Ahmedabad : પોલીસ ગિરફ્તથી બચવા આરોપીએ ઝેર પીધુ, પોલીસ પર લગાવ્યા ગંભીર આરોપો

|

Dec 01, 2021 | 6:42 PM

તો આ તરફ પોલીસ (police) પર ઉઠેલા આક્ષેપને લઈને (sardarnagar) સરદાર નગર પોલીસ સ્ટેશન(police station) ના પીઆઇને પૂછતાં તેઓએ આક્ષેપ ફગાવ્યા હતા. સાથે જ દવા પીનાર મેહુલ ઇન્દ્રેકર  ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું પોલીસનું નિવેદન હતું.

Ahmedabad : પોલીસ ગિરફ્તથી બચવા આરોપીએ ઝેર પીધુ, પોલીસ પર લગાવ્યા ગંભીર આરોપો
અમદાવાદ : ક્રાઇમ

Follow us on

અમદાવાદ (Ahmedabad ) ના સરદારનગરમાં એક આરોપીએ(Accused) પોલીસ (police) ગિરફતથી બચવા માટે ઝેરી દવા પીને આપઘાત (suicide)નો પ્રયાસ કર્યો. તેમજ પોલીસ તેને દારૂનો ધંધો શરૂ કરવા દબાણ કરતા હોવાના આક્ષેપ કર્યા. જે આક્ષેપને પોલીસે ફગાવ્યા છે.

સરદારનગર (sardarnagar) વિસ્તારમાં રહેતા અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા મેહુલ ઇન્દ્રેકરે 29 નવેમ્બરે રાત્રે ઝેરી દવા પીને આપઘાત(suicide) કરવાનો પ્રયાસ કર્યો. જે ઘટના બાદ મેહુલના પત્નીનો વીડિયો વાયરલ (video viral) થયો. કે જેમાં મેહુલના પત્નીએ પોલીસ તેને દારૂનો ધંધો શરૂ કરવા દબાણ કરતા હોવાના આક્ષેપ સાથે દવા પીધી હોવાના આક્ષેપ કર્યા. જે ઘટનામાં પોલીસે મેહુલને સારવાર માટે હોસ્પિટલ ખસેડી આપ્યો છે. આ મામલે મેહુલના પરિવારે ન્યાયની માંગ કરી છે.

તો આ તરફ પોલીસ (police) પર ઉઠેલા આક્ષેપને લઈને (sardarnagar) સરદાર નગર પોલીસ સ્ટેશન(police station) ના પીઆઇને પૂછતાં તેઓએ આક્ષેપ ફગાવ્યા હતા. સાથે જ દવા પીનાર મેહુલ ઇન્દ્રેકર  ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું પોલીસનું નિવેદન હતું. જેમાં મેહુલ ઇન્દ્રેકર અગાઉ 1 લૂંટ, 2 ચોરી અને 3 દારૂના ગુનામાં આરોપી (Accused) હોવાનું સામે આવ્યું. જેમાં 2021 ના એક દારૂના ગુનામાં મેહુલ ફરાર હોવાથી પોલીસ તેને પકડવા જતા તે સમયે મેહુલ દવા પીને આ આક્ષેપો  લગાવ્યાનુ પોલીસે નિવેદન આપ્યું. જે ઘટનામાં રાત્રે દાખલ કરેલ મેહુલની હાલત સુધરતા જ તેને ડિસ્ચાર્જ કરતા પોલીસે તેની ધરપકડ કરી કાર્યવાહી કરી હતી.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

હાલ તો (police) પોલીસે મેહુલ ઇન્દ્રેકરના નાટક બાદ તેની ધરપકડ કરી લીધી છે. ત્યારે આ ઘટના પરથી એ પણ ફ્લાઇટ થાય છે કે પોલીસ પર ખોટું દબાણ કરવાનું એક પણ નહીં ચાલે અને તેઓ પોલીસ (police) ગિરફતમાં આવી જશે.

આરોપી (Accused) મેહુલનો ગુનાહિત ઇતિહાસ

1. 2009માં લૂંટનો ગુનો
2. 2016માં બે ચોરીના ગુના
3. 2019માં દારૂનો ગુનો
4. 2021માં દારૂનો ગુનો
5. 2021માં દારૂના ગુનામાં ફરાર

 

આ પણ વાંચો :  University Exams 2021: એનસીસી કેડેટ્સ માટે યોજાશે અલગ સેમેસ્ટર પરીક્ષાઓ, યુજીસીએ યુનિવર્સિટીઓને આપી સૂચના

આ પણ વાંચો :  Unseasonal rains : રાજયમાં ભરશિયાળે વરસાદી માહોલ, હવામાન વિભાગની હજુ વરસાદની આગાહીથી ખેડૂતો ચિંતિત

Next Article