Breaking News : ગુજરાતમાં આજે એક જ દિવસમાં કોરોનાના નવા 68 કેસ નોંધાયા

આરોગ્ય વિભાગના જણાવ્યાનુસાર, ગુજરાતમાં હાલમાં જે કેસ જોવા મળી રહ્યાં છે તે, ઓમીક્રોનના પેટા ટાઈપ વેરિયન્ટ LF.7.9 અને XFG Recombinant છે. આ પ્રકારના વેરિયન્ટ ધરાવતા કોરોનાના દર્દીઓમાં હળવો તાવ, શરદી અને ખાસી જેવા લક્ષણો હોય છે.

Breaking News : ગુજરાતમાં આજે એક જ દિવસમાં કોરોનાના નવા 68 કેસ નોંધાયા
| Edited By: | Updated on: May 30, 2025 | 8:18 PM

ગુજરાતમાં આજે નોંધાયેલા કોરોનાના નવા 68 કેસની સાથે રાજ્યમાં કુલ 265 કેસ એક્ટિવ છે. જેમાંથી 11 દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે. જ્યારે બાકીના 254 દર્દીને હોમ આઈસોલેશનમાં રાખેલ છે. આજે કુલ 26 દર્દીને રજા આપવામાં આવી છે.

આરોગ્ય વિભાગના જણાવ્યાનુસાર, ગુજરાતમાં હાલમાં જે કેસ જોવા મળી રહ્યાં છે તે, ઓમીક્રોનના પેટા ટાઈપ વેરિયન્ટ LF.7.9 અને XFG Recombinant છે. આ પ્રકારના વેરિયન્ટ ધરાવતા કોરોનાના દર્દીઓમાં હળવો તાવ, શરદી અને ખાસી જેવા લક્ષણો હોય છે.

હોમ આઈસોલેશનમાં રહેલા દર્દીઓએ તેમના સ્વાસ્થયની કાળજી જાતે રાખવાની સલાહ આપતા આરોગ્ય વિભાગનું કહેવું છે કે, જો શ્વાસ લેવામાં તકલીફ થાય કે છાતીમાં દુખાવો થાય તો કે અન્ય કોઈ લક્ષણો જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો.

કોરોનાથી બચવા માટે શક્ય એટલા ઉપાય કરવા જેવા કે, અવારનવાર સાબુથી હાથ ધોવા, સેનેટાઈઝરનો ઉપયોગ કરવો, કોરોનાની માર્ગદર્શીકાનું પાલન કરવું. ખાસ કરીને જ્યારે ખાસી કે છીંક આવે તે દરમિયાન નાક- મ્હોં ઢાંકવું જરૂરી છે. જાહેરમાં થુકવું નહીં. વગેરેનુ પાલન કરવાથી કોરોનાને ફેલાતો અટકાવી શકાય છે.

આરોગ્ય વિભાગનું એવુ પણ કહેવું છે કે, કોરોનાના કેસમાં દર 6થી 8 મહિને રાઈજિંગ ટ્રેન્ડ એટલે કે વધતા રહેતા હોય છે. જેથી ગભરાવવાની કોઈ જરૂર નથી. સાવચેતી એ જ સલામતી છે. જો કોઈ દર્દી એક કરતા વધુ બીમારીથી પિડાઈ રહ્યાં હોય અથવા તો નબળી રોગપ્રતિકાર શક્તિ ધરાવતા હોય તો, ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવું અને માસ્ક અવશ્ય પહેરવા જોઈએ.

કોવિડ-19, જેને કોરોના વાયરસ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે એક ચેપી વાયરલ રોગ છે. આ વાયરસ 2019માં ચીનના વુહાનમાં પહેલીવાર જોવા મળ્યો હતો. કોરોનાના અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..