New Corona Vaccine : વધતા કોરોના સંક્રમણ વચ્ચે રાહતના સમાચાર, દેશમાં કોરોનાની નવી 6 વેક્સીન લોંચ થવાની શક્યતા

New Corona Vaccine : જો બધું જ બરાબર રહ્યું તો દેશમાં જલ્દી જ કોરોનાની નવી 6 વેક્સીન લોચ થશે.

New Corona Vaccine : વધતા કોરોના સંક્રમણ વચ્ચે રાહતના સમાચાર, દેશમાં કોરોનાની નવી 6 વેક્સીન લોંચ થવાની શક્યતા
રચનાત્મક તસ્વીર
Follow Us:
| Updated on: Apr 04, 2021 | 5:50 PM

New Corona Vaccine : દેશમાં એક બાજુ કોરોના સંક્રમણ વધી રહ્યું છે અને બીજી બાજુ રસીકરણ મહાઅભિયાન પણ પુરજોશમાં શરૂ છે. હાલ દેશમાં ભારત બાયોટેકની કોવેક્સીન (COVAXIN)અને સીરમ ઇન્સ્ટીટયુટની કોવીશીલ્ડ (Covishield) કોરોના રસી અપાઈ રહી છે. હવે જલ્દી જ દેશમાં નવી 6 કોરોના વેક્સીન (New Corona Vaccine) લોંચ થવાની શક્યતા છે.

નવી 6 વેક્સીન લોચ થવાની શક્યતા દેશમાં કોરોનાના કેસોમાં જે રીતે વધારો થઈ રહ્યો છે તે જોતા સરકાર તૈયારી કરી રહી છે કે કોવિડ રસીનો ઉપયોગ કરીને વધુ લોકોને રોગચાળાથી બચાવવ કોરોના વેક્સીનનો વધુમાં વધુ ઉપયોગ થાય અને વેક્સીનેશન વધારવામ આવે. દેશમાં કોરોના વિરોધી વધુ 6 નવી વેક્સીન (New Corona Vaccine) લોંચ થવાની સંભાવના છે. આમાં એક વેક્સીનનું ત્રીજા તબક્કાનું ટ્રાયલ પૂર્ણ થઈ ગયું છે, જ્યારે બીજી વેક્સીનનું ટ્રાયલ ચાલી રહ્યું છે, જે ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે. ટ્રાયલ પૂર્ણ થયા બાદ તબક્કાવાર રીતે દરેક જરૂરી બાબતોના પરીક્ષણની સાથે તેમને બજારમાં લોન્ચ કરવાની પણ તૈયારી કરવામાં આવી રહી છે.

વેક્સીનના લોચિંગ અંગે સરકારની તૈયારી દેશમાં સતત વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગત સપ્તાહે સેન્ટ્રલ મેડિસિન ઓથોરિટીના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં ડ્રગ રેગ્યુલેટરની નિષ્ણાત સમિતિના તમામ સભ્યો ઉપરાંત સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશનના ઉચ્ચ અધિકારીઓ પણ શામેલ હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર સમિતિએ દેશમાં ટૂંક સમયમાં લોંચ કરવામાં આવનારી નવી કોરોના વેક્સીનની સંપૂર્ણ તૈયારીઓની વિગતોની ચર્ચા કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના અધિકારીઓ સાથે કરી હતી. દરમિયાન અધિકારીઓએ કહ્યું કે ભારતમાં છ કોરોના વેક્સીન ટ્રાયલ પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે. એવો અંદાજ છે કે આ તમામ રસીઓ તેમની કાયદાકીય પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા પછીના કેટલાક મહિનાઓમાં તબક્કાવાર લોંચ કરવામાં આવશે.

આજનું રાશિફળ તારીખ : 11-05-2024
પેટની સમસ્યા હોય કે ગરમીમાં રાહત મેળવી હોય,આહારમાં સામેલ કરો આ એક શાકભાજી
જાણો કોણ છે સંજીવ ગોયન્કા જે કે.એલ રાહુલ પર ગુસ્સે થયા
મિનિટોમાં કિંમત ડબલ, 78 થી 155 રૂપિયા સુધી પહોંચી ગયો આ શેર, જાણો
આજનું રાશિફળ તારીખ : 10-05-2024
ચૂંટણી વચ્ચે ગુજરાતી બિઝનેસમેન અંબાણી-અદાણીની 1 લાખ કરોડથી વધુની સંપત્તિ સ્વાહા, જાણો કારણ

સૌથી પહેલા આવશે Sputnik V વેક્સીન ગયા અઠવાડિયે યોજાયેલી બેઠકમાં Sputnik V વેક્સીનને લોંચ કરવાની પ્રક્રિયા રોકી દેવામાં આવી હતી. બજારમાં ઉતારવાની પ્રક્રિયા અટકી હતી. રસી બનાવતી કંપની ડો.રેડ્ડીઝ લેબના અધિકારીઓએ રસી લોંચ પહેલા કાર્યવાહી હેઠળ અધિકારીઓ સાથે મીટિંગ કરી હતી, પરંતુ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય હેઠળની સેન્ટ્રલ ફાર્માસ્યુટિકલ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશનની નિષ્ણાત સમિતિએ અન્ય વધુ વિગતો માંગી હોવાથી સ્પુટનિક વેક્સીનનું લોન્ચિંગ સ્થગિત કરવામાં આવ્યું હતું. ફાર્માસ્યુટિકલ કંપનીના સૂત્રો કહે છે કે કંપની પાસેથી માંગવામાં આવેલી માહિતી કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયને વહેલી તકે પૂરી પાડવામાં આવશે તો જલ્દી સ્પુટનિક વેક્સીન બજારમાં આવી શકે છે.

રશિયાની સ્પુટનિક વેક્સીન ઉપરાંત Johnson & Johnson ની સિંગલ ડોઝની રસી પણ વહેલી તકે ભારતમાં લોંચ કરવાની મંજૂરી આપવામાં આવી શકે છે.સ્પુટનિક અને Johnson & Johnson ઉપરાંત દેશમાં વધુ ચાર અલગ અલગ રસીનું ટ્રાયલ ચાલી રહ્યું છે. સૂત્રોના કહેવા પ્રમાણે આગામી 4 થી 6 મહિનામાં તેમનું ટ્રાયલ પૂર્ણ કરવામાં આવશે અને તેમને બજારમાં લોંચ કરવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવશે.

Latest News Updates

મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
g clip-path="url(#clip0_868_265)">