માનવતા થઈ શર્મસાર, 4 યુવકોએ મળીને સગીરા પર કર્યો સામુહિક બળાત્કાર, પંચાયતે ન કરી કોઈ મદદ

|

Aug 22, 2021 | 3:02 PM

એક ગામમાં, તેની દાદીની બાજુમાં સૂતેલી 12 વર્ષીય સગીર પર ચાર યુવકોએ સામુહિક બળાત્કાર ગુજાર્યો હતો.

માનવતા થઈ શર્મસાર, 4 યુવકોએ મળીને સગીરા પર કર્યો સામુહિક બળાત્કાર, પંચાયતે ન કરી કોઈ મદદ
પ્રતિકાત્મક તસવીર

Follow us on

ઝારખંડના (Jharkhand) દુમકા જિલ્લાના (Dumka District) શિકારીપરા વિસ્તારમાં માનવતાને શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે. એક ગામમાં, તેની દાદીની બાજુમાં સૂતેલી 12 વર્ષીય સગીર પર ચાર યુવકોએ સામુહિક બળાત્કાર (Gangrape) ગુજાર્યો હતો. પીડિતાના પરિવારના સભ્યોએ આરોપીઓને સજા આપવા માટે પંચાયત પણ બોલાવી હતી, પરંતુ મામલાનો ઉકેલ ન આવવાના કારણે 20 ઓગસ્ટની રાત્રે પીડિતાના પિતાએ શિકારીપાડા પોલીસ સ્ટેશનમાં ચાર યુવકો સામે એફઆઈઆર નોંધાવી હતી.

ઘટનાના લગભગ 9 દિવસ બાદ પીડિતા તેના પરિવાર સાથે શિકરીપાડા પોલીસ સ્ટેશન પહોંચી અને પોલીસ પાસે ન્યાય માટે ચારેય સામે એફઆઈઆર નોંધાવી હતી. પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ કમ પોલીસ ઇન્સ્પેક્ટર સુશીલ કુમારે આ મામલાને ગંભીરતાથી લેતા 2 કલાકની અંદર ચારેય આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ સુશીલ કુમારે જણાવ્યું કે, પીડિતાના પિતાના નિવેદન પર એફઆઇઆર નોંધવામાં આવી છે. આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. હાલ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

આરોપીઓમાંથી બે સગીર છે, તેમને રિમાન્ડ હોમમાં મોકલાયા

આપને જણાવી દઈએ કે, ચાર આરોપીઓમાંથી બે સગીર છે, જેમને રિમાન્ડ હોમમાં મોકલવામાં આવ્યા છે. જ્યારે બે આરોપી પ્રવીણ મુર્મુ અને વિનોદ હેમ્બ્રમને સેન્ટ્રલ જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. નોંધાયેલી એફઆઈઆરમાં પીડિતાના પિતાએ જણાવ્યું હતું કે, 1 ઓગસ્ટના રોજ પતિ-પત્ની શિકરીપાડા વિસ્તારમાં આવેલા તેમના ગામની બહાર એક સાથે કામ કરવા ગયા હતા.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

તેમની પુત્રી ગામમાં દાદી સાથે રહેતી હતી. આ દરમિયાન 11 ઓગસ્ટની રાત્રે પ્રવીણ મુર્મુ, વિનોદ હેમ્બરામ સહિત ચાર યુવાનોએ ધીમેથી તેના ઘરનો દરવાજો ખોલીને ઘરમાં પ્રવેશ કર્યો. સગીર જે તેની દાદીની બાજુમાં સૂતી હતી તેનું મોઢૂં કપડાથી ઢાંકીને તેને ઘરના બીજા રૂમમાં લઈ ગયો અને તેની સાથે સામુહિક બળાત્કાર કર્યો હતો.

આરોપીએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી

ઘટનાને અંજામ આપ્યા બાદ જતા સમયે તેને આ ઘટના વિશે કોઈને ન કહેવાની ધમકી આપવામાં આવી હતી અને તેના પિતા તેના ભાઈ સહિત અન્ય લોકોને મારી નાખશે તેવી ધમકી આપવામાં આવી હતી. ધમકી મળવાના ભયને કારણે, પીડિતાએ બીજા દિવસે આ ઘટના વિશે તેની દાદીને જાણ કરી હતી. કામ પરથી પરત આવ્યા બાદ માતા-પિતાને જણાવવામાં આવ્યું હતું. સંબંધીઓએ આરોપીઓ સામે કાર્યવાહી કરવા પંચાયતનો આશરો પણ લીધો હતો, પરંતુ મામલો સાકાર થયો ન હતો.

 

આ પણ વાંચો: Gandhinagar : CM વિજય રૂપાણી દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી, બહેનોએ બાંધી મુખ્યપ્રધાનને રાખડી

Published On - 3:00 pm, Sun, 22 August 21

Next Article