ગાંધીનગર : સીએમના અધ્યક્ષસ્થાને રાજયમાં કોરોના સ્થિતિની સમીક્ષા થઇ, હોમ આઇસોલેશન દર્દીનું સતત મોનિટરિંગ કરવા આદેશ

|

Jan 07, 2022 | 4:15 PM

મુખ્યમંત્રીએ જીલ્લા વહિવટી તંત્રોની આ સજ્જતા અંગેની સમીક્ષા કરતા કહ્યું કે, જિલ્લાના પ્રભારી સચિવોનું જિલ્લા તંત્રોને જરૂરી માર્ગદર્શન મળી રહે તે માટે તેમને જિલ્લાઓમાં પહોંચવા સૂચના આપી દેવાઈ છે. એટલું જ નહિ સરકાર તરફથી જરૂરી તમામ મદદ જિલ્લાઓને પહોચાડવાનું સઘન આયોજન થયું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પાંચ મહાનગરો- છ જિલ્લા કલેકટરો સાથે વિડીયો કોન્ફરન્સ યોજી કોરોના સંક્રમણ સામે તંત્રની સજ્જતાની સમીક્ષા કરી

ગાંધીનગર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) રાજ્યમાં કોરોના (Corona) સંક્રમણ સામે જિલ્લાઓ અને મહાનગરોના વહિવટી તંત્રની સજ્જતા અંગે સર્વગ્રાહી સમીક્ષા વિડીયો કોન્ફરન્સના (Video conferencing)માધ્યમથી બેઠક (Review Meeting ) યોજીને કરી હતી. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ગાંધીનગરના મ્યુનિસિપલ કમિશનરો અને ખેડા, આણંદ, ભરૂચ, નવસારી, વલસાડ તથા કચ્છના જિલ્લા કલેક્ટરો, જિલ્લા વિકાસ અધિકારીઓ અને જિલ્લા આરોગ્ય અધિકારીઓએ મુખ્યમંત્રીને (CM Bhupendra Patel)પોતાના વિસ્તારોમાં (Vaccination) વેક્સિનેશન ડ્રાઇવ, ટ્રેસીંગ-ટ્રેકીંગ અને જરૂરતમંદ કેસોમાં આઇસોલેશન તથા હોસ્પિટલોમાં દવાઓ, ઓક્સિજન બેડ વિગેરેની સંપૂર્ણ વિગતો આપી હતી.

સોમવારથી દરેક મહાનગર-જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં દરરોજ 2000 કીલો ઉકાળા પાવડરનું વિતરણ કરાશે

મુખ્યમંત્રીએ જીલ્લા વહિવટી તંત્રોની આ સજ્જતા અંગેની સમીક્ષા કરતા કહ્યું કે, જિલ્લાના પ્રભારી સચિવોનું જિલ્લા તંત્રોને જરૂરી માર્ગદર્શન મળી રહે તે માટે તેમને જિલ્લાઓમાં પહોંચવા સૂચના આપી દેવાઈ છે. એટલું જ નહિ સરકાર તરફથી જરૂરી તમામ મદદ જિલ્લાઓને પહોચાડવાનું સઘન આયોજન થયું છે.

જિલ્લા-મહાનગરોના આરોગ્ય અને વહિવટી તંત્રો આ ઉકાળા પાવડરનો લાભ વધુને વધુ લોકો સુધી પહોચાડી રોગ પ્રતિકારક શક્તિમાં વૃદ્ધિ કરે તેવો અભિગમ

કોરોના સામે રોગ પ્રતિકારક શકિત વધારવા આગામી સોમવાર 10 જાન્યુઆરીથી મહાનગરો અને જિલ્લાઓમાં આયુષ દ્વારા દરરોજ 2 હજાર કિલો ઉકાળા પાવડર પહોંચાડવાનું આયોજન થઈ ગયું છે. તેનો પણ લાભ વધુને વધુ લોકો સુધી પહોંચે તેવી વ્યવસ્થાઓ કરવા પણ આ વીડિયો કોન્ફરન્સ બેઠકમાં સૂચના આપવામાં આવી હતી.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ભૂપેન્દ્ર પટેલે આ જિલ્લા અને શહેરી તંત્રવાહકોને એવો અનુરોધ કર્યો કે જે વ્યક્તિઓ હોમ આઇસોલેશનમાં રહેલા હોય તેમનું અને તેમાંથી હોસ્પિટલમાં એડમીટ થયા હોય તેમનું પણ સતત મોનીટરીંગ કરવામાં આવે તે ઇચ્છનીય છે

મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાશનાથન, મુખ્યસચિવ પંકજ કુમાર, આરોગ્ય વિભાગના કાર્યકારી અગ્ર સચિવ મુકેશ કુમાર, વરીષ્ઠ સચિવો આ બેઠકમાં ગાંધીનગરથી સહભાગી થયા હતા.


આ પણ વાંચો : GUJARAT : ત્રીજી લહેરમાં આગામી દોઢ-બે મહિનામાં કોરોનાનું જોખમ વધશે, નવા વેરિએન્ટના (Omicron) કોમ્યુનિટી સ્પ્રેડનો તબક્કો શરૂ

આ પણ વાંચો : છોટાઉદેપુર : ભલભલાના કાળજા કંપી જાય તેવી ઘટના, મહિલા અત્યાચારનો વીડિયો વાયરલ

Published On - 2:21 pm, Fri, 7 January 22

Next Article