Corona Update : વિશ્વના અન્ય દેશોની જેમ ભારતમાં પણ કોરોના (Corona) અને તેના નવા વેરિઅન્ટ ઓમિક્રોનની (Omicron Variant) દહેશત જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાઈરસના 1,59,632 નવા કેસ નોંધાયા છે,સાથે જ 327 લોકોના કોરોનાને કારણે મોત થયા છે.
આ સાથે એક્ટિવ કોરોના દર્દીઓની (Active Corona Case) સંખ્યા હવે વધીને 5,90,611 થઈ ગઈ છે. આ સિવાય ઓમિક્રોનના નવા કેસ પણ વધીને 3,623 થઈ ગયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના (Health Department) જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં ઓમિક્રોનથી સંક્રમિત 1,409 દર્દીઓ રિકવર થયા છે.
નિષ્ણાતોનું માનવુ છે કે ફેબ્રુઆરી મહિનામાં ત્રીજી લહેર(Corona Third Wave) ટોચ પર આવી શકે છે. ત્યારે હાલ કોરોનાના વધતા કેસોએ સમગ્ર દેશની ચિંતા વધારી છે. એક અઠવાડિયા પહેલા જે કેસ 22 હજારની આસપાસ હતા, તેમાં 7 ગણાનો વધારો થયો છે અને નવા કેસ 1.50 લાખને પાર પહોંચી ગયા છે. દેશમાં કોરોનાના વધતા જતા કેસો વચ્ચે છેલ્લા 24 કલાકમાં કુલ 40,863 દર્દીઓ રિકવર થયા છે, આ સાથે સાજા થયેલા લોકોની કુલ સંખ્યા 3,44,53,603 થઈ છે.
India reports 1,59,632 fresh COVID cases, 40,863 recoveries, and 327 deaths in the last 24 hours
Daily positivity rate: 10.21%
Active cases: 5,90,611
Total recoveries: 3,44,53,603
Death toll: 4,83,790Total vaccination: 151.58 crore doses pic.twitter.com/Qmm2qQcHOS
— ANI (@ANI) January 9, 2022
દેશભરમાં કોરોનાના વધતા જતા કેસ વચ્ચે ઓમિક્રોનના (Omicron Case) કેસ પણ સતત વધી રહ્યા છે. આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ 27 રાજ્યોમાં ઓમિક્રોનના 3,623 નવા કેસ નોંધાયા છે. જેમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ નોંધાયા છે, જ્યાં ઓમિક્રોનના 1,009 કેસ મળી આવ્યા છે. આ સાથે મહારાષ્ટ્ર પહેલું રાજ્ય બની ગયું છે જ્યાં એક હજારથી વધુ ઓમિક્રોન કેસ મળી આવ્યા છે.
COVID19 | A total of 3,623 #Omicron cases were reported in 27 States/UTs of India so far. The number of persons recovered is 1,409: Union Health Ministry pic.twitter.com/MGU1Q7lgMc
— ANI (@ANI) January 9, 2022
ભારતમાં ઓમિક્રોનના નવા વેરિઅન્ટના વધતા સંક્રમણનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે 27 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આ જોખમી વેરિઅન્ટની એન્ટ્રી થઈ ચૂકી છે. વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને વિવિધ રાજ્ય સરકારોએ નાઇટ કર્ફ્યુ, વીકએન્ડ કર્ફ્યુ, સહિત શાળાઓ અને કોલેજો બંધ રાખવા સહિતના ઘણા કડક નિયંત્રણો લાદ્યા છે.