Keral: કોવિડ વોર્ડમાં થયા લગ્ન, PPE કીટ પહેરીને કન્યાએ કોરોના પોઝિટીવ વરરાજા સાથે લીધા સાત ફેરા

|

Apr 25, 2021 | 7:08 PM

બન્નેએ પોતપોતાના પરિવારને 25 તારીખે જ લગ્ન કરવાની પોતાની ઈચ્છા વ્યક્ત કરીને અને બાદમાં પરિવારે પણ લગ્ન કરવાની તારીખ પર સહમતી દર્શાવી દીધી

Keral: કોવિડ વોર્ડમાં થયા લગ્ન, PPE કીટ પહેરીને કન્યાએ કોરોના પોઝિટીવ વરરાજા સાથે લીધા સાત ફેરા
Bride Abhirami & Groom Sarath

Follow us on

કોરોના મહામારીએ દુનિયાને ઘણી બદલી નાખી છે. કોરોનાના લીધે દુનિયાભરમાં અનેક બદલાવ જોવા મળી રહ્યા છે. આવો જ કંઈક બદલાવ કેરલના અલ્લાપુઝા (Alappuzha,Kerala)માં એક કોવિડ વોર્ડ (Covid Ward)માં જોવા મળ્યો હતો. જ્યાં એક યુગલ લગ્નના બંધનમાં બંધાયું હતું. જેમાં દુલ્હન લગ્નમાં પહેરતા પારંપારિક કપડામાં નહીં, પરંતુ PPE કીટમાં જોવા મળી હતી. કારણ કે યુવક (વર) કોરોનાથી સંક્રમિત હતો અને તેનો ઈલાજ ચાલી રહ્યો હતો.

 

સરથ સોમ અને અભિરામના લગ્ન 25 એપ્રિલના નક્કી થઈ ગયા હતા. પરંતુ લગ્નના થોડા જ દિવસો અગાઉ લગ્નની તૈયારી દરમ્યાન વિદેશમાં કામ કરતો યુવક સરથનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. ત્યારબાદ યુવકની માતા પણ કોરોના સંક્રમિત થઈ. સરથ તેમજ તેની માતા જીજીમોલ, બન્નેને અલ્લાપુઝામેડિકલ કોલેજ (Alappuzha Media College)ના કોરોના વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ બન્ને યુવક યુવતીએ નક્કી કર્યું હતું કે કોરોના જેવી સમસ્યાને લગ્નમાં બાધારૂપ નહીં બનવા દઈએ.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Bride Abhirami & Groom Sarath

 

નક્કી કરેલી તારીખે જ કર્યા લગ્ન

બન્નેએ પોતપોતાના પરિવારને 25 તારીખે જ લગ્ન કરવાની પોતાની ઈચ્છા વ્યક્ત કરીને અને બાદમાં પરિવારે પણ લગ્ન કરવાની તારીખ પર સહમતી દર્શાવી દીધી. ત્યારબાદમાં જિલ્લા કલેકટર અને સંબંધિત અધિકારીઓની પરવાનગી લઈને કોવિડ વોર્ડની અંદર જ લગ્ન સમારંભનું આયોજન ગોઠવ્યું. દુલ્હન અને એક સબંધી PPE કીટ પહેરીને કોવિડ વોર્ડમાં અંદર દાખલ થયા અને વરની માતાએ દંપતિને જયમાલા સોંપી.

 

કેરળમાં છે મીની લોકડાઉન

કેરળમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા દસ દિવસથી કોરોનાના વધતાં જતાં મામલાઓ નોંધવામાં આવી રહ્યા છે. કોરોનાના વધતાં જતાં મામલાઓને લઈને રાજ્ય સરકારે લોકડાઉન જેવા બંધનો લાદી દીધા છે. શનિવારે રાજયમાં સંક્રમણના 26,685 નવા કેસ નોંધવામાં આવ્યા છે. આ સમયે રાજયમાં 1,98,576 દર્દીઓનો ઈલાજ ચાલી રહ્યો છે. અત્યાર સુધીમાં 11,73,202 દર્દીઓ કોરોનાને હરાવીને પોતાના ઘરે ચાલી ગયા છે. સાથે સાથે કોરોના મહામારીની ખોટી અફવાઓ ફેલાવનારા તત્વોને શોધવા માટે રાજ્યની પોલીસે ખાસ સાઈબર ટીમ તૈયાર કરી છે.

 

આ પણ વાંચો: GUJARAT : અમરેલી, જામનગર અને મોરબી પંથકમાં કમોસમી વરસાદ, બેવડી સિઝનથી લોકોમાં શરદી, ઉધરસના લક્ષણો જોવાયા

Published On - 7:07 pm, Sun, 25 April 21

Next Article