડતા રડતા પણ સેશન્સ કોર્ટ બહાર વકીલનો ન્યાય આવવા આભાર માન્યો હતો.આમ આ કેસમાં પાંચ વર્ષ બાદ કોર્ટના ચુકાદાથી આરોપીઓને સજા મળી છે. અને ભોગ બનનાર પરિવારને ન્યાય પણ મળ્યો છે.
Published On - 6:18 pm, Fri, 17 December 21