AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

School Reopening : કોરોનાની બીજી લહેર ધીમી પડી, હવે ક્યારે ખુલશે સ્કુલ? સરકારે આપ્યો જવાબ

School Reopening : કોરોનાની બીજી લહેરમાં કેસો વધ્યા હતા, જો કે હવેઆ કેસો ઘટતા ઘણા લોકોના મનમાં એ સવાલ પણ ચાલી રહ્યો છે કે દેશમાં શાળાઓ ક્યારે ખુલશે? આ અંગે સરકાર દ્વારા માહિતી આપવામાં આવી છે.

School Reopening : કોરોનાની બીજી લહેર ધીમી પડી, હવે ક્યારે ખુલશે સ્કુલ? સરકારે આપ્યો જવાબ
FILE PHOTO
| Updated on: Jun 18, 2021 | 8:35 PM
Share

School Reopening : છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં કોરોના વાયરસના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. હવે નવા કેસ, મૃત્યુ અને એક્ટીવ કેસમાં પણ સતત ઘટાડો નોધાઇ રહ્યો છે. કેટલાક રાજ્યોએ આ દરમિયાન તેમના નિયંત્રણો પણ ઘટાડ્યા છે. કોરોનાની બીજી લહેરમાં કેસો વધ્યા હતા, જો કે હવેઆ કેસો ઘટતા ઘણા લોકોના મનમાં એ સવાલ પણ ચાલી રહ્યો છે કે દેશમાં શાળાઓ ક્યારે ખુલશે? આ અંગે સરકાર દ્વારા માહિતી આપવામાં આવી છે.

હવે ક્યારે ખુલશે સ્કુલ? નીતિ આયોગના અધિકારી ડો.વી.કે.પૌલ (Dr.V.K.Paul)એ શુક્રવારે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ઘણી મહત્વપૂર્ણ બાબતો વિશે માહિતી આપી છે. ડો.વી.કે.પૌલે જણાવ્યું છે કે કોવિડ-19 રોગચાળાને કારણે રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાની બોર્ડની પરીક્ષાઓ રદ્દ કરવામાં આવી હતી.

કેન્દ્ર સરકારે કહ્યું છે કે કોરોનાકાળમાં બંધ થયેલી શાળાઓ ફરીથી ખોલવા (School Reopening)નું ત્યારે જ ધ્યાનમાં લેવામાં આવશે જ્યારે વધુમાં વધુ શિક્ષકોનું રસીકરણ પૂર્ણ થશે. આ સિવાય, કોવિડના બાળકો પરની અસર વિશેની વધુ માહિતી પછી જ શાળા ખોલવા માટે વિચારણા કરવામાં આવશે.

વિદેશોની સ્થિતિ પરથી સમજવું જોઈએ શાળાઓ ફરીથી ખોલવા (School Reopening) અંગે નીતિ આયોગના અધિકારી ડો.વી.કે.પૌલ (Dr.V.K.Paul)એ કહ્યું કે તે સમય જલ્દીથી આવવો જોઈએ. પરંતુ આપણે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે વિદેશમાં શાળાઓ ખોલવામાં આવી હતી અને તે પછી કોરોના કેસ વધ્યા પછી તેમને ફરીથી બંધ કરવી પડી હતી. આપણે આપણા વિદ્યાર્થી અને શિક્ષકોને આવી સ્થિતિમાં મૂકવા માંગતા નથી.

સાવધાની રાખવી ખુબ જરૂરી ડો.વી.કે.પૌલ (Dr.V.K.Paul)એ કહ્યું કે સ્કુલ ફરીથી ખુલે (School Reopening) તો તેનો અર્થ એ નથી કે બાળકોને સામાજિક અંતર અનુસરવાની જરૂર નથી. ‘ઘણી બધી બાબતો છે જેના વિશે આપણે હજી સુધી જાણતા નથી. શાળાઓ ફરી શરૂ કરવી એ એક અલગ મુદ્દો છે. તે ફક્ત વિદ્યાર્થીઓ વિશે જ નથી પરંતુ તેમાં શિક્ષકો અને બિન-શૈક્ષણિક કર્મચારીનો પણ સમાવેશ થાય છે. વાયરસ જે રીતે તેનું સ્વરૂપ બદલી રહ્યું છે, તેને ધ્યાનમાં રાખવું પડશે. આજે તે બાળકોમાં ઓછું અસરકારક છે પરંતુ કાલે તે વધુ ચેપી બને તો શું થશે?

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને AIIMS એ એક અધ્યયનમાં જણાવ્યું છે કે કોવિડ-19 સામે લડતા એન્ટિબોડીઝ 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં વિકસ્યા છે. તેથી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે કોરોનાની ત્રીજી લહેરની અસર બાળકો પર વધુ નહીં પડે.

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">