Vaccine Shortage : કોરોના વેક્સીનની અછત વચ્ચે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને આપ્યો આ આદેશ

|

May 11, 2021 | 5:03 PM

Vaccine Shortage : કોરોના રસીની ઉભી થયેલી અછત વચ્ચે 18 થી 44 અને 45 થી વધારે ઉમરના લોકોને વેક્સીન મળી રહી નથી તો અમુકને પ્રથમ ડોઝ અપાયો છે,પણ બીજા ડોઝ માટે રાહ જોવી પડી રહી છે.

Vaccine Shortage : કોરોના વેક્સીનની અછત વચ્ચે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને આપ્યો આ આદેશ
FILE PHOTO

Follow us on

Vaccine Shortage : ભારતમાં કોરોના મહામારી વિરૂદ્ધ દેશમાં વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તાજેતરમાં જ આવેલા સમાચાર અનુસાર સૌથી ઝડપી રસીકરણમાં પણ ભારત દુનિયામાં અગ્રેસર છે. આમ હોવા છતાં દેશમાં કોરોના રસીની અછત ઉભી થઇ છે. 1 મે 2021 થી 18 થી 44 વર્ષ ઉમરવાળા વર્ગનું રસીકરણ પણ શરૂ કીર દેવામાં આવ્યું છે. પણ કોરોના રસીની ઉભી થયેલી અછત વચ્ચે 18 થી 44 અને 45 થી વધારે ઉમરના લોકોને વેક્સીન મળી રહી નથી તો અમુકને પ્રથમ ડોઝ અપાયો છે,પણ બીજા ડોઝ માટે રાહ જોવી પડી રહી છે, હવે સરકારે આ નાગે રાજ્યોને મહત્વનું સૂચન કર્યું છે.

બીજા ડોઝ બાકી છે તેઓને પ્રાથમિકતા આપો
કોરોના સંકટ વચ્ચે દેશમાં રસીકરણનો કાર્યક્રમ ચાલુ છે. જો કે આ સમયે રસીકરણ અભિયાનમાં સૌથી મોટી મુશ્કેલી એ પૂરતા પ્રમાણમાં કોરોના રસી ડોઝની ઉપલબ્ધતાનો અભાવ (Vaccine Shortage) છે. દરમિયાન કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું કે રાજ્ય સરકારે રસીનો બીજો ડોઝ લેવાનો બાકી છે તેમેણ પપ્રાથમિકતા આપવી જોઈએ.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે મંગળવારે કહ્યું હતું કે રાજ્ય સરકારે રસીનો બીજો ડોઝ લગાવનારાઓને પ્રાથમિકતા આપવી જોઈએ. મોટી સંખ્યામાં લોકો બીજા ડોઝની રાહ જોતા હોય છે, તેણ પર પ્રથમ ધ્યાન આપવાની જરૂર છે. રાજેશ ભૂષણ જણાવ્યું હતું કે- આ સંદર્ભે રાજ્ય સરકારો ઓછામાં ઓછી 70 ટકા રસી બીજા ડોઝ બાકી છે તેમના માટે જ્યારે બાકીના 30 ટકા ડોઝ પ્રથમ ડોઝ લેનારાઓને આપી શકાય છે.

કેન્દ્રએ રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોને 18 કરોડ ડોઝ વિનામૂલ્યે આપ્યા
Vaccine Shortage વચ્ચે સારા સમાચાર એ છે કે ભારત સરકારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આજદિન સુધીમાં કોરોના રસીના લગભગ 18 કરોડ (17,93,57,860) ડોઝ વિનામૂલ્યે પૂરાં પાડ્યાં છે. આમાંથી રસીના બગાડ સહિત 16,89,27,797 ડોઝનો વપરાશ થયો છે. આ માહિતી 11 મે ના રોજ આજે સવારે 8 વાગ્યા સુધીમાં પ્રાપ્ત થયેલા ડેટા અનુસાર છે. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પાસે રસીકરણ અભિયાનને આગળ વધારવા માટે કોવિડની રસીના 1 કરોડ કરતાં વધારે ડોઝ (1,04,30,063) હજુ પણ ઉપલબ્ધ છે.

Next Article