
મધ્યપ્રદેશમાં વધી રહેલા સાયબર ગુના વચ્ચે, મધ્યપ્રદેશ રાજ્ય સાયબર પોલીસે દેશભરના લોકો માટે એક મોટી ચેતવણી જાહેર કરી છે. સાયબર પોલીસની ચેતવણી અનુસાર, આશરે 68 કરોડ ઇમેઇલ આઈડી અને પાસવર્ડ લીક થયા છે. જે વપરાશકર્તાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ, ઇન્ટરનેટ બેંકિંગ, ડિજિટલ વોલેટ્સ અને અન્ય એપ્લિકેશન્સને જોખમમાં મૂકી શકે છે.
મધ્યપ્રદેશ સાયબર પોલીસે જણાવ્યું છે કે, જો કોઈનું ઇમેઇલ એકાઉન્ટ હેક થાય છે, તો ગુનેગારો તેના દ્વારા જોડાયેલા તમામ પ્લેટફોર્મને એક્સેસ કરી શકે છે. તેથી, લોકોને તાત્કાલિક તેમના ઇમેઇલ અને સોશિયલ મીડિયા એકાઉન્ટ પાસવર્ડ બદલવાની સલાહ આપવામાં આવી છે.
મધ્યપ્રદેશ રાજ્ય સાયબર પોલીસે સ્પષ્ટતા કરી છે કે, આ ચેતવણી લોકોને ડરાવવા માટે નથી, પરંતુ ડેટા લીક અને સાયબર છેતરપિંડીની વધતી જતી ઘટનાઓ પ્રત્યે તેમને સાવચેત કરવા માટે જાણકારી આપવા માટે છે. પોલીસે લોકોને વિનંતી કરી છે કે, તેઓ તેમના 2 સ્ટેપ વેરિફીકેશન સક્ષમ છે કે નહીં તેની ખાતરી કરો અને દરેક પ્લેટફોર્મ માટે મજબૂત પાસવર્ડનો ( જેમાં એક આંક, એક કેપિટલ અક્ષર, એક સ્પેશીયલ શબ્દ) ઉપયોગ કરો.
— State Cyber Police Headquarters Madhya Pradesh (@mpcyberpolice) December 19, 2025
મધ્યપ્રદેશ સાયબર ક્રાઈમ પોલીસનુ કહેવું છે કે, તમે Have I Been Pwned વેબસાઇટનો ઉપયોગ કરીને પણ ચકાસી શકો છો, જે તમારા ઇમેઇલ સરનામાંને દાખલ કરીને સ્થિતિ માહિતી પૂરી પાડે છે.
આ પણ વાંચોઃ સાવધાન ! ફોન ઉપાડતા જ સામેથી અવાજ નથી આવતો ? સાયલન્ટ કોલ પર સરકારની મોટી એડવાઈઝરી, ભૂલથી પણ આ ન કરતા