GUJARAT : રાજ્યની 8 મહાનગર પાલિકામાં રાત્રિ કર્ફ્યૂની ગાઈડલાઈન યથાવત

|

Dec 10, 2021 | 3:31 PM

આઠ મહાનગરોમાં રાત્રી કર્ફ્યુનો સમય યથાવત રહેશે. રાત્રીના 1થી સવારના પાંચ વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ અમલી રહેશે. 31 ડિસેમ્બર સુધી આ ગાઇડ લાઇન અમલી રહેશે. મહત્વનું છે કે આજે આઠ મહાનગરોમાં રાત્રી કર્ફ્યુની અવધી પૂર્ણ થઇ રહી છે.

GUJARAT : રાજ્યમાં વધતા કોરોના સંક્રમણને પગલે રાત્રી કર્ફ્યુ યથાવત રાખવામાં આવ્યો છે. આઠ મહાનગરોમાં રાત્રી કર્ફ્યુનો સમય યથાવત રહેશે. રાત્રીના 1થી સવારના પાંચ વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ અમલી રહેશે. 31 ડિસેમ્બર સુધી આ ગાઇડ લાઇન અમલી રહેશે. મહત્વનું છે કે આજે આઠ મહાનગરોમાં રાત્રી કર્ફ્યુની અવધી પૂર્ણ થઇ રહી છે. ત્યારે સરકારે હાલની સ્થિતીને જોતા રાત્રી કર્ફ્યુ અમલવારી રાખ્યો છે. સાથે લોકોને કોરોના ગાઇડલાઇનનું પાલન કરવા સૂચના આપી છે.

દેશ અને રાજયમાં કોરોનાના નવા વેરિએન્ટ ઑમિક્રૉનને લઇને દહેશતનો માહોલ

નોંધનીય છેકે દેશભરમાં હાલ કોરોનાના નવા વેરિએન્ટ ઑમિક્રૉનને લઇને ડરનો માહોલ ફેલાયો છે. તેમાંપણ ગુજરાતના જામનગર શહેરમાં ઑમિક્રૉનના કુલ 3 કેસ નોંધાતા ફફડાટનો માહોલ છવાયો છે. ત્યારે કોરોનાના સંક્રમણને રોકવા રાજય સરકાર સતર્ક બની છે. અને,  કોરોનાના કેસનું સંક્રમણ રોકવા દરેક પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. ત્યારે કોરોનાના કેસમાં વધારો ન થાય તે માટે રાજયમાં રાત્રિ કર્ફ્યૂ યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આઠ મહાનગરોમાં કર્ફ્યૂની સ્થિતિ યથાવત રહેશે. ત્યારે કોરોના સંક્રમણને રોકવા ફરી કોરોનાનું ગાઇડલાઇનનું પાલન કરવું અનિવાર્ય બન્યું છે. જેથી દરેક લોકોએ ધ્યાન રાખવું જરૂરી છે.

આ પણ વાંચો : Los Angeles Olympic : લોસ એન્જલસ ઓલિમ્પિકમાંથી બોક્સિંગ અને વેઈટલિફ્ટિંગ બહાર થવાનું જોખમ, IOCએ સુધારા માટે 18 મહિનાનો સમય આપ્યો

આ પણ વાંચો : અફઘાનિસ્તાનમાં ફરીથી અલકાયદાનો પગપેસારો, અમેરિકન કમાંડરે કહ્યુ – તાલિબાનના રાજમાં વધી આતંકીઓની સંખ્યા

Next Video