કોરોના વાયરસ (Corona virus) સામે વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન ભારતમાં ચલાવવામાં આવી રહ્યું છે. દરમિયાન, 12 થી 13 અને 13 થી 14 વર્ષના બાળકોનું કોવિડ રસીકરણ (Corona vaccine) આગામી 16 માર્ચથી શરૂ થઈ રહ્યું છે. 60 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને ‘બુસ્ટર ડોઝ’ (Booster dose) આપવામાં આવશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આજે સોમવારે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે.
મનસુખ માંડવિયાએ ટ્વિટ કરીને કહ્યું, ‘બાળકો સુરક્ષિત તો, દેશ સુરક્ષિત ! મને જણાવતા આનંદ થાય છે કે 16 માર્ચથી 12 થી 13 અને 13 થી 14 વર્ષની વયજૂથના બાળકોનું કોવિડ રસીકરણ શરૂ થઈ રહ્યું છે. ઉપરાંત, 60 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને હવે બુસ્ટર ડોઝ મેળવી શકશે. હું બાળકોના પરિવારજનો અને 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસીકરણ કરાવવા વિનંતી કરું છું.
बच्चे सुरक्षित तो देश सुरक्षित!
मुझे बताते हुए खुशी है की 16 मार्च से 12 से 13 व 13 से 14 आयुवर्ग के बच्चों का कोविड टीकाकरण शुरू हो रहा है।
साथ ही 60+ आयु के सभी लोग अब प्रिकॉशन डोज लगवा पाएँगे।
मेरा बच्चों के परिजनों व 60+ आयुवर्ग के लोगों से आग्रह है की वैक्सीन जरूर लगवाएँ।
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) March 14, 2022
સૂત્રોનું કહેવું છે કે 12 થી 14 વર્ષની વયજૂથને બાયોલોજિક ES કોર્બોવેક્સની રસી આપવામાં આવશે. ગયા વર્ષે 16 જાન્યુઆરીએ દેશભરમાં કોરોના વિરોધી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. ભારતે આ વર્ષે 10 જાન્યુઆરીથી આરોગ્ય ક્ષેત્ર સાથે સંકળાયેલા કર્મચારીઓ, ફ્રન્ટલાઈન વર્કર્સ અને ચૂંટણી ફરજ પરના લોકો સહિત 60 અને તેથી વધુ વયના લોકોને એન્ટી-કોવિડ-19 રસીના બુસ્ટર ડોઝ આપવાનું શરૂ કર્યું. દેશમાં કોરોના વાયરસના ઓમિક્રોન સ્વરૂપના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને બુસ્ટર ડોઝ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, સોમવારે સવારે 7 વાગ્યા સુધી દેશમાં કોવિડ-19 રસીકરણ 180.19 કરોડ (1,80,19,45,779) ને વટાવી ગયું છે. આ સિદ્ધિ 2,10,99,040 રસીકરણ ઝુંબેશ દ્વારા હાંસલ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારનું કહેવું છે કે સમગ્ર દેશમાં રસીકરણનો વ્યાપ વિસ્તારવામાં આવી રહ્યો છે અને લોકોના રસીકરણની ગતિને ઝડપી બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કોવિડ-19 રસી બધાને ઉપલબ્ધ કરાવવા માટે 21 જૂન 2021થી નવો તબક્કો શરૂ કરવામાં આવ્યો હતો.
આરોગ્ય મંત્રાલયે કહ્યું, ‘વધુ અને વધુ રસીની ઉપલબ્ધતા દ્વારા રસીકરણ અભિયાનની ગતિમાં વધારો કરવામાં આવ્યો છે. રસીકરણની ઝુંબેશ હેઠળ, રાજ્યોને રસીની ઉપલબ્ધતા વિશે અગાઉથી જાણ કરવામાં આવે છે, જેથી તેઓ રસીકરણ માટે વધુ સારી રીતે આયોજન કરી શકે અને રસીની સપ્લાય ચેઇનને યોગ્ય રીતે આયોજન કરી શકે. અત્યાર સુધીમાં, કેન્દ્ર સરકાર પાસેથી રાજ્યોને રસીના લગભગ 182.79 કરોડ (1,82,79,40,230) ડોઝ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. હાલમાં, કોવિડ-19 રસીના 17.38 કરોડ (17,38,21,446) થી વધુ વધારાના અને ન વપરાયેલ ડોઝ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પાસે ઉપલબ્ધ છે.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ
Published On - 2:29 pm, Mon, 14 March 22