Corona Vaccine for Children : ભારતમાં બાળકો માટે એક કે બે નહીં, ચાર-ચાર કોરોના વેક્સિન આવી રહી છે

|

Jun 18, 2021 | 4:52 PM

Corona Vaccine for Children : ત્રીજી લહેર વયસ્કો અને વૃદ્ધો સાથે બાળકો પણ કોરોના સંક્રમણનો વધુ પ્રમાણમાં ભોગ બનશે તેવી આશંકાઓ સેવાઈ રહી છે. આથી બાળકો માટેની કોરોના વેક્સિન જલ્દી જ ભારતમાં આવે એવું દેશના નાગરિકો ઈચ્છી રહ્યાં છે.

Corona Vaccine for Children : ભારતમાં બાળકો માટે એક કે બે નહીં, ચાર-ચાર કોરોના વેક્સિન આવી રહી છે
સાંકેતિક તસ્વીર

Follow us on

Corona Vaccine for Children : કોરોના મહામારીની બીજી લહેર ધીમી પડી છે. આ બીજી લહેરમાં દેશમાં અને રાજ્યોમાં કોરોનાના કેસ અને મૃત્યુ જે રીતે ઉંચાઈ સુધી પહોચ્યા હતા એ રીતે જ નીચે આવી ગયા છે. આ એક રાહતની વાત છે, પણ કોરોનાનું જોખમ હજી ગયું નથી.

હવે કોરોનાની ત્રીજી લહેરની સંભાવનાઓ વ્યકત કરવામાં આવી રહી છે. ત્રીજી લહેર વયસ્કો અને વૃદ્ધો સાથે બાળકો પણ કોરોના સંક્રમણનો વધુ પ્રમાણમાં ભોગ બનશે તેવી આશંકાઓ સેવાઈ રહી છે. આથી બાળકો માટેની કોરોના વેક્સિન જલ્દી જ ભારતમાં આવે એવું દેશના નાગરિકો ઈચ્છી રહ્યાં છે. જો કે આ અંગે સારા સમાચાર એ છે કે ભારતમાં બાળકો માટે (Corona Vaccine for Children) ની એક કે બે નહીં, પણ ચાર-ચાર કોરોના વેક્સિન આવી રહી છે.

બાળકો માટે આવી રહી છે ચાર કોરોના વેક્સિન
જુલાઈમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ બાળકો પર કોવાવેક્સ (Covavax) નું પરીક્ષણ શરૂ કરવાની યોજના બનાવી હોવાથી, બાળકો માટે ચાર કોરોના વેક્સિન (Corona Vaccine for Children) તૈયાર થવાની સંભાવના માતાપિતા માટે ખુશીની વાત છે.

ભારત બાયોટેક (Bharat Biotech) માં બે કોરોના વેક્સિન છે જેનું પરીક્ષણ બાળકો પર કરવામાં આવી રહ્યું છે જ્યારે ઝાયડસ કેડિલા (Zydus Cadila) ની કોરોના વેક્સિનના પરીક્ષણમાં શરૂઆતથી જ બાળકોને શામેલ છે. તેથી જો રસી ઉત્પાદકોની યોજના પ્રમાણે બધું જ બરોબર ચાલશે તો ભારતમાં બાળકો માટે ચાર કરોના વેક્સિન હશે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

1) કોવેક્સીન – Covaxin : ભારત બાયોટેકની કોવેક્સિનને હૈદરાબાદ સ્થિત વેક્સીન નિર્માતા ભારત બાયોટેક અને ICMR દ્વારા વિકસિત ભારતીય વેક્સિન કોવેક્સીન પણ બાળકો માટેની કોરોના વેક્સિન (Corona Vaccine for Children) માં શામેલ છે. હાલમાં આ વેક્સિન ભારતમાં પુખ્ત વયના લોકો માટે આપવામાં આવે છે. તે લગભગ 78 ટકા અસરકારક છે. હવે રસી 2 થી 18 વર્ષની વયના બાળકો પર ટ્રાયલ ફેઝમાં છે.

2) ભારત બાયોટેકની નેઝલ વેક્સિન BBV154 : ભારત બાયોટેકની વન શોટ નેઝલ વેક્સિનને બાળકો માટે ગેમ-ચેન્જર હોવાનું માનવામાં આવે છે. આ વેક્સિન નાક દ્વારા આપવામાં આવશે, જેથી બાળકો માટે વેક્સિન લેવામાં ખુબ અનુકુળ રહેશે. આ વેક્સિનના ટ્રાયલમાં બાળકો પણ શામેલ છે.

3) ઝાયડસ કેડિલાની ZyCov-D : ઝાયડસ કેડિલાની ઝાયકોવ-ડી એ એક બીજી વેક્સિન છે જેનું પુખ્ત વયના લોકો ઉપરાંત 12 થી 18 વર્ષની વયના બાળકો પર ટ્રાયલ કરવામાં આવી રહ્યું છે. આ વેક્સિન ટૂંક સમયમાં લાઇસન્સ માટે અરજી કરશે અને જ્યારે તે માન્ય થઈ જશે, ત્યારે બાળકોને આપી શકાશે.

4) Novavax – Covavax : ભારતમાં બાળકો માટે કોરોના વેક્સિનનું ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરનાર નોવાવેક્સ અથવા કોવાવેક્સ ચોથી વેક્સિન. આ વેક્સિન નોવાવાક્સ દ્વારા વિકસાવવામાં આવી છે જેનું પુણેની સીરમ ઇન્સ્ટિટ્યૂટ સાથે જોડાણ છે. વેક્સિનની એકંદર અસરકારકતા 90.4 ટકા છે.

Next Article