અમદાવાદ (Ahmedabad) શહેરના નરોડા (Naroda) વિસ્તારમાં એક કર્મચારીએ તેના માલિકના સગીર પુત્ર પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય ગુજાર્યાની ઘટના સામે આવી છે. જે ઘટનામાં પિતા એવા માલિકે કર્મચારી સામે પોલીસ ફરિયાદ કરતા પોલીસે (Police) કર્મચારીની ધરપકડ કરી કાર્યવાહી કરી છે.
નરોડામાં માલિકના સગીર પુત્ર પર કર્મચારીનું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, નરોડા પોલીસે કર્મચારી યુવાનની કરી ધરપકડ
નરોડા પોલીસે સરદારનગર વિસ્તારમાં રહેતા રાકેશ બિહારી નામના શખ્સની ધરપકડ કરી છે. રાકેશ સામે તેના જ માલિક અને એક સગીરના પિતાએ ફરિયાદ કરી હતી કે તેના સગીર પુત્ર પર રાકેશે બળજબરી પૂર્વક સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય ગુજાર્યું છે. જેની તેઓને જાણ થતાં પિતાએ નરોડા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી. જે ફરિયાદ આધારે નરોડા પોલીસે કૃત્ય ગુજારનાર શખ્સની ધરપકડ કરી લીધી. અને શખ્સ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.
સગીર સાથે બળજબરી પૂર્વક ગુજાર્યું હતું કૃત્ય,સગીરના પિતાએ ફરિયાદ કરતા કરાઈ કાર્યવાહી
પોલીસ તપાસમાં સામે આવ્યું કે ફરિયાદી પિતા એવા માલિક ટિફિન સર્વિસનું કામ કરે છે. જેના ત્યાં આરોપી રાકેશ બિહારી 2 વર્ષથી કામ કરતો. ટિફિન સર્વિસનું કામ અલગ જગ્યા પર ચાલતું અને ફરિયાદીનું મકાન અલગ જગ્યા પર હતું. ફરિયાદીના મિત્ર કે જે ફરિયાદીના પડોશમાં રહે છે ત્યાં ટિફિન આપવાનું હોવાથી રાકેશ ટિફિન આપવા ગયો અને ત્યારે તેના શેઠ ઘરે ન હોવાથી અને સગીર ઘરે એકલો હોવાથી તેનો લાભ લઇ રાકેશ સગીરને મકાનના એક રૂમમાં લઈ ગયો અને તેની સાથે બળજબરી પૂર્વક સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય ગુજાર્યું. સાથે જ રાકેશે સગીરને ઘટના અંગે કોઈને જાણ નહિ કરવા ધમકી પણ આપી. જોકે સગીરે તેના પિતાને જાણ કરતા કર્મચારી રાકેશનો ભાંડો ફૂટી ગયો અને તે પોલીસ ગિરફતમાં આવી ગયો.
હાલ આરોપી યુવાનને ઝડપી જેલ હવાલે કર્યો છે. પણ આ ઘટના પરથી અન્ય લોકોએ પણ ધ્યાન રાખવા અને શીખ લેવાની જરૂર છે. જેથી શહેરમાં અન્ય આ પ્રકાર ની કોઈ ઘટના ન બને.
આ પણ વાંચો : AHMEDABAD : ચાંદખેડા પોલીસ ફરી વિવાદમાં, બે સગીરોને એવો ઢોર માર માર્યો કે હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા
આ પણ વાંચો : Ahmedabad માં કોરોનાના કેસનો રાફડો ફાટ્યો, પાંચ દિવસમાં નોંધાયા આટલા કેસો