કોરોનાનો કહેર યથાવત : મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલ થયા કોરોના સંક્રમિત

મહિલાના આયોગના અધ્યક્ષ સ્વાતી માલીવાલ કોરોના સંક્રમિત થયા છે,તેણે સોશિયલ મીડિયા દ્વારા કોવિડ રિપોર્ટ પોઝિટિવ હોવાની માહિતી આપી છે.

કોરોનાનો કહેર યથાવત : મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલ થયા કોરોના સંક્રમિત
Swati Maliwal infected from covid 19
| Edited By: | Updated on: Jan 08, 2022 | 4:11 PM

Delhi : કોરોનાની બીજી લહેર બાદ ફરી એક વાર કોરોના કેસમાં (Corona Case)  ઉછાળો આવ્યો છે. ત્યારે દિલ્હી મહિલા આયોગ (DCW)ના અધ્યક્ષ સ્વાતિ માલીવાલ (Swati Maliwal)પણ કોરોના સંક્રમિત થયા છે. તેણે ટ્વિટ કરીને લખ્યુ છે કે ‘કોવિડ-19 તપાસમાં હું સંક્રમિત હોવાની પુષ્ટિ થઈ છે. સાથે તેણે સંપર્કમાં આવેલા લોકોને કોરોના ટેસ્ટ કરાવવા અપીલ કરી છે.

ઉપરાંત માલીવાલે લોકોને સતર્ક રહેવા જણાવ્યું છે. તેમણે કહ્યુ કે, ‘ગ્રાઉન્ડ લેવલ પર આટલું કામ કરવા છતાં, અત્યાર સુધી કોવિડ -19 થી હું બચી ગઈ હતી. કોરોનાનો નવો વેરિઅન્ટ ઓમિક્રોન (Omicron) ખૂબ જ ચેપી છે જેથી સાવચેતી રાખો.

CM અરવિંદ કેજરીવાલ પણ કોરોના સંક્રમિત થયા

તમને જણાવી દઈએ કે, ચાર દિવસ પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal) પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા. તેણે ટ્વિટ કરીને કોરોના રિપોર્ટ પોઝિટિવ હોવાની માહિતી આપી હતી. કેજરીવાલે કહ્યુ હતુ કે, મને હળવા લક્ષણો છે અને હું ઘરે જ આઈસોલેટ થયો છુ. ઉલ્લેખનીય છે કે, કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા પહેલા તેણે પંજાબ અને ઉત્તરાખંડની ઘણી રેલીઓમાં ભાગ લીધો હતો.

કોરોનાના કેસમાં અચાનક ઉછાળો

તમને જણાવી દઈએ કે, છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હીમાં કોરોનાના કેસમાં (Delhi Corona Case) ખુબ વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં 17,335 નવા કેસ સામે આવ્યા છે, આ સાથે સંક્રમિત દર 17 ટકા પર પહોંચી ગયો છે. આ આંકડા ખૂબ જ ચિંતાજનક છે. જો કે વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને દિલ્હીમાં વીકએન્ડ કર્ફ્યુ પણ લગાવી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Maharashtra : આ મંત્રીના સરકારી આવાસ પર કોરોના વિસ્ફોટ, 22 કર્મચારી સંક્રમિત થતા ખળભળાટ