રસીકરણ અભિયાનમાં આવશે ગતિ : જૂન મહિનામાં Serum institute કેન્દ્ર સરકારને Covishield ના 10 કરોડ ડોઝ આપશે

|

May 30, 2021 | 9:01 PM

સીરમ ઇન્સ્ટીટયુટ (Serum institute) એ ગૃહપ્રધાન અમિત શાહને તાજેતરમાં લખેલા પત્રમાં જણાવ્યું છે કે કોરોના મહામારીને કારણે વિવિધ પડકારો હોવા છતાં તેના કર્મચારીઓ 24 કલાક કામ કરી રહ્યા છે.

રસીકરણ અભિયાનમાં આવશે ગતિ : જૂન મહિનામાં Serum institute કેન્દ્ર સરકારને Covishield ના 10 કરોડ ડોઝ આપશે
FILE PHOTO

Follow us on

દેશમાં કોરોના મહામારી સામે રરસીકરણ અભિયાન પુરજોશમાં શરૂ છે. દેશમાં અત્યાર સુધીમાં 22 કરોડથી વધુ લોકોને કોરોના વેક્સિન અપાઈ છે. હવે રસીકરણ અભિયાન અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. કોરોના વેક્સિન ઉત્પાદક પુણેની સીરમ ઇન્સ્ટીટયુટ (Serum institute) એ મોટી જાહેરાત કરી છે. સીરમ  જૂન મહિનામાં કેન્દ્ર સરકારને કોવીશિલ્ડ (Covishield) ના 10 કરોડ ડોઝ આપશે.

સીરમમાં 24 કલાક કામ શરૂ છે
સીરમ ઇન્સ્ટીટયુટ (Serum institute) એ કેન્દ્ર સરકારને કહ્યું છે કે તે જૂન મહિનામાં 10 કરોડ કોવિશિલ્ડ ડોઝનું ઉત્પાદન અને સપ્લાય કરશે. કંપનીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે કે જયારે દેશમાં કોરોના વાયરસની રસીની અછત વર્તાઈ રહી છે. સીરમ ઇન્સ્ટીટયુટે ગૃહપ્રધાન અમિત શાહને તાજેતરમાં લખેલા પત્રમાં જણાવ્યું છે કે, કોરોના મહામારીને કારણે વિવિધ પડકારો હોવા છતાં તેના કર્મચારીઓ 24 કલાક કામ કરી રહ્યા છે.

ઉત્પાદન ક્ષમતા કરતા વધુ ઉત્પાદન કરશે
સીરમ ઇન્સ્ટીટયુટ (Serum institute)ના સરકારી અને નિયમનકારી બાબતોના નિયામક પ્રકાશ કુમારસિંહે પત્રમાં જણાવ્યું હતું કે,

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

“અમને એ જણાવતાં આનંદ થાય છે કે અમે જૂન મહિનામાં કોવીશિલ્ડ (Covishield) વેક્સિનના 9 થી 10 કરોડ ડોઝનું ઉત્પાદન અને સપ્લાય કરીશું, જે અમારી મે મહિનાની 6.5 કરોડ ડોઝની ઉત્પાદન ક્ષમતા કરતા પણ વધારે હશે. અમે તમને ખાતરી આપીએ છીએ કે ભારત સરકારના સમર્થન અને માર્ગદર્શન હેઠળ, અમે આવતા મહિનામાં વેક્સિન ઉત્પાદનની ક્ષમતા વધારવા માટે અમારા સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.”

કેન્દ્ર રાજ્યોને 12 કરોડ ડોઝ આપશે
સીરમ ઇન્સ્ટીટયુટ (Serum institute) ની કોવીશિલ્ડ (Covishield) વેક્સિન સહીત કેન્દ્ર સરકાર જૂન મહિનામાં રાજ્યોને વેક્સિનના 12 કરોડ ડોઝ આપશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જૂન મહિનામાં રાજ્યોને કોરોના વેક્સિનના 12 કરોડ ડોઝ આપવાનો દાવો કર્યો અને રાજ્યોને તેનું સપ્લાય શેડ્યૂલ પણ મોકલ્યું છે.

રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશો પાસે હાલ 1.82 કરોડ ડોઝ
ભારત સરકારે અત્યાર સુધીમાં વિનામૂલ્યે તેમજ સીધી ખરીદીમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને 22.77 કરોડ ડોઝ ઉપલબ્ધ કરાવ્યા છે. આમાંથી વેસ્ટેજ સહીત કુલ 20,80,09,397 ડોઝનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પાસે હાલ કોરોના વેક્સીનના 1.82 કરોડ ડોઝ ઉપલબ્ધ છે.

આ પણ  વાંચો : વિપક્ષ પર BJP ના પ્રહાર : પહેલા ‘મોદી વેક્સિન’ કહીને મજાક ઉડાવ્યો, હવે એ જ વેક્સિનના ડોઝ માટે બુમો પાડી રહ્યાં છો !

Published On - 8:33 pm, Sun, 30 May 21

Next Article