DAHOD: લીમખેડાની મોડર્ન સ્કૂલમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા, વિદ્યાર્થીઓને બસમાં ઘેટા-બકરાની જેમ બેસાડાયા

| Edited By: | Updated on: Dec 10, 2021 | 12:11 PM

મોર્ડન સ્કૂલના બાળકોને કેવા ઘેટાં બકરાની જેમ બસમાં ભરવામાં આવી રહ્યા છે. બસમાં બેઠક વ્યવસ્થા કરતાં પણ વધારે વિદ્યાર્થીઓને ઠાંસી ઠાંસીને બસમાં બેસાડવામાં આવ્યા છે. શાળા સંચાલકોની આ ઘોર બેદરકારીના કારણે શાળામાં કોરોના વિસ્ફોટનો ડર વધી ગયો છે.

DAHOD: રાજ્યમાં કોરોનાએ ફરી માથું ઊંચક્યું છે એવામાં સરકાર દ્વારા ફરીથી માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગનેના નિયમોનું પાલન કરવાની વારંવાર અપીલ કરવામાં આવે છે તો બીજી તરફ દાહોદની લીમખેડા સ્થિત મોર્ડન સ્કૂલમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા.

જુઓ મોર્ડન સ્કૂલના બાળકોને કેવા ઘેટાં બકરાની જેમ બસમાં ભરવામાં આવી રહ્યા છે. બસમાં બેઠક વ્યવસ્થા કરતાં પણ વધારે વિદ્યાર્થીઓને ઠાંસી ઠાંસીને બસમાં બેસાડવામાં આવ્યા છે. શાળા સંચાલકોની આ ઘોર બેદરકારીના કારણે શાળામાં કોરોના વિસ્ફોટનો ડર વધી ગયો છે. દાહોદની લીમખેડાની આ શાળામાં ગરીબ આદિવાસી પરિવારના વિદ્યાર્થીઓ અભ્યાસ કરેછે. વિવિધ આદિવાસી કલ્યાણ યોજના હેઠળ સરકાર દ્વારા આ વિદ્યાર્થીઓના અભ્યાસ માટે કરોડો રુપિયાની ગ્રાન્ટની ફાળવણી થાય છે. પરંતુ અહીં તો શાળાના સંચાલકોના ગેરવહીવટનો ભોગ વિદ્યાર્થીઓ બની રહ્યા છે.

એક તરફ સમગ્ર વિશ્વમાં ફરી કોરોનાનો ભય ફેલાયો છે. ત્યારે બીજી તરફ શાળાઓ દ્વારા થતી આવી બેદરકારી કોરોનાની દસ્તક સમાન બની રહે છે. રાજય સરકાર અને કેન્દ્ર સરકારા દ્વારા વારંવાર કોરોના જાગૃતિને લઇને લોકોને સૂચનો આપવામાં આવે છે. આમ છતાં આ મામલે શાળા સંચાલકો બેેદરકાર બની રહ્યાં છે. ત્યારે આવી ઘટના બાદ બાળકોમાં કોરોના ફેલાશે તો કોણ જવાબદાર રહેશે તે પણ સવાલ ઉઠી રહ્યો છે.

આ પણ વાંચો : Vicky-Katrina Wedding : લગ્ન દરમિયાન ઈમોશનલ થઈ કેટરિના કૈફ, વિકીએ આ રીતે સંભાળી કેટરીનાને….!

આ પણ વાંચો : બોપલ ડ્રગ્સ કેસમાં મોટા સમાચાર, કસ્ટમ વિભાગે 186 જેટલા પાર્સલ જપ્ત કર્યા હોવાનો ખુલાસો

 

Published on: Dec 10, 2021 12:05 PM