દેશમાં કોરોનાના કેસ (Corona Case) ફરી એક વાર વધી રહ્યા છે. તેમજ નવા વેરિયન્ટને પગલે પણ ફફડાટ ફેલાયો છે. ગુજરાતમાં (Gujarat) પણ કોરોનાના વધુ એક વેરિયન્ટની એન્ટ્રી થઈ ગઇ છે. છતાં અમદાવાદ શહેરમાં હજી ઘણા લોકો છે કે જેમણે કોરોના રસીનો (Vaccination) બીજો ડોઝ લીધો નથી. અમદાવાદ શહેરમાં હજી પણ 7.62 લાખ લોકો રસીનો બીજો ડોઝ લીધા વિના જ ફરી રહ્યા છે. પ્રથમ ડોઝ લીધા બાદ બીજો ડોઝ લેવાની સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ હોવા છતાં ઘણા લોકો એવા છે કે જેઓ બીજો ડોઝ લેવાની તસ્દી લઈ રહ્યા નથી.
આંકડાઓ પર નજર કરીએ તો અમદાવાદમાં દક્ષિણ ઝોન સૌથી વધુ 1 લાખ 76 હજાર 992 લોકો એવા છે કે જેમણે કોરોના વિરોધી રસીનો બીજો ડોઝ લીધો નથી. વેકસીનના બંને ડોઝ પુરા કરવા માટે કોર્પોરેશન દ્વારા તેલના પાઉચ અને મોબાઇલ સહિતની અનેક યોજનાઓ જાહેર કરવામાં હતી. જેમાં બંને ડોઝ લેનારને તેલના પાઉચ આપવાની યોજના હજી યથાવત છે. જેનો લોકો લાભ લઈ શકે છે. બીજીબાજુ જાહેર સ્થળો અને એએમટીએસ તથા બીઆરટીએસમાં બે ડોઝ લીધા હોય તેનેજ પ્રવેશ આપવાનો નિયમ હતો. જેમાં વેક્સીનનું સર્ટિફિકેટ થોડા દિવસ ચેક કરાયું જે બાદ કોઈ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું નથી.
મહત્વનું છે કે ગુજરાતમાં વડોદરા (Vadodara) આવેલા મહારાષ્ટ્રના મુસાફરના કોવિડ ટેસ્ટમાં XE વેરિયન્ટ હોવાની થઈ પૃષ્ટિ થઈ છે. હાલ આ દર્દીના સંપર્કમાં આવેલા લોકોનું ટેસ્ટિંગ થઈ રહ્યું છે. દર્દીના ડાયરેકટ સંપર્કમાં આવેલ 2 લોકોના કોવિડ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. ડોક્ટરોનું કહેવું છે કે XE વેરિયન્ટ ઘાતકી નથી. ઓમીક્રોન જેવો માઈલ્ડ વેરિયન્ટ છે તેથી લોકોએ ગભરાવવાની જરૂર નથી.
મુંબઇના સંતાક્રુઝના રહેવાસી 67 વર્ષીય વૃદ્ધ 12મી માર્ચે વડોદરામાં ગોત્રી વિસ્તારમાં આવ્યા હતા. તેમને ઉધરસ અને તાવ લાગતા કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. રિપોર્ટ શંકાસ્પદ લાગતાં જીનોમ સિક્વન્સ માટે આ રિપોર્ટ મોકલવામાં આવવ્યો હતો. ત્યારે તેમના રિપોર્ટમાં XE વેરિયન્ટ દેખાતા આરોગ્ય વિભાગ દ્વારા અગમચેતીના જરૂરી પગલાં લેવામાં આવ્યા છે.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો