Ahmedabad: નકલી પોલીસ બની લોકોને લૂંટતો આરોપી પકડાયો, આ ખાસ મોડેસ ઓપરેન્ડીને લઈ પોલીસથી બચતો રહ્યો

|

Feb 11, 2022 | 7:20 AM

તપાસમાં સામે આવ્યું છે કે આરોપી મહંમદ હમજા શેખે અગાઉ ગાંધીનગર અને કાલુપુરમાં પણ નકલી પોલીસ બનીને લૂંટ કરી હતી.

Ahmedabad: નકલી પોલીસ બની લોકોને લૂંટતો આરોપી પકડાયો, આ ખાસ મોડેસ ઓપરેન્ડીને લઈ પોલીસથી બચતો રહ્યો
Ahmedabad: Accused of robbing people by becoming fake police caught

Follow us on

અમદાવાદ (Ahmedabad)ની વેજલપુર પોલીસે (Vejalpur Police) નકલી પોલીસ બનીને લોકોમાં રોફ જમાવી લૂંટ કરતા આરોપીઓ પૈકી એકની ધરપકડ કરી છે. પકડાયેલો આરોપી લોકોને ગેરમાર્ગે દોરવા એક ખાસ મોડેસ ઓપરેન્ડી અપનાવતો હતો. લોકોને છરી બતાવી લૂંટ કરી ફરાર થઇ જતો હતો. એક પોલીસ ફરિયાદ મળ્યાના ગણતરીના કલાકોમાં જ પોલીસે આરોપીને ઝડપી લીધો છે.

આરોપીની ખાસ મોડેસ ઓપરેન્ડી

વેજલપુરની પોલીસે નકલી પોલીસ બનીને લોકોને લૂંટતા આરોપી મહંમદ હમજા શેખની ધરપકડ કરી છે. પકડાયેલો આરોપી લૂંટ બાદ પકડાઇ ન જાય તે માટે એક ખાસ મોડેસ ઓપરેન્ડી અપનાવતો હતો. આ આરોપી પોલીસના વેશમાં અને લાંબા વાળ રાખીને આવતો હતો. લૂંટને અંજામ આપી દીધા બાદ માથામાં મુંડન કરાવીને ખુલ્લેઆમ ફરતો હતો. આરોપી લૂંટ બાદ તેની ઓળખ ન થાય અને પોલીસ તેને પકડી ન શકે તે માટે આ મોડેસ ઓપરેન્ડી વાપરતો હતો. આમ છતા અસલી પોલીસના હાથથી તે બચી શક્યો નથી. ફરિયાદ મળતા જ પોલીસે તેને થોડા જ કલાકોમાં ઝડપી લીધો છે.

વેજલપુર વિસ્તારમાં આ આરોપીએ એક લૂંટને અંજામ આપ્યો હતો, વેજલપુર વિસ્તારમાં આરોપી મહંમદ હમજા અને તેના સાગરીતે નકલી પોલીસ બની છરી બતાવી એક યુવક પાસેથી રૂપિયા 18 હજારની લૂંટ કરી હતી અને બાદમાં બંને આરોપી ફરાર થઈ ગયા હતા. આ બંને આરોપી પૈકી આરોપી મહંમદ હમજાને પોલીસે પકડી લીધો છે. જો કે તેનો સાગરીત હજુ પોલીસ પકડથી દુર છે.

પ્રીતિ ઝિન્ટા જેટલી જ સુંદર છે તેની ભત્રીજી, 12 વર્ષ પહેલા કર્યું હતું ડેબ્યૂ
Health Tips : ઉનાળામાં ગુંદ ખાવાથી આટલા રોગ થશે છૂમંતર !
માત્ર 189માં મળી રહ્યો 28 દિવસનો પ્લાન ! Jioની ધમાકેદાર ઓફર
ત્વાચા પરથી ટેનિંગ દૂર કરવાના 5 અસરકારક ઘરેલુ ઉપાય
રાત્રે ક્યારેય પાયલનો અવાજ સાંભળાયો છે? જાણો તે શુભ છે કે અશુભ
આમિર ખાન અને ગૌરી સ્પ્રૈટની ઉંમરમાં કેટલું અંતર છે? જાણો

અગાઉ પણ ગુના આચર્યા

વેજલપુરમાં લૂંટ કર્યા બાદ આરોપી ફરાર થઈ ગયા હતા. પોલીસે લૂંટમાં ઉપયોગ લેવાયેલા વાહન CCTV અને ચોક્કસ બાતમીના આધારે ફતેવાડી કેનાલ નજીક આરોપીની ધરપકડ કરી. આરોપીની ધરપકડ બાદ પૂછપરછ કરતા પોલીસ તેને ઓળખી ના શકે તે માટે મુંડન કરાવી દેતો હોવાની કબુલાત કરી અને પોતાના મોજશોખ પૂરા કરવા માટે નકલી પોલીસ બનીને લૂંટ કરતો હોવાનું પણ કબુલ્યુ છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપી મહંમદ હમજા શેખે અગાઉ ગાંધીનગર અને કાલુપુરમાં પણ નકલી પોલીસ બનીને લૂંટ કરી હતી.

હાલમાં તો પોલીસે લૂંટને અંજામ આપનાર બે આરોપી પૈકી એક આરોપીની ધરપકડ કરી છે. આ આરોપીએ અનેક ગુના આચાર્ય હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે. આ ઉપરાંત ફરાર આરોપીની પકડવા જુદી જુદી ટીમો બનાવીને શોધખોળ શરૂ કરી.

આ પણ વાંચો-

નેશનલ હેલ્થ મિશનની વિવિધ યોજનાના લાભાર્થીઓને સિંગલ ક્લિકથી મળશે નાણાંની સહાય, મુખ્યપ્રધાને ઇલેક્ટ્રોનિક ફંડ ફ્લો એપ્લિકેશન મોડેલ-2નો કરાવ્યો પ્રારંભ

આ પણ વાંચો-

વિદેશમાં ભણવા જતા વિદ્યાર્થીઓ રહો સચેત, કેનેડાની 3 કોલેજો અચાનક બંધ થવાને કારણે ગુજરાત સહિત હજારો ભારતીય વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં

Next Article