SURAT : પાડોશમાં રહેતી યુવતીએ અઢી વર્ષની બાળકીનું અપહરણ કર્યુ, જાણો અપહરણનું કારણ

|

Oct 03, 2021 | 4:33 PM

બાળકી ગુમ થયાની જાણ ખટોદરા પોલિસને કરવામાં આવતા પોલીસ દોડતી થઈ હતી અને બાળકીને શોધવા માટે કામે લાગી હતી. અઢી વર્ષની નાની બાળકી ગુમ થવાનો આ એક સંવેદનશીલ મુદ્દો હતો.

SURAT : પાડોશમાં રહેતી યુવતીએ અઢી વર્ષની બાળકીનું અપહરણ કર્યુ, જાણો અપહરણનું કારણ
A two and a half yearold girl was abducted by a young woman living in a neighborhood in Surat

Follow us on

SURAT : સુરતના ભટાર વિસ્તારમાં અપહરણની એક એવી ઘટના સામે આવી છે કે જેનાથી નાના બાળકોને સાવચેત થવાની જરૂર છે. ખટોદરા વિસ્તારમાં આવેલ ઇન્દીરાનગરમાં ઉત્તરપ્રદેશનો એક પરિવાર રહે છે, આ પરિવારમાં અઢી વર્ષની એક બાળકી પણ છે. ગઈકાલે 2 સપ્ટેમ્બરના રોજ બપોરના સમયે બાળકી પોતાના ઘર નજીક રમી રહી હતી તે સમયે અચાનક જ બાળકી ગુમ થતા પરિવાર ચિંતામાં મુકાઇ ગયો હતો અને ભાગદોડ થઈ હતી.

આજુબાજુ બાળકીની શોધખોળ કરી પણ મળી ન આવતા આખરે બાળકી ગુમ થયાની જાણ ખટોદરા પોલિસને કરવામાં આવતા પોલીસ દોડતી થઈ હતી અને બાળકીને શોધવા માટે કામે લાગી હતી. અઢી વર્ષની નાની બાળકી ગુમ થવાનો આ એક સંવેદનશીલ મુદ્દો હતો.

ખટોદરા પોલીસે માત્ર 12 કલાકમાં અઢી વર્ષના બાળકીને સહીસલામત રીતે શોધી પરિવારને સોંપતા પરિવારના આંખમાંથી આંસુ આવી ગયા હતા. આ આખી ઘટનામાં વાત કરીએ તો આ બાળકી જ્યાં રહેતી હતી ત્યાં નજીકમાં એક 36 વર્ષની મહિલા રહેતી હતી છેલ્લે બાળકી સાથે રમી રહી હતી. પોલીસે આજુબાજુના લોકોના કહેવા પ્રમાણે તાપસ કરતા મહિલાની અટક કરી પૂછપરછ કરતા અઢી વર્ષની બાળકીના અપહરણનો આખો મામલો સામે આવ્યો.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

અપહરણ કરનાર મહિલા પાડોશમાં જ રહે છે અને મહિલાનું નામ સંગીતાદેવી ભૈયાલાલા ગુપ્તા છે, જેણે બાળકીનું અપહરણ કરી પોતાના પ્રેમી પાંડેસરમાં રહે તેને ત્યાં મૂકી આવી હતી. મહિલાને અપહરણ કરવાનું કારણ પૂછતાં મહિલાએ કહ્યું કે તેને લગ્નને ઘણા વર્ષો થયા છતાં બાળક ન થતા આ બાળકી સાથે લાગણી બંધાઈ હતી. જેથી બાળકીનું અપહરણ કરવાનું નક્કી કર્યું હતું. એક વર્ષ પહેલા પણ આ મહિલાએ આ બાળકીનું અપહરણ કરવા માટે તૈયારી કરી હતી.

જ્યારે ખટોદરા પોલીસને જાણ થતાં પોલીસ અલગ અલગ 5 ટિમો બનવવીને ઉલટ તપાસ શરૂ કરતાં માત્ર 12 કલાકમાં આ બાળકીને અપહરણ એટલે કે મહિલાના પાસેથી છોડાવી ને પોલીસે મહિલા અને તેના પ્રેમીની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે. પોતાના બાળકો પડોશમાં રમતા હોય કે પછી મૂકીને બહાર જતા હોય એવા માતાપિતા તે પહેલાં ચેતી જજો, કારણ કે આવા કિસ્સા લાલબત્તી સમાન છે.

આ ફોટો તમે જોશો તો તમને પણ ખ્યાલ આવશે કે બાળકી મળી આવતા માતાપિતા તો ખુશ હોય છે, પણ જ્યારે પોલીસે ઉમદા કામ કરી બાળકીને શોધી તો ખટોદરા પોલીસ સ્ટાફના ચહેરા પર પણ એક અલગ ખુશી જોવા મળી રહી હતી, કેમ કે પોતાની મહેનત રંગ લાવી. અમુક કિસ્સામ પોલીસ છેલ્લા સુધી પહોંચે તે પહેલાં કાંઈક અજિબ ઘટના પણ બન્યાના દાખલાઓ છે.

 

Next Article