જો આંખમાં લાલાશ કે કાનમાં સાંભળવામાં સમસ્યા થાય તો તેને હળવાશમાં ન લેતા કેમ કે તે પણ કોરોના હોઈ શકે!

|

Apr 16, 2021 | 9:57 PM

કોરોના વાઈરસની બીજી લહેર ઘાતક માનવામાં આવી રહી છે અને તેમાં પણ કોરોના દિવસેને દિવસે પોતાના લક્ષણો અને સ્ટ્રેઈન બદલી રહ્યો છે

જો આંખમાં લાલાશ કે કાનમાં સાંભળવામાં સમસ્યા થાય તો તેને હળવાશમાં ન લેતા કેમ કે તે પણ કોરોના હોઈ શકે!
પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

કોરોના વાઈરસની બીજી લહેર ઘાતક માનવામાં આવી રહી છે અને તેમાં પણ કોરોના દિવસેને દિવસે પોતાના લક્ષણો અને સ્ટ્રેઈન બદલી રહ્યો છે, ત્યારે આ કોરોના વાઈરસ વધુ ઘાતક બની રહ્યો છે. પહેલા તો કોરોનાથી સંક્રમિત થતાં લોકોને સ્વાદ ગાયબ થઈ જવોને સુગંધ ન આવી તેમજ શરદી તાવ આવો તેવા લક્ષણો હતા પણ હવે કોરોના વાઈરસના લક્ષણો બદલાયા છે. જુના લક્ષણનો તો છે પણ નવા લક્ષણો પણ ગંભીર સામે આવ્યા છે.
ડોક્ટરોના એક નિરીક્ષણ પ્રમાણે કોરોના વાઈરસનો હાલ નવો સ્ટ્રેઈન સામે આવ્યો છે.

 

 

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

જેમાં લોકોને આંખમાં લાલાશ આવવી. બળતરા બળવી, પાણી નીકળવું તેમજ કાનમાં સાંભળવામાં તકલીફ થવી કે દુખાવો થવો જેવા લક્ષણો સામે આવ્યા છે. જેને જોતા ડોકટરોએ સલાહ આપી છે કે આ પ્રકારના કોઈને લક્ષણ દેખાય તો તેઓએ ગભરાઈ ન જવું અને ડોક્ટરની સલાહ લેવી ચકાસણી કરવી અને જો ડોકટર કોરોના ટેસ્ટ કરવાનું કહે તો તે પણ કરાવવો, જેથી સાચું નિદાન કરી શકાય. ડોક્ટરો કહી રહ્યા છે કે મેડિકલ જર્નલ લેંસેટના એક રિસર્ચમાં કહેવાયું છે કે કોરોના વાઈરસ હવાથી ફેલાઈ રહ્યો છે. જે ગંભીર બાબત છે. જેથી દરેક લોકોને સાવચેત રહેવા પણ અપીલ કરાઈ છે.

 

જે વાતને ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા પણ સમર્થન અપાયું છે. જેઓએ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને આ વાતને ગંભીરતાથી લઈને તે અંગે પગલાં ભરવા પણ સૂચન કર્યું છે. વિવિધ દેશોના 6 એક્સપર્ટ દ્વારા ઊંડા સંશોધન બાદ આ દાવો કરાયો છે. ડૉક્ટરોનું એ પણ માનવું છે કે પહેલી લહેરમાં એક બે વ્યક્તિ સંક્રમિત થતા હતા પણ બીજી લહેરમાં પૂરે પૂરો પરિવાર સંક્રમિત થઈ રહ્યો છે. જે ગંભીર બાબત છે અને તેમાંથી બહાર નિકળવું જરૂરી છે. સાથે જ બાળકો કે જેઓનો પરિવારમાં કોઈ સભ્ય પોઝિટીવ આવ્યા અને અન્ય પરિજનના ઘરે મોકલી દેવાય છે તેવું નહીં કરવા પણ ડોક્ટરો દ્વારા સૂચન અપાયું છે. કેમ કે બાળકોને કોરોના હોય પણ લક્ષણ ન હોય તો તેઓ અન્યને સંક્રમણ ફેલાવી શકે છે, જે પણ ગંભીર બાબત છે.

 

 

જેનાથી પણ સચેત રહેવાની જરૂર છે.એટલું જ નહીં પણ ડોક્ટરો દ્વારા હાલમાં નાકમાંથી પાણી નીકળવું તેમજ લોહી નીકળવા જેવા પણ કેસ આવતા હોવાનું જણાવ્યું છે. જે પણ કોરોનાનું એક લક્ષણ માનવામાં આવી રહ્યું છે. જેથી ડોકટરોએ તે બાબતે પણ લોકોને સચેત રહેવા અપીલ કરી છે. તેમજ ડોક્ટરોએ તમામ પરિસ્થિતિ વચ્ચે ફરજીયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ પાડવું ખૂબ જરૂરી હોવાનું જણાવ્યું છે.

 

કેમ કે હાલમાં તે એક જ માત્ર ઉપાય છે. એટલું જ નહીં પણ ડોક્ટરો દ્વારા નાક નીચે કે મોઢા નીચે અવ્યવસ્થિત નહીં પણ પુરુ નાક મોઢું ઢંકાય તે રીતે માસ્ક પહેરવા અપીલ કરી છે અને 2 વર્ષથી ઉપરના તમામ લોકોને માસ્ક આપવા પણ ડોકટરોએ સૂચન કર્યું છે. જેથી કોરોના મહામારીથી પોતે બચી શકાય અને અન્યને પણ સુરક્ષિત કરી શકાય.

 

આ પણ વાંચો: SABARKANTHA: તલોદ શહેરમાં આજથી લોકડાઉનની શરુઆત કરવામાં આવી, સંક્રમણને અટકાવવા વેપારીઓની પહેલ

Next Article