Surat: બેંકમાં ધોળા દિવસે દિલધડક લૂંટ, CCTV માં કેદ થયા તમંચાના દમે કરેલી લૂંટના દ્રશ્યો
સુરતના મોતા ગામની બેંકમાં ધોળા દિવસે લૂંટ થઇ છે. સુરત ડિસ્ટ્રિક્ટ કો.ઓ.બેંકમાં દિલધડક લૂંટ થવાથી ચકચાર મચી જવા પામ્યો છે. ચાલો જાણીએ વિગત.
સુરતથી ધોળા દિવસે લૂંટની મોટી ઘટના સામે આવી છે. બારડોલીના મોતા ગામની બેંકમાં ધોળા દિવસે લૂંટ થઇ છે. સુરત ડિસ્ટ્રિક્ટ કો.ઓ.બેંકમાં દિલધડક લૂંટ થવાથી ચકચાર મચી જવા પામ્યો છે. ત્યારે જણાવી દઈએ કે 3 લૂંટારૂઓ બેંકમાં ઘુસ્યા હતા. બાદમાં તમંચા વડે બેંક કર્મચારીઓને બાનમાં લીધા. અને બેંકમાંથી 10.40 લાખની લૂંટ ચલાવી ત્રણેય લૂંટારૂઓ ફરાર થઇ ગયા. લૂંટની સમગ્ર ઘટના CCTV માં થઇ કેદ થઇ છે. જેમાં સાફ જોવા મળી રહ્યું છે કે કઈ રીતે લુંટારાઓએ લૂંટ આચારી. તો ઘટનાની જાણ થતા જ જિલ્લા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે. આ પોલીસની ઊંઘ ઉડાડીદે તેવી ઘટના છે. બપોરના સમયે જ્યારે બેંક ચાલુ હતી ત્યારે ધોળા દિવસે લૂંટ થતા સૌ ચોંકી ગયા છે.
તમને જણાવી દઈએ કે આ ગામની બેંક સુરત ડિસ્ટ્રીક્ટ કો. બેંકમાં 3 જેટલા લૂંટારૂ ઘસી આવ્યા હતા. લૂંટારાઓએ તમંચા સાથે આવીને બેંકના 6 જેટલા કર્મચારીઓને બંધક બનાવ્યા હતા. માહિતી અનુસાર ત્રણમાંથી 2 પાસે તમંચા હતા. આ બાદ બેંકમાં રહેલી રકમ ઠામી ગયા છે. બેંકમાંથી 10.40 લાખની લૂંટારાઓએ લૂંટ ચલાવી હતી. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. તપાસમાં જાણવા મળ્યું છે કે ચૂંટ ચલાવીને લૂંટારૂ બાઈક લઈને ફરાર થઇ ગયા હતા.
આ પણ વાંચો: VIRAMGAM : વિરમગામ નગરપાલિકામાં હોબાળો, કોંગ્રેસ કાર્યકર્તાઓએ ચીફ ઓફિસરનું રાખ્યું બેસણું