Gujarat HighCourt : ભારતમાં ચીન જેવી શિસ્તબદ્ધતા શક્ય નથી, ગુજરાત સરકાર કોરોનાની આગામી લહેરની તૈયારી કરે

|

May 26, 2021 | 9:51 PM

Gujarat HighCourt : હાઇકોર્ટે ગુજરાત સરકારને કહ્યું કે કોરોનાની સંભવિત ત્રીજી અને ચોથી લહેર મારે આરોગ્ય માળખું એટલે કે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધારવામાં આવે.

Gujarat HighCourt : ભારતમાં ચીન જેવી શિસ્તબદ્ધતા શક્ય નથી, ગુજરાત સરકાર કોરોનાની આગામી લહેરની તૈયારી કરે
Gujarat High Court FILE PHOTO

Follow us on

Gujarat HighCourt : ગુજરાત હાઈકોર્ટે બુધવારે રાજ્ય સરકારને સલાહ આપી હતી કે કોરોના વાયરસની ત્રીજી અને ચોથી લહેરની સંભાવનાને ધ્યાનમાં રાખીને આરોગ્ય સંબંધી માળખાગત સુવિધાઓ વધારવી જોઈએ. કોર્ટે કહ્યું કે આરોગ્ય સંબંધી માળખાગત સુવિધાઓ વધારવી એટલા માટે જરૂરી છે કારણ કે લોકો ફેસ માસ્ક, સામાજિક અંતર અને સેનિટાઇઝેશન જેવા નિયમોનું પાલન કરતા નથી.

ભારતમાં ચીન જેવી શિસ્તબદ્ધતા શક્ય નથી : હાઈકોર્ટ
Gujarat HighCourt માં કોવિડ-19ની સ્થિતિ અને અન્ય સંબંધિત મુદ્દાઓ અંગે દાખલ કરેલી જાહેર હિતની અરજી પર સુનાવણી દરમિયાન જસ્ટિસ બેલા ત્રિવેદી અને ભાર્ગવ ડી. કારિયાની ડિવિઝન બેન્ચે આ ટીપ્પણી કરી હતી કે ભારતમાં ચીન જેવી શિસ્તબદ્ધતા શક્ય નથી.સાથે જ કોર્ટે ગુજરાત સરકારને કોઈપણ નવી લહેરનો સામનો કરવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને તબીબી સુવિધાઓમાં વધારો કરવા જણાવ્યું છે.

દર 6 મહીને નવી લહેર આવી શકે છે : હાઈકોર્ટ
જાહેર હિતની અરજી પર સુનાવણી દરમિયાન Gujarat HighCourt એ કહ્યુ કે કોરોનાની ત્રીજી કે ચોથી લહેર પછી પણ આગળ અન્ય લહેર આવી શકે છે. કારણ કે રાજ્યના લોકો માસ્ક પહેરવું, સામાજિક અંતર જાળવવું અને સ્વચ્છતા જેવા નિયમોનું પાલન કરશે નહીં. આ દેશમાં કોઈ આવું કરશે નહીં, તેથી દર છ મહિને એક લહેર આવશે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ભારતની સરખામણી માત્ર ચીન સાથે સંભવ : હાઈકોર્ટ
એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ ભારતની યુરોપિયન દેશો સાથે સરખામણી કરતાં જણાવ્યું હતું કે સાત વિકસિત દેશોમાં સંયુક્ત રીતે રોગચાળાને કારણે વધુ લોકો સંક્રમિત બન્યા છે અને મૃત્યુ પામ્યા છે. એડવોકેટ જનરલની આ દલીલ સામે Gujarat HighCourt એ કહ્યું કે ભારતની સરખામણી ફક્ત ચીન સાથે કરી શકાય છે.

હાઈકોર્ટે એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીને કહ્યું, “તમારે ભારતની સરખામણી યુરોપિયન દેશો નહીં પણ ચીન સાથે કરવી જોઈએ, આ સરખામણી યોગ્ય નથી. અને ચીન જેવી શિસ્તબદ્ધતા અહીં શક્ય નથી, માટે ગુજરાત સરકાર આરોગ્ય સંબંધી માળખાગત સુવિધાઓમાં વધારો કરે.

આ પણ વાંચો : 20 Crore Vaccination : અમેરિકા બાદ ભારતે 20 કરોડથી વધુ લોકોનું રસીકરણ પૂર્ણ કર્યુ, 130 દિવસમાં હાંસલ કરી સિદ્ધી

આ પણ વાંચો : Gujarat Corona Update : રાજ્યમાં આજે કોરોનાના નવા 3085 કેસ સામે 10 હજારથી વધુ દર્દીઓ સાજા થયા, 36 ના મૃત્યુ

Next Article