Serum Institute હવે રશિયાની કોરોના વેક્સિન Sputnik V નું ઉત્પાદન કરશે, DCGI એ શરતો સાથે મંજુરી આપી

|

Jun 04, 2021 | 10:16 PM

હાલમાં ડો.રેડ્ડીની લેબોરેટરીઝ ભારતમાં રશિયાની આ રસી તૈયાર કરી રહી છે. આ વર્ષના અંત સુધીમાં Sputnik V ના 85 કરોડ ડોઝ બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

Serum Institute હવે રશિયાની કોરોના વેક્સિન Sputnik V નું ઉત્પાદન કરશે, DCGI એ શરતો સાથે મંજુરી આપી
FILE PHOTO

Follow us on

કોરોના વાયરસ સામે દેશમાં ચાલી રહેલા રસીકરણ અભિયાનને ગતિ આપવામાં આવી રહી છે. આ દિશામાં કેન્દ્ર સરકારે રશિયાની કોરોના વેક્સિન Sputnik V નું ઉત્પાદન કરવા માટે Serum Institute ને મંજૂરી આપી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) એ સીરમ ઇન્સ્ટીટ્યુટને હડપસરમાં તેની લાઇસન્સ પ્રાપ્ત સુવિધામાં પરીક્ષણ અને વિશ્લેષણ માટે Sputnik V બનાવવાની મંજૂરી આપી છે.

સીરમે DCGI પાસે માંગી હતી મંજુરી
કોવિડશીલ્ડ (Covishield) રસી નિર્માતા સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ દેશમાં કોવિડ-19 રસી Sputnik V ના ઉત્પાદન કરવા માટે મંજૂરી મેળવવા ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) ને અરજી કરી હતી. પૂણે સ્થિત આ કંપનીએ પરીક્ષણ વિશ્લેષણ અને પરીક્ષણ માટે મંજૂરી માંગી હતી.

હાલમાં ડો.રેડ્ડીની લેબોરેટરીઝ ભારતમાં રશિયાની આ રસી તૈયાર કરી રહી છે. આ વર્ષના અંત સુધીમાં સ્પુટનિક-વી ના 85 કરોડ ડોઝ બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. પ્રારંભિક મહિનામાં આ રસીનું નિર્માણ અમુક કરોડની સંખ્યામાં કરવામાં આવશે, જ્યારે સમય જતા રશિયન વેક્સિન બનાવવાની ગતિ વધશે.

સીરમમાં 24 કલાક કામ શરૂ છે
દેશમાં કોરોના મહામારી સામે રરસીકરણ અભિયાન પુરજોશમાં શરૂ છે. દેશમાં અત્યાર સુધીમાં 22 કરોડથી વધુ લોકોને કોરોના વેક્સિન અપાઈ છે. 30 મે ના રોજ કોરોના વેક્સિન ઉત્પાદક પુણેની સીરમ ઇન્સ્ટીટયુટ (Serum institute) એ મોટી જાહેરાત કરી હતી. સીરમ જૂન મહિનામાં કેન્દ્ર સરકારને કોવીશિલ્ડ (Covishield) ના 10 કરોડ ડોઝ આપશે.

સીરમ ઇન્સ્ટીટયુટ (Serum institute) એ કેન્દ્ર સરકારને કહ્યું છે કે તે જૂન મહિનામાં 10 કરોડ કોવિશિલ્ડ ડોઝનું ઉત્પાદન અને સપ્લાય કરશે. કંપનીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે કે જયારે દેશમાં કોરોના વાયરસની રસીની અછત વર્તાઈ રહી છે. સીરમ ઇન્સ્ટીટયુટે ગૃહપ્રધાન અમિત શાહને તાજેતરમાં લખેલા પત્રમાં જણાવ્યું છે કે, કોરોના મહામારીને કારણે વિવિધ પડકારો હોવા છતાં તેના કર્મચારીઓ 24 કલાક કામ કરી રહ્યા છે.

આ પણ વાંચો : Lancet Journal : એક વાર સંક્રમિત થયા બાદ 10 મહિના સુધી કોરોના સંક્રમણનું જોખમ ઓછું

Next Article