Antibody Cocktail : Zydus Cadila એ એન્ટીબોડી કોકટેલ ZRC-3308 ના હ્યુમન ટ્રાયલની માંગી મંજુરી

|

May 27, 2021 | 4:39 PM

Antibody Cocktail : Zydus Cadila એકમાત્ર ભારતીય કંપની છે જેણે કોવિડ-19 ની સારવાર માટે મોનોક્લોનલ એન્ટિબોડી આધારિત કોકટેલ વિકસિત કર્યુ છે.

Antibody Cocktail : Zydus Cadila એ એન્ટીબોડી કોકટેલ  ZRC-3308 ના હ્યુમન ટ્રાયલની માંગી મંજુરી
Zydus Cadila એ DCGI પાસે મંજુરી માંગી

Follow us on

Antibody Cocktail : યુરોપ અને અમેરિકા બાદ ભારતમાં પણ એન્ટિબોડી કોકટેલ દ્વારા કોરોનાના દર્દીઓની સારવાર શરૂ થઈ છે. ગુરૂગ્રામની મેદાન્તા હોસ્પિટલમાં દેશના પહેલા 84 વર્ષના દર્દીને એન્ટિબોડી કોકટેલ આપવામાં આવ્યું હતું જેને સારવાર બાદ ડીસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. ભારતમાં સિપ્લા અને રોશેએ એન્ટીબોડી કોકટેલ લોન્ચ કરી દીધું છે. હવે Zydus Cadila એ પોતાના એન્ટીબોડી કોકટેલ માટે ભારત સરકાર પાસે મંજુરી માંગી છે.

Zydus Cadila એ હ્યુમન ટ્રાયલની માંગી મંજુરી
ભારતને કોરોના વાયરસ સામેના યુદ્ધમાં વધુ એક હથિયાર મળી શકે છે.Zydus Cadila એ એન્ટીબોડી કોકટેલ ZRC-3308 ના હ્યુમન ટ્રાયલની ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DCGI) પાસે મંજુરી માંગી છે. ઝાયડસ કેડિલાએ કોરોના વાયરસના હળવા લક્ષણોવાળા દર્દીઓની સારવાર માટે એન્ટિબોડી કોકટેલના હ્યુમન ટ્રાયલની મંજુરી માંગી છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે કોરોના વાયરસના હળવા લક્ષણોવાળા દર્દીઓમાં આ એન્ટિબોડી કોકટેલ ZRC-3308 કોરોના સંક્રમણને નિષ્ક્રિય કરી શકે છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

પશુઓ પર કરવામાં આવેલું પરીક્ષણ સફળ
Antibody Cocktail ZRC-3308 નું પ્રાણીઓ પર કરવામાં આવેલું પરીક્ષણ સંપૂર્ણપણે સલામત હોવાનું જાણવા મળ્યું છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે Zydus Cadila એકમાત્ર ભારતીય કંપની છે જેણે કોવિડ-19 ની સારવાર માટે મોનોક્લોનલ એન્ટિબોડી આધારિત કોકટેલ વિકસિત કર્યુ છે.કંપનીના જણાવ્યા અનુસાર ZRC-3308 બે મોનોક્લોનલ એન્ટિબોડીઝથી બનવવામાં આવેલું કોકટેલ છે, જે કોરોનાના હળવાથી મધ્યમ લક્ષણો વાળા દર્દીઓની સારવારમાં અસરકારક સાબિત થશે.

ZRC-3308 એક સુરક્ષિત ટ્રીટમેન્ટ આપશે : ડો.શર્વિલ પટેલ
કેડિલા હેલ્થકેર લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ડો.શર્વિલ પટેલે Zydus Cadila ના Antibody Cocktail ZRC-3308 અંગે જણાવ્યું હતું કે આવા સમયે કોરોનાના સંક્રમણનું નિરાકરણ લાવવા માટે સુરક્ષિત અને વધુ અસરકારક સારવાર શોધવાની ગંભીર જરૂર છે. રોગની પ્રગતિના વિવિધ તબક્કાઓ અને વિકલ્પો તરફ ધ્યાન આપવું મહત્વપૂર્ણ છે અને આ એન્ટીબોડી કોકટેલ ZRC-3308 દર્દીની પીડા અને અગવડતાને ઘટાડી શકે છે. તેમણે કહ્યું કે અમે આશા રાખીએ છીએ કે ઝેડઆરસી -3308 આ ચિંતાઓ પર ધ્યાન આપશે અને સુરક્ષિત સારવાર પ્રદાન કરશે.

Next Article