સુરતમાં ગંભીર ગુનામાં ફરાર આરોપી આખરે ઝડપાયો

|

Apr 17, 2022 | 11:05 PM

પકડાયેલા આરોપીએ આ જ રીતે અગાઉ 9 જેટલા ગંભીર ગુનાને અંજામ આપી ચુકયો છે. જેમાં હત્યાના(Murder) પ્રયાસ મારામારી આર્મ્સ-એકટ અને જુગાર ધારાના ગુનામાં અગાઉ ઝડપાઇ ચુક્યો છે.

સુરતમાં ગંભીર ગુનામાં ફરાર આરોપી આખરે ઝડપાયો
Accused absconding in serious crime in Surat was finally caught

Follow us on

સુરત (Surat) શહેરમાં અનેક ગુનામાં સામેલ વોન્ટેડ આરોપીને (Wanted accused)સલાબતપુરા પોલીસે (Police) બાતમીના આધારે ઝડપી પાડ્યો છે. પકડાયેલો આરોપી ઝાફર પઠાણ 326 જેવા ગંભીર ગુનાને અંજામ આપી નાસ્તો ફરતો હતો. સુરત શહેર પોલીસ કમિશનર અજય તોમરએ અસામાજિક તત્વો મિશન ક્લીન શરૂ કર્યું છે. જેમાં ગંભીર ગુનાને અંજામ આપી નાસ્તા ભાગતા આરોપીને પકડવાની ઝુંબેશ શરૂ કરી છે. ત્યારે 6 મહિના અગાઉ સલાબતપુર વિસ્તારમાં એક યુવક પર કેટલાક ઈસમોએ અંગત અદાવતમાં તલવાર વડે હુમલો કર્યો હતો. જેમાં યુવક મોત અને જિંદગી વચ્ચે જોલા ખાઈ રહ્યો હતો.

ઘટનાને લઈ સલાબતપુર પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી આરોપીને પકડવા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ત્યારે ઘટનાને અંજામ આપી ઝાફર પઠાણ ઉર્ફે ગોલ્ડન ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયો હતો. પોલીસ તેને શોધવા અલગ અલગ ટીમ બનાવી શોધવાના ચક્રોગતિમાન કર્યા હતા. આરોપી સતત પોલીસને ચકમો આપી ફરાર રહેતો હતો. ત્યારે સલાબતપુરા પોલીસને બાતમી મળી હતી કે જે જાફર ઉફ્રે ગોલ્ડન ઘટનાને અંજામ આપી ફરાર ફરી રહ્યો છે. તે આજ રોજ સલાબતપુર વિસ્તારમાં આવવાનો છે બસ આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને તેને સલાબતપુરા વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો.

આરોપીનું નામ જાફર ઉર્ફે ગોલ્ડન પઠાણ

'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025

પકડાયેલા આરોપીએ આ જ રીતે અગાઉ 9 જેટલા ગંભીર ગુનાને અંજામ આપી ચુકયો છે. જેમાં હત્યાના પ્રયાસ મારામારી આર્મ્સ-એકટ અને જુગાર ધારાના ગુનામાં અગાઉ ઝડપાઇ ચુક્યો છે. હાલ તો પોલીસે આ કુખ્યાત આરોપીને ઝડપી પાડીને તેની વધુ પુછપરછ હાથ ધરી છે કે ઘટનાને અંજામ આપ્યા બાદ તે છેલ્લા 6 મહિનાથી ક્યાં ક્યાં ભાગતો ફરતો હતો. અને તેને કોણ કોણ સાથ આપી રહ્યું હતું સાથે તે 6 મહિનામાં અન્ય કોઈ ગુનાંને અંજામ આપ્યા છે કે કેમ નહીં તે દિશામાં તપાસ કરી રહી છે. ત્યારે હાલ તો સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે સુરત પોલીસ કમિશનર આવા આરોપી પર પાસા તડીપાર જેવી કલમ હેઠળ કાર્યવાહી કરી સ્થાનિકોને આવા ગુનેગારોને ભય મુકત કરે.

આ પણ વાંચો :IPL 2022: કોહલીએ એક સમયે ટીમમાંથી કર્યો હતો બહાર, હવે આ બેટ્સમેન તેની જ ટીમ તરફથી બનાવી રહ્યો છે 197ની એવરેજથી રન

આ પણ વાંચો :બનાસકાંઠા જિલ્લામાં અલગ-અલગ 3 દુર્ઘટનામાં ડુબવાથી 7 લોકોના મોત

Next Article