Corona Vaccine Wastage : કોરોના વેક્સિનનો બગાડ થવા પાછળ આ પણ એક કારણ છે, જાણીને ચોંકી જશો

|

Jun 19, 2021 | 10:25 PM

Corona Vaccine Wastage : કોરોના વેક્સિનની એક શીશીમાં 10 ડોઝ હોય છે. એને તોડ્યા બાદ નિયત સમયમાં વપરાશ ન થાય તો વધેલા ડોઝની રસી ફેલ જાય છે અને શીશી ફેંકી દેવી પડે છે.

Corona Vaccine Wastage :  કોરોના વેક્સિનનો બગાડ થવા પાછળ આ પણ એક કારણ છે, જાણીને ચોંકી જશો
FILE PHOTO

Follow us on

Corona Vaccine Wastage : કોરોના મહામારી સામે વેક્સિન એક માત્ર હથિયાર છે. ભારતમાં કોરોના રસીકરણ અભિયાન જોરશોરથી શરૂ છે. આજે 19 જૂન સુધીમાં ભારતમાં કુલ રસીકરણનો આંકડો 27 કરોડને પાર થઇ ગયો છે. રસીકરણ અભિયાનમાં વધુમાં વધુ લોકો ભાગ લે અને લોકોમાં વેક્સિન પ્રત્યે જાગૃતિ આવે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર ઘણા પ્રયત્નો કરી રહી છે.

આ તમામ બાબતો વચ્ચે કોરોના વેક્સિનનો બગાડ (Corona Vaccine Wastage) થવાનો મુદ્દો પર ગરમાયેલો છે. કોરોના રસીના બગાડમાં એક કારણ એ પણ છે એ વાર શીશી ખોલ્યા પછી તેમાંથી નિયત સમયમાં રસીના ડોઝ આપી દેવા પડે છે, નહીતર રસી ફેલ જાય છે અને ફેંકી દેવી પડે છે. પણ રસીનો આ બગાડ થવાનું પણ એક ખાસ કારણ નીકળું છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?

રજીસ્ટ્રેશન બાદ પણ 15 ટકા લોકો રસી નથી લેતા
કોરોના વેક્સિનનો બગાડ (Corona Vaccine Wastage) થવા પાછળ આ પણ એક કારણ છે, કે રજીસ્ટ્રેશન કરવાનારાઓમાંથી 15 ટકા લોકો એવા છે જે રસી લેવા માટે રસીકરણ કેન્દ્ર પર પહોચતા જ નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રોજ 32,000 સ્લોટ ખુલ્લા મુકાય છે, તેમાં 29,500 જેટલા બુક થાય છે. અને આમાંથી પણ 15 ટકા લોકો રસી લેવા માટે નથી આવતા.

દરરોજ 3,000 થી વધુ ડોઝનો બગાડ
એક મીડિયા રીપોર્ટ પ્રમાણે કોરોના વેક્સિનની એક શીશીમાં 10 ડોઝ હોય છે. એને તોડ્યા બાદ નિયત સમયમાં વપરાશ ન થાય તો વધેલા ડોઝની રસી ફેલ જાય છે અને શીશી ફેંકી દેવી પડે છે.અમદાવાદ શહેરમાં આ બંને કારણોથી રોજ 3000 થી વધુ કરોના વિકસીનના ડોઝનો બગાડ થાય છે.

વેક્સિનનો બગાડ એટલે એટલા લોકોએ ડોઝ ગુમાવ્યો : વડાપ્રધાન
દેશના ઘણા રાજ્યોમાંથી રસીના બગાડ (Corona Vaccine Wastage)ના ઘણા કિસ્સાઓ સામે આવતા જ રહે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ અંગે પોતાનું કડક વલણ અપનાવ્યું છે. તેમણે 15 દિવસ પહેલા દેશમાં કોરોના અને રસીની સ્થિતિને લઈને ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી.

આ દરમિયાન તેમણે રસીનો બગાડ અટકાવવા અધિકારીઓને કડક આદેશો આપ્યા હતા. પીએમ મોદીએ બેઠકમાં કહ્યું કે કોરોના મહામારીના આ યુગમાં દરેક રસી મહત્વની છે. વધુ બગાડ, એટલે કે વધુ લોકોએ તેનો ડોઝ ગુમાવ્યો છે. તેથી જ આપણે રસીનો બગાડ અટકાવવો પડશે.

Next Article