દંપતિનો અંગત પળોનો વિડીયો મેળવી વાઈરલ કરવાની આપી ધમકી, જુઓ VIDEO
Mobile Video

દંપતિનો અંગત પળોનો વિડીયો મેળવી વાઈરલ કરવાની આપી ધમકી, જુઓ VIDEO

| Edited By: | Updated on: Jan 19, 2021 | 8:37 AM

જૂનાગઢમાં ખંડણી માંગવાના ધમકીભર્યા ફોનના કેસમાં પોલીસે 2 શખ્સોની ધરપકડ કરી છે. બન્ને શખ્સોએ દંંપતિના અંગત વિડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી.

જૂનાગઢમાં ખંડણી માંગવાના ધમકીભર્યા ફોનના કેસમાં પોલીસે 2 શખ્સોની ધરપકડ કરી છે. તપાસમાં ખબર પડી છે કે બન્ને શખ્સો સગા ભાઈઓ છે. આ બન્ને ભાઈઓએ પતિ-પત્નીના અંગત વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી. જો વિડીયો વાયરલ ના થવા દેવો હોય તો દંપતિ પાસે 10 લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી. દંપતીનો અંગત પળોનો વિડીયો કોઇ તરકીબ વડે તે બન્ને ભાઈઓના હાથ લાગી ગયો હતો. બાદમાં તેમણે દંપતીને બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યું હતું અને ધમકીભર્યા ફોન કરી રૂપિયા 10 લાખની ખંડણી માંગી હતી.

 

આ પણ વાંચો: INDvsAUS: શુભમન ગીલે અર્ધશતક ફટકારી ગાવાસ્કરનો 50 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

Published on: Jan 19, 2021 08:36 AM