ઉજ્જૈનમાં 1.5 કરોડની કિંમતનો ગાંજો ઝડપાયો, ટ્રકમાં છુપાવેલો 1,376 કિલો ગાંજો કરાયો જપ્ત

|

Aug 17, 2021 | 4:05 PM

મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લામાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ એક ટ્રકમાંથી આશરે 1.5 કરોડ રૂપિયાનો 1,376 કિલો ગાંજો જપ્ત કર્યો છે.

ઉજ્જૈનમાં 1.5 કરોડની કિંમતનો ગાંજો ઝડપાયો, ટ્રકમાં છુપાવેલો 1,376 કિલો ગાંજો કરાયો જપ્ત
પ્રતિકાત્મક તસવીર

Follow us on

મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લામાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ એક ટ્રકમાંથી આશરે 1.5 કરોડ રૂપિયાનો 1,376 કિલો ગાંજો જપ્ત કર્યો છે. એનસીબીના એક અધિકારીએ સોમવારે જણાવ્યું હતું કે, બે લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે.

તેમણે કહ્યું કે, આંધ્રપ્રદેશથી લાવવામાં આવતો માદક પદાર્થ ટ્રકમાં ડાંગરની ભૂકીની બોરીઓ હેઠળ છુપાવ્યો હતો. જેને રવિવારે ઉજ્જૈનમાં એક ગુપ્ત સુચના બાદ રોકી દેવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે, ટ્રક પર રાજસ્થાનની નંબર પ્લેટ હતી.

ઉજ્જૈનના બંને રહેવાસીઓની ધરપકડ

અધિકારીએ જણાવ્યું હતું કે, ઉજ્જૈન જિલ્લાના બંને રહેવાસીઓની ધરપકડ કરવામાં આવી હતી અને તેમની સામે નાર્કોટિક સબસ્ટન્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટની જોગવાઈઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે, માદક દ્રવ્યો લઈ જતી ટ્રક પણ જપ્ત કરવામાં આવી છે.

ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ

કોલકાતા પોલીસે ડ્રગ રેકેટનો પર્દાફાશ કર્યો

મહત્વનું છે કે, દેશભરમાં ડ્રગ અને નશીલા પદાર્થોની તસ્કરી સામે આવી રહિ છે. કોલકાતા પોલીસે (Kolkata Police) ડ્રગ રેકેટનો પર્દાફાશ કર્યો છે અને કુલ 4 તસ્કરોની (Smugglers) ધરપકડ કરી છે. તેમની પાસેથી 55 કરોડ રૂપિયાનું હેરોઈન જપ્ત કરવામાં આવ્યું છે. પકડાયેલા આરોપીઓમાંથી એક બિહારનો રહેવાસી છે, જ્યારે એક મણિપુરનો રહેવાસી છે અને બે બંગાળના રહેવાસી છે. પોલીસનો અંદાજ છે કે, આ ગેંગ આંતર રાજ્ય કક્ષાએ કામ કરતી હતી. પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.

કોલકાતા પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) શહેરમાં ડ્રગ સિન્ડિકેટ પર નજર રાખી રહી હતી. ગુપ્ત માહિતીના આધારે 12 ઓગસ્ટના રોજ કોલકાતા પોલીસની એસટીએફે પશ્ચિમ પોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બે તસ્કરોની ધરપકડ કરી હતી. પકડાયેલ આરોપી મોહમ્મદ ઇસમિયાલ શેખ માલદાનો રહેવાસી હતો, જ્યારે બીજો અભિષેક સલામ મણિપુરનો રહેવાસી હતો. આરોપીઓ સામે ભારતીય દંડ સંહિતા અને નાર્કોટિક ડ્રગ્સ અને સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ (NDPS)ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપી પાસેથી 2.291 ગ્રામ ગેરકાયદેસર દવા (યાબા ટેબલેટ) મળી આવી હતી. રિકવર થયેલી દવાઓની બજાર કિંમત લગભગ 5 કરોડ રૂપિયા હતી. આરોપીઓને પોલીસ કસ્ટડીમાં લીધા બાદ તેમની પૂછપરછ બાદ મળેલી માહિતીના આધારે શોધખોળ શરૂ કરવામાં આવી હતી. તેની પૂછપરછ કર્યા બાદ વધુ બે આરોપીઓની કડીઓ મળી હતી. આ પ્રકારના બનાવ અવાર નવાર સામે આવી રહ્યા છે.

આ પણ વાંચો: Bank Job 2021: IDBI બેંકમાં એક્ઝીક્યૂટીવના 920 પદ પર વેકેન્સી, જાણો કેવી રીતે કરશો એપ્લાય

Next Article