Youngest Covid Survivor : હૈદરાબાદમાં સાતમાં મહીને જન્મેલા નવજાત શિશુએ કોરોનાને આપી મ્હાત

|

May 23, 2021 | 10:45 PM

Youngest Covid Survivor : હૈદરાબાદમાં 17 એપ્રિલે જન્મેલા આ નવજાત શિશુની માતા કોરોના સંક્રમિત હતી.

Youngest Covid Survivor : હૈદરાબાદમાં સાતમાં મહીને જન્મેલા નવજાત શિશુએ કોરોનાને આપી મ્હાત
Hyderabad's Youngest Covid Servivor 2

Follow us on

Youngest Covid Survivor : કહેવત છે કે રામ રાખે એને કોણ ચાખે. આ કોરોના મહામારી અને ત્યારબાદ બ્લેક ફંગસ મહામારીએ અનેક લોકોનો ભોગ લીધો, તો અનેક લોકો મોતને હાથતાળી દઈ કોરોનાને હરાવી સ્વસ્થ થઈને ઘરે પાછા ફર્યા છે. પણ હૈદરાબાદમાં એક અનોખો કેસ સામે આવ્યો છે. અહી સાતમાં મહીને જન્મેલા નવજાત શિશુએ કોરોનાને હરાવ્યો છે. હૈદરાબાદમાં 17 એપ્રિલે જન્મેલા આ નવજાત શિશુની માતા કોરોના સંક્રમિત હતી.

સાતમાં મહીને થયો જન્મ, જન્મતાની સાથે કોરોના સંક્રમણ થયું
17 એપ્રિલે આ Youngest Covid Survivor બાળકનો જન્મ થયો હતો અને આ પ્રીમેચ્યોર ડીલીવરી હોવાથી બાળકનો વજન માત્ર 1 કિલો આસપાસ હતો. ડોક્ટર્સને બાળકની સ્થિતિ નાજુક જણાતા સારવાર માટે તરત જ KIMS Cuddle હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું. આ બાળકને બચાવવા માટે ડોક્ટરોએ તમામ મહેનત કરી. બાળકને ICU માં વેન્ટીલેટર પર રાખવામાં આવ્યું હતું.

જન્મના 8 માં દિવસે જ ઓક્સિજન લેવલ ઓછું થવા લાગ્યું
હૈદરાબાદના આ Youngest Covid Survivor બાળકને શરૂઆતમાં શ્વસન સંબંધી સમસ્યા છે એવું માની ડોકટરોએ સારવાર શરૂ કરી હતી. શરૂઆતમાં આ બાળકનો કોરોના રીપોર્ટ નેગેટીવ આવ્યો હતો. પરંતુ જન્મના આઠમાં દિવસે અચાનક આ બાળકનું ઓક્સિજન લેવલ ઓછું થવા લાગતા ડોકટરોએ આ બાળકનો RT-PCR ટેસ્ટ કર્યો હતો જેમાં આ બાળક કોરોના સંક્રમિત થયું હોવાનું સામે આવ્યું હતું. આ બાળકને તાત્કાલિક ICU માં દાખલ કરવામાં આવ્યું.જન્મના સમયે 1 કિલો આસપાસ વજન હતું એ પણ ઘટીને 920 ગ્રામ થઇ ગયું હતું.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

ડોક્ટરોએ દિવસ-રાત એક કરી દીધા
હૈદરાબાદના આ Youngest Covid Survivor બાળકને બચાવવા માટે ડોકટરોએ દિવસ-રાત એક કરી દીધા હતા. નિયોનેટોલોજી વિભાગના ક્લિનિકલ ડિરેક્ટર અને સલાહકાર ડો.સી. અપર્ણાએ જણાવ્યું હતું કે ડોકટરોની ટીમે નવજાત માટે ICUમાં જરૂરી વેન્ટિલેટર સપોર્ટ મૂકીને બાળકની સતત સંભાળ રાખી હતી. બાળકને બચાવવા માટે એન્ટિબાયોટિક્સ અને સ્ટેરોઇડનો પણ ઉપયોગ કરવો પડ્યો હતો. પરંતુ દવાઓ, સારસંભાળ અને પોષક તત્વો સાથે તેની સ્થિતિ ધીમે ધીમે સુધરવા લાગી. બ્લડ પ્રેશર, ઓક્સિજનનું સ્તર પણ થોડા દિવસોમાં સારું થઈ ગયું.

Hyderabad’s Youngest Covid Servivor

બાળકના ડીસ્ચાર્જ સમયે હોસ્પિટલમાં આનંદ છવાયો
હૈદરાબાદના આ Youngest Covid Survivor બાળકની સારવાર દરમિયાન માતાનું દૂધ પણ બાળકને આપવામાં આવ્યું, જેનો ફાયદો પણ જોવા મળ્યો. ડોકટરોની મહેનતથી બાળક કોરોનાને હરાવવામાં સફળ રહ્યું અને તેને ICU માંથી બહાર લાવવામાં આવ્યું. દરરોજ 15-20 ગ્રામ વજનમાં વધારો થતાંની સાથે બાળકને નળીમાંથી પ્રવાહી ખોરાક પહોંચાડવાની જરૂર પણ ન રહી. જ્યારે 17 મેના રોજ બાળકને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી ત્યારે તેનું વજન 1500 ગ્રામ હતું. આ બાળકના ડીસ્ચાર્જ સમયે ડોકટરો સહીત સમગ્ર હોસ્પિટલમાં આનંદ છવાયો હતો.

Published On - 10:45 pm, Sun, 23 May 21

Next Article